Abtak Media Google News

રોડ – રસ્તા, લાઈટ ચાલુ થઈ જતાં ગ્રામજનો તથા રાહદારીઓને ખુબ જ રાહત

તાજેતરમાં લોધીકા તેમજ પડધરી તાલુકામાં પુષ્કળ વરસાદ પડેલ અને તેમાં રોડ- રસ્તાનું ખુબ જ ધોવાણ થયેલ અને લાઈટના થાંભલાઓ પડી ગયેલ અને અંધારપટ છવાય ગયેલ અને બન્ને તાલુકાના ગામડાઓ રાજકોટ શહેરથી વિખુટા પડી ગયેલ હોય તેવી પરીસ્થિતિ ઉભી થયેલ તેવા સમયે ઈશ્વરીયા ગામના યુવા સરપંચથી રોહીત ચાવડાની આગવી સુઝ- બુઝને કારણે રોડ, રસ્તા ત્થા જીઈબી સહીતના અધિકારીઓ સાથે તાલમેલ મીલાવીને યુધ્ધના ધોરણે કામગીરી કરાવેલ છે.

પડધરી તાલુકાનું ઈશ્વરીયા ગામ શહેરને અડીને આવેલ અને વિકાસશીલ ગામ છે અને તેનો રોજબરોજની ખરીદી રાજકોટ શહેરમાંથી જ થાય છે અને વર્ષોથી તેવોને રાજકોટ શહેર આવવું હોય તો તેને જામનગર રોડ થઈને અથવા કાલાવાડ રોડ ફરીને આવવું પડતું હતું પરતું સરપંચ સહીતના ગ્રામજનોની રજુઆતોને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા રુડાના ગામડાઓને શહેર સાથે જોડવા માટે જુદા – જુદા એપ્રોચ રોડ બનાવેલ અને તેમાં રાજકોટ શહેરને ઈશ્વરીયા સાથે જોડવા માટે યુર્નીવસીટી અને મુંઝકા થઈને સીધા જ ઈશ્વરીયા ગામ પ્હોંચે તેવો રસ્તો બનાવેલ, નદી ઉપર પુલ બનાવેલ અને ઈશ્વરીયા ગામ લોકોનો રાજકોટ શહેરને જોડતો 100 ગાઉનો ફેરો સાવ ટુંકો કરી નાખેલ.

ઈશ્વરીયા ગામના યુવા સરપંચ અને તેમની ટીમએ રાતોરાત સરકારી કચેરીઓ, જિલ્લા પંચાયત સહીત સાથે સંપર્ક કરીને યુધ્ધના ધોરણે કામ ચાલુ કરી દીધેલ અને અનેક ટ્રકો માટી રેતી, કપસી ભરી પુલ રીપેર કરી રસ્તો ચાલુ કરી દીધેલ છે. ગામના સુત્રોના જણાવ્યા મુજબ જીઈબી સાથે સરપંચ રોહીતભાઈ ચાવડાના સંબંધ અને સંપર્કના કારણે રતોરાત લાઈટ ચાલુ કરાવી દીધેલ અને આજુબાજુના ગામો અને પડધરી-લોધીકા તાલુકામાં સૈાપ્રથમ ઈશ્વરીયા ગામમાં લાઈટ ચાલુ થયેલ અને રોડ રસ્તા, લાઈટ ચાલુ થઈ જતાં ગ્રામજનોને ખુબ જ રાહત થયેલ અને ઈશ્વરીયા ગામની સાથે સાથે ઢોકળીયા અને ખંભાળા ગામમાં પણ લાઈટ વિગેરે ચાલુ કરવામાં આવેલ છે તે બદલ ઈશ્વરીયા, ઢોકળીયા ત્થા ખંભાળા ગ્રામ પંચાયતે પીજીવીસીએલના અધિકારીઓનો ખુબ આભાર માનેલ છે.

સાથે સાથે સરપંચ ચાવડા દ્વારા ઈશ્વરીયા ગામના ખેડુતોને જે નુકશાન થયેલ છે તે સરકારી અધિકારીઓ સાથે સંપર્ક કરીને તાત્કાલીક ખેડુતોને સહાય મળે તેવું પણ પ્લાન કરી રહયા છે અને ખેડુતોને કોઈ અન્યાય થવો ન જોઈએ તેવી રજુઆતોનો દોર ચલાવેલ છે. આ તમામ કામગીરી બદલ ઈશ્વરીયા ગામના લોકોએ સરપંચ રોહીતભાઈ ચાવડા તથા તેની ટીમ ત્થા સરકારી અધિકારીઓનો ખુબ આભાર માનેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.