Abtak Media Google News

ધોરાજીમાં જુના ઉપલેટા રોડ પર આવેલ યુનિયન સ્પોર્ટ્સ કલબ પાસે નવાજ આસિફભાઈ દસાડીયા રે.ઉપલેટા રોડ નળીયા કોલોની નેશનલ મિલ સામે ધોરાજી વાળો પોતે કોઈપણ આધાર પુરાવા વગર પોતાની પાસે લાયસન્સ ન હોવા છતાં જુના મોટરસાઈકલો લે-વેચ નો ધંધો કરે છે તેવી બાતમીને આધારે જે જગ્યાએ તપાસ કરતા  ઈસમ મળી આવેલ જેને પોતાની પાસે રહેલ વાહનો બાબતે પૂછપરછ કરતા વાહનો ને લગતા કાગળો ન હોવાનું જણાવતા મજકુર પાસેથી પાંચ જુદીજુદી કંપનીના મો.સા તથા બે મો.સાની ચેસીસ મળી આવેલ જે તમામ મુદ્દામાલની કિંમત રૂ.૩૯,૦૦૦/- ગણી સી.આર. પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે લીધેલ છે અને ઇસમને સી.આર. પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ધોરાજી પો.સ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

નવાજ આસિફભાઈ દસાડીયા (ઉવ.૨૫ ધંધો.ભંગારનો રે.ઉપલેટા રોડ નળીયા કોલોની નેશનલ મિલ સામે ધોરાજી) વાળો પકડાતા તેમની પાસેથી કાળા કલર નુ બજાજ કંપની નુ પલ્સર ૧૩૫સીસી મો.સા. કિ.રૂ. ૧૫,૦૦૦,  સીલ્વર કલર નુ સીબીઝેડ મો.સા. કિ.રૂ.૭,૦૦૦/-  એક કાળા કલર નુ હિરો હોંડા કંપની નુ સીડી ડોન મો.સા. કિ.રૂ.૫,૦૦૦/- એક કાળા કલર નુ બજાજ કંપની નુ પલ્સર ૧૫૦સીસી મો.સા. ૫,૦૦૦/-  એક યામાહા કંપની નુ લીબેરો મો.સા.૫,૦૦૦/-  એક કાળા કલર ની મો.સા.૧,૦૦૦/- એક કાળા કલર ની મો.સા. ૧,૦૦૦/- તથા  કુલ રૂ.૩૯,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ છે. આ કામગીરીમાં  એમ.એન.રાણા  પો.ઇન્સ. એસ.ઓ.જી.આર.આર. વિજયભાઈ ચાવડા, જયવીરસિંહ રાણા, સંજયભાઈ નિરંજની, ધર્મેન્દ્રભાઈ ચાવડા, રણજીતભાઈ ધાધલ, સાહિલભાઈ ખોખર વિગેરે તથા એસ.ઓ.જી સ્ટાફ સાથે રહ્યો હતો.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.