શું શાહરૂખની ફિલ્મ જવાનનો ડાયલોગ થયો લીક ? સાંભળો વાયરલ ઓડિયો કલીપ

મંગળવાર સવારથી ટ્વિટર પર #Jawan ટ્રેન્ડ કરી રહ્યો છે. આ સાથે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ ‘જવાન’નો લીક થયેલો ડાયલોગ છે. જોકે, તપાસ કરતાં સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું હતું તો ચાલો જાણીએ શું છે આ ઓડિયો કલીપ વાયરલ થવાનું તથ્ય…

જવાન’ આ વર્ષે 2 જૂન, 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની ઝલક દર્શાવતા ગયા વર્ષે જૂન મહિનામાં આ ટાઇટલની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી શાહરૂખના ચાહકો આ એક્શન-થ્રિલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હજુ સુધી ફિલ્મનું ટીઝર અને ટ્રેલર આવ્યું નથી. પરંતુ આ દરમિયાન મંગળવારે સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ‘જવાન’નો ડાયલોગ ઓડિયો છે, જે લીક થયો છે. જ્યારે તથ્ય કંઈક અલગ જ છે.

આ ઓડિયોમાં શાહરૂખનો અવાજ સંભળાય છે, જેમાં તે નાટકીય અંદાજમાં કહે છે, ‘ઘોડે માર દિયે સભી, હાથી કો ભી ઢેર કર દિયા…પેદલ કો ભી નહિ છોડા… સબકો માટ દેકર સારે રાજા પહોંચે જહાં, બાજી તો વ્હા સે શુરુ હોતી હૈ | રાજાઓ કે બીચ મુકાબલા અભી બાકી હૈ…|

જો ખોટી માહિતી શેર કરવા વાળા લોકો હોય છે તો સાચી માહિતી શેર કરનાર ફેન્સ પણ મળી જ જાય છે ત્યારે ટ્વિટર પર જ કેટલાક યુઝર્સે આ દાવાઓનો પર્દાફાશ કર્યો હતો. આવા જ એક યુઝર @AhmedKhanSrkman એ આ ઓડિયોની સત્યતા જણાવતો એક વીડિયો પોસ્ટ કર્યો છે અને સ્પષ્ટતા કરી કે આ ઓડિયો વાસ્તવમાં 2011ના T20 વર્લ્ડ કપ માટે ટીવી કમર્શિયલનો એક ભાગ છે. તેણે પોતાના ટ્વીટમાં તે ટીવી જાહેરાત પણ શેર કરી છે.

અત્રે ઉલ્લખનીય છે કે ‘જવાન’માં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળશે. જ્યારે ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ, નયનતારા, પ્રિયમણી, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર, યોગી બાબુ, રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે.