Abtak Media Google News

ભારતમાં ધર્મને વધુ મહત્વ આપવામાં આવે છે. હિંદુઓ ભગવાનમાં માને છે તો મુસ્લિમ અલ્લાહમાં, ખ્રિસ્તી ઈશુ ભગવાનમાં વધુ વિશ્વાસ ધરાવે છે. ભક્તિ કરવી એ સારી બાબત કહેવાય પરંતુ એવીભક્તિ કરવી જેને લઈને તમે પોતાને જ નુકસાન પહોંચાડો એ યોગ્ય કહેવાય નહિ. આવી જ એક ઘટનાનો ગુજરાતનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વ્યક્તિ પોતાના ભક્તિભાવમાં હાથીની મૂર્તિ નીચે ફસાઈ જાય છે.

ભારતમાં લોકો પોતાની ઈચ્છાઓ મનોકામના પૂર્ણ કરવા માટે માનતા એટલે કે માનતા રાખતા હોય છે ત્યારે એવી માનતા જેનાથી આપણને જ નુકસાન પહોંચે તેવું તો ઈશ્વર પણ ઈચ્છાતા નથી. તે વ્યક્તિ પોતાની માનતા પૂરી કરવા હાથીની મૂર્તિની નીચેથી બહાર આવી રહ્યો હતો. પરંતુ મૂર્તિની નીચે જગ્યા એટલી ઓછી હતી કે માણસ તેની નીચે ફસાઈ ગયો.

તમે વીડીયોમાં જોઈ શકો છે કે આ વ્યક્તિ પોતાની મન્નત પૂરી કરવા મંદિર પરિસરમાં આવે છે. વીડીયો જોઇને એવું લાગે છે કે તે વ્યક્તિ ધાર્મિક વિધિ કરી રહ્યો હતો જ્યારે તે મૂર્તિની નીચે ફસાઈ ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે આ ભક્ત સ્ટ્રક્ચરમાંથી બહાર નીકળવા માટે પોતાના હાથ અને શરીરનો ઉપયોગ કરી રહ્યો છે. જેમ જેમ વીડિયો આગળ વધે છે તેમ, પૂજારી પણ તે માણસની મદદ કરતા જોઈ શકાય છે.

આ ભક્તિભાવ કે ગાંડપણ ??

ભગવાનની આરાધના કરવી એ સારી બાબત કહેવાય પરંતુ આ રીતે ભક્તિ કરવી અથવા તો માનતા આ પ્રકારની રાખવી એ સારી બાબત કહેવાય નહી. ઘણા મુલાકાતીઓ ભક્તને સૂચનો આપે છે, માણસ તેના શરીરને ફેરવવાની કોશિશ પણ કરે છે અને લોકો પણ મદદનો હાથ લંબાવતા હોય છે, પરંતુ તે માણસ અટવાયેલો રહે છે.

 

નોંધ: અબતક આ વીડીયોનો પુષ્ટિ કરતું નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.