Abtak Media Google News

આ ઉનાળે ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે હવે દરેક લોકો એસીને પસંદ કરે છે. પરંતુ માધ્યમ વર્ગના લોકોને એ પ્રશ્ન સતાવતો હોય છે કે વધુ એસી વાપરશું બીલ વધુ આવશે તો ? બિલ વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો કે કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક લોકો એસી, કુલર તેમજ ઘરમાં બે પંખા ચલાવતા હોય છે. આ બધો વપરાશ વધવાને કારણે બિલ પણ મોટું આવે છે. આમ,જો તમારા ઘરે પણ લાઇટબિલ વધારે આવતુ હોય તો આ ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે.

દરેક લોકોના ઘરમાં શિયાળામાં પંખો બંધ હોય છે, આમ ઉનાળામાં આપણે પંખો શરૂ કરીએ ત્યારે તમે સૌથી પહેલા પંખાની સર્વિસ કરાવી લો. મહિનાઓ સુધી પંખો બંધ રહેવાને કારણે એમાં ધૂળ જામી જાય છે જેના કારણે એ પવન આપતુ નથી અને લોડ પડવાને કારણે બિલિંગ વધારે આવે છે. તમને જણાવી દઇએ કે જેમ પંખો સ્પિડમાં ફરે છે એમ બિલ પણ ઓછુ આવે છે. જો કે અનેક લોકો પંખાની સર્વિસ કરાવતા હોતા નથી જેના કારણે બિલમાં વધારો થાય છે.

જ્યારે પણ તમે રૂમની બહાર નિકળો ત્યારે યાદ કરીને પંખો અને લાઇટો બંધ કરીને જાવો. જો કે ઘણાં લોકોની આદત પંખો અને લાઇટ ચાલુ રાખીને જવાની આદત હોય છે. તમારી આ આદત તમારા બિલમાં વધારો કરી દે છે.

જ્યારે તમે એસી લેવા જાવો ત્યારે ખાસ કરીને ઇન્વરટર એસી લો. ઇન્વરટર એસી બિલિંગમાં ઘટાડો કરે છે.આ સાથે જ તમે તમારા ઘરમાં બે ટાઇપની લાઇટ લગાવો. જ્યારે તમારે ઘરમાં કંઇ કામકાજ ના હોય ત્યારે ઓછા વોલ્ટેજની લાઇટ ચાલુ જેથી કરીને બિલ ઓછુ આવે. અનેક લોકો વધારે વોલ્ટેજની લાઇટ આખો દિવસ ઘરમાં ચાલુ રાખે છે જેના કારણે બિલ વધારે આવે છે.

ઉનાળામાં જ્યારે પણ તમે એસી ચાલુ કરો ત્યારે એસીને પણ સૌથી પહેલા સર્વિસ કરો. સર્વિસ કરવાથી બિલમાં ધટાડો થાય છે. જો તમે એસીની સર્વિસ નથી કરાવતા તો પણ બિલ વધવાના ચાન્સિસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.