Abtak Media Google News

૭૦ કરોડના આઈ.વે.પ્રોજેકટ અને મનપાના સોફટવેરનું તા.૧૭/૫નાં ટેસ્ટીંગ કરી મ્યુ.કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી શહેરને સ્વચ્છ રાખવા કટિબઘ્ધતા અને કમરકસી રહી છે. પ્રથમ દિવસે ૯ વ્યકિત દ્વારા કેમેરામાં કેદ થતાં ઈ-મેમોથી દંડ ભરવાની તાકીદ કરી છે. તા.૨૨/૫થી જાહેરનામાનો અમલ થશે ત્યારે શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કેટલી થુંકદાની રાખી છે ? અને કઈ જગ્યાએ થુંકદાની છે. કફનાં દર્દીને ફરજીયાત થુંકે તો આકરો દંડ રૂ.૨૫૦/- થશે અને થુંકનારા વારંવાર પકડાશે તો ફોજદારી અને લાયસન્સ સસ્પેન્ડ કરાશે. થુંકનારા ઉપર બાજ નજર રાખવા કંટ્રોલ રૂમમાં અલગથી સ્ટાફ રખાશે ? આમાં કેટલો સ્ટાફ અને કેટલો પગાર ચુકવાશે તેની જાહેરાત કરો પછી ખોદયો ડુંગર અને કાઢયો ઉંદર જેવું ન કરતા તેમ ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે.

વધુમાં તા.૨૨/૫થી જાહેરનામું અમલમાં આવશે ત્યારે અજાણતા થુંકનારા રૂ.૨૫૦/-ના ચાંદલો ચુકવવો પડશે તે દંડ પણ તોતીંગ છે જયારે જાણી જોઈને કચરાપેટી (ડસ્ટબીનો) સળગાવનારા સામે ગુનો દાખલ ન કરાવનાર અને આ મારામાંના આવે, મને કાંઈ ખબર નથી તેવું મનપાનાં જવાબદાર અધિકારીઓને પણ પ્રથમ વખત રૂ.૫૦૦ બીજી વખત ૧૦૦૦ અને ત્રીજી વખત સસ્પેન્ડ કરજો. શહેરમાં ગંદકી કરનારા પર મહાનગરપાલિકા સખ્તાઈથી પગલા ભરે તે વ્યાજબી છે પરંતુ જે કચરાપેટીઓ સમય મર્યાદામાં ખાલી ન કરાય અને ઉભરાતી રહે તો તેમાં પણ કોન્ટ્રાકટર અને અધિકારીને દંડ થવો જોઈએ બાકી એકને ગોળ અને બીજાને ખોળની નીતિ બંધ કરો ગંદકી પણ અને સળગતી અને ઉભરાતી ડસ્ટબીનો પણ કેમેરામાં કેદ થઈ જાય તો ૫ આંકડાનો પગાર કટકટાવનારને કલીનચીટ ન આપવા ગજેન્દ્રસિંહ ઝાલાએ માંગ ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.