Abtak Media Google News

દરરોજના કેસ એક હજારને પાર, સરેરાશ 100 લોકોના મોત

કોરોનાને કારણે થતા મૃત્યુદરમાં સતત વધારો થઈ રહ્યો છે. કેસ વધતા મોતનો આંકડો ગુજરાતમાં દરરોજ નવી સપાટી સર કરી રહ્યો છે. આ સંકટ વચ્ચે સરકાર હજુ આંકડા છુપાવી રહી હોવાના ચોતરફથી ઘણાં આક્ષેપ થઈ રહ્યા  હતા. ચોતરફ ગુજરાત હાઈકોર્ટે પણ ધ્યાન દોરી સરકારને સાચી હકીકત રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. આ મુદ્દે તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે આંકડા છુપાવવા જેવું કંઈ નથી. સરકાર હકીકત છુપાવી રહી નથી. પરંતુ “સરકારી” મજબૂરી છે. અમે આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ જ આંકડાઓ રજૂ કરી રહ્યા છીએ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતરી આપતા જણાવ્યું  કે દરેક મૃત્યુની તપાસ ડેથ ઓડિટ કમિટી દ્વારા જ કરવામાં આવે છે. જે નિયમોનુસાર જ છે. તેમણે કહ્યું કે હા,અમે માનીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં મૃત્યુ વધ્યા છે. દેશભરમાં કોવિડ મૃત્યુદરમાં વધારો નોંધવામાં આવ્યો છે. કોવિડ મૃત્યુની નોંધણીની પદ્ધતિ નિયત કરવામાં આવી છે. આઈસીએમઆર સિસ્ટમનું ગુજરાત સહિત તમામ રાજ્યો તેનું પાલન કરી રહ્યા છે. અન્ય રાજ્યોમાં પણ અન્ય ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના મોતની નોંધ કોવિડ મૃત્યુ તરીકે થતી નથી. અને ગુજરાતમાં પણ આમ જ થઈ રહ્યું છે તો કેવી રીતે કહી શકાય કે સરકાર આંકડા છુપાવી રહી છે ?? પણ સરકારની પણ મજબૂરી છે.

જણાવી દઈએ કે,  રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન વકરી રહી છે. દરરોજના કેસ 10 હજારની પાર થઈ ગયા છે .છેલ્લા 24 કલાકમાં 10, 340 કેસ નોંધાયા છે જ્યારે 110 લોકોના મોત થયા છે. ગુજરાતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 61,647 થઈ ગઈ છે.100 દર્દીઓની સંખ્યાની સરખામણીએ અમદાવાદ અને સુરત જિલ્લામાં દરેકમાં 28 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ રાજકોટમાં 11, વડોદરામાં 10, સુરેન્દ્રનગરમાં 7, જામનગરમાં 6, ગાંધીનગરમાં 5, ભરૂચમાં 3, બનાસકાંઠા, મહેસાણા, મોરબી, સાબરકાંઠામાં 2 2 મોત થયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.