ગણ-સમુહ-દેવતાઓના ઈશ સ્વામી એટલે ગણેશ, વાંચો નામ પાછળનું મહત્વ

overview-of-shrinathji-tomorrow-at-the-ganesh-festival-organized-by-prince-youth-group
overview-of-shrinathji-tomorrow-at-the-ganesh-festival-organized-by-prince-youth-group

દુંદાળા દેવની ઉપાસનાથી શંકર-પાર્વતી પણ અભિભૂત થયા હતા: આજે પણ ગણપતિ સૌના લાગણીના પ્રતિક બની રહ્યાં છે

 

અબતક-રાજકોટ

શિવજીના પુત્ર અને રિધ્ધી-સિધ્ધીના પતિ તરીકે ગણેશ ભગવાન છે. ગણપતિનું વાહન ઉંદર છે. તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્ર્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહીં હોય તેટલા ગણેશજી છે. ગણપતિ આદિ દેવ ગણાય છે. જેમણે દરેક યુગમાં અવતાર લીધા હોવાનું જણાય છે. હિન્દુ સંસ્કૃતિમાં અને કોઇપણ પુજામાં ભગવાન શ્રી ગણેશજીને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. દરેક શુભકાર્યમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા અનિવાર્ય ગણવામાં આવે છે. દેવતાઓ પણ પોતાનું કાર્ય વિના વિધ્ને પૂરા કરવા માટે ગણેશજીની પૂજા-અર્ચના કરે છે. ગણેશ-ગણ-સમુહ-દેવતાઓના ઇશ સ્વામી એટલે ગણેશ. ગણનો અર્થ પાલનકર્તા પણ થાય મહર્ષિ પાણિનીના કથન અનુસાર ગણ એટલે અઢર વસુકેય આઠેય દિશા ગણપતિ અષ્ટ દિશાઓના સ્વામી છે.

તેમની રજા વગર એકપણ દિશાના દેવતા ઇચ્છિત ફળ આપી શકતા નથી. પ્રથમ ગણપતિનું પૂજન કરાય ત્યારબાદ દિશાઓના સ્વામીને પ્રવેશ મળે અને દશેય દિકપાલની પ્રસન્નતા અને આહવાન વગર એકપણ શુભાકાર્ય સિધ્ધ થતું નથી. એથી ગણપતિની પ્રથમ પૂજા કરવી અનિવાર્ય છે. શાસ્ત્રમાં કહે છે ‘ગણના જીવજીતાનાય: ઇશસ ગણેશશાસ્ત્રોમાં પાંચ તત્વોના અલગ-અલગ અધિપતિ નક્કી કરવામાં આવ્યા છે. પૃથવી તત્વના ભગવાન શિવજી, જળતત્વના ગણેશજી, અગ્નિતત્વના શક્તિ, વાયુ તત્વના સૂર્ય અને આકાશ તત્વના અધિપતિ ભગવાન વિષ્ણુ છે અને એટલે જ ભગવાન પશુપતિનાથ પાર્થીવરૂપે પુજાય છે. આકાશ તત્વના વિષ્ણુની પુજા શબ્દો દ્વારા કરાય છે. અગ્નિતત્વની શક્તિ યજ્ઞ દ્વારા પૂજાય છે. વાયુ તત્વના સૂર્યન નમસ્કાર દ્વારા પ્રસન્ન કરાય છે. જ્યારે જળતત્વના અધિપતિ ગણશે. અગ્નિ સોમથી જ આ સૃષ્ટિની ઉત્પતિ થઇ સૃષ્ટિના આરંભે જળ જ હતું અન્ય કશું નોતુ અત:સ્વાભાવિક પણે સિધ્ધ થાય કે જળયાને જીવન તત્વ એવા પ્રથમ ગણપતિનું પૂજન અર્ચન વંદન કરાય.

વાસ્તવમાં ગણપતિ-ગજાનન આદિ અનંત, સર્વવ્યાપી સર્વજ્ઞ હોવાથી ભગવાન શિવજીના લગ્નમાં પણ પ્રથમ ગણેશની પૂજા કરાય છે. જેથી એમાં કાળ કે મર્યાદા મંગને કોઇ અવકાશ નથી. આનો સમય-સમય પર ‘ઇશ’ના અવતરણનો આતો માત્ર લીલા વિસ્તાર છે. આ સિવાય પણ ગણેશજીના પ્રથમ પૂજનની પર્યા થતા સિધ્ધ કરતી શાસ્ત્રોમાં અનેક કથાઓ કહેવામાં આવી છે.