Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: આજે 7માં વિશ્વ યોગ દિવસની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની સાંસ્કૃતિમાં યોગ આદિકાળથી ચાલ્યો આવે છે. ઋષિ-મુનિઓ પોતાની યોગ સાધનાથી શરીરને સ્વસ્થ રાખતા અને લોકોને પણ યોગ કરવાનું કહેતા હતા. આપણા શાસ્ત્રોમાં યોગના પ્રકાર અને તેના ફાયદા વિશે વિસ્તૃત વાત કરવામાં આવી છે. સમય જતા આધુનિક યુગમાં યોગની મહત્વત્તા ઓછી થતી ગઇ અને બિમારીઓનું પ્રમાણ વધતું ગયું. જો કે ફરી યોગના માધ્યમથી સ્વાથ્ય પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. યોગ એ કોઇ એક દિવસનો તહેવાર નહીં પરંતુ સાધના છે જેનો લાંબાગાળે અદભૂત ફાયદો થાય છે.

જમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે હા… પાણીમાં યોગ. સાબરકાંઠાના હિંમતનગરના ૬૧ વર્ષિય મહેન્દ્રસિંહ રાજપુત સ્વીમીંગ પુલમાં યોગ કરીને બધાને ચકિત કરી નાખે છે. તમામ પ્રકારના યોગ પાણીમાં કરે છે.

Yogaમહેંદ્રભાઇ જણાવે છે કે, હું બાળપણથી જ જમીન પર જ યોગ કરતો હતો, પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી હિંમતનગરમાં સ્વીમીંગ પુલ ચાલુ થયો ત્યારથી હું સ્વીમીંગ કરવા આવતો હતો. મેં દંતકથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યુ હતુ કે આપના ઋષિઓ યોગ કરતા હતા. મને વિચાર આવ્યો કે હું પણ પાણીમાં યોગ કરૂ અને મે પાણીમાં યોગ કરવાનુ શરુ કર્યું. મને પાણીમાં યોગ કરવાથી મજા આવે છે અને મન પણ પ્રફુલિત થાય છે. મારી સાથે રહિને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે.

આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠીન છે પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે. અનેક લોકો મહેંદ્રસિંહને યોગ કરતા જોતા જ રહી જાય છે કારણ કે કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવુ એ આમ તો અશક્ય છે. મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ અશક્ય ને શક્ય કરવામાં સફળ નીવળ્યા છે અને કલાકો સુધી પાણીમાં રહીને આ યોગ કરી રહ્યા છે.

સાબરકાંઠાનો આ તાલુકો વેક્સીનેશન મામલે સૌથી આગળ,..

Yoga 1દુનિયામાં કંઈ પણ અશક્ય નથી તેવુ મહેન્દ્રસિંહ અને તેમના મિત્રોએ સાબિત કરી બતાવ્યુ છે. પાણીમાં કલાકો સુધી સ્થિત રહીને યોગ કરે છે. આ રીતે યોગ કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય સારુ રહે છે મન પ્રફુલિત્ત રહે છે. હાલ તો મહેન્દ્રસિંહની પ્રેરણા લઈને અનેક લોકો યોગ કરતા શીખી રહ્યા છે અને બાળકોને પણ મહેંદ્રસિંહ યોગ શીખવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.