Abtak Media Google News

વર્ષ 2015માં સ્થાપિત કરાયેલા એસ્ટ્રોસેટ નામના દૂરબીને સમગ્ર ઘટના કરી કેદ

એસ્ટ્રોસેટ એ વર્ષ 2015થી અવકાશમાં ભારતના પ્રથમ ખગોળશાસ્ત્ર મિશનનું દૂરબીન છે જે અવકાશી ઘટનાઓ પર નજર રાખે છે. આ દુરબીને 500મી વખત બ્લેક હોલના જન્મનો દુર્લભ વિડીયો બતાવ્યો છે.

પૂણે સ્થિત અવકાશી સંશોધન સંસ્થા ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઇયુસીએએ)એ આ વિડીયોને ઇસરોની દુર્લભ સિદ્ધિ ગણાવી છે.

બ્લેક હોલ એવી વસ્તુ છે જેનું ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત છે કે પ્રકાશ પણ તેની આરપાર નીકળી શકતો નથી. બ્લેકહોલ વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ દ્વારા સઘન તપાસનો વિષય છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો તેની રચનાનો અભ્યાસ કરી રહ્યા છે.

જ્યારે અવકાશગંગામાં ગામા કિરણો આધારીત તારાઓનું મોત થાય છે ત્યારે ખરતા તારાનો વિસ્ફોટ એટલો શક્તિશાળી હોય છે કે તેને ’મીની બિગ બેંગ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના જ્યારે બને છે ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં પ્રકાશ અને ઉચ્ચ-ઉર્જા રેડિયેશનના કિરણોનો સંચાર થાય છે.

ગામા-રે બર્સ્ટ્સ (જીઆરબી) બનવાની બીજી રીત બે ન્યુટ્રોન તારાઓની અથડામણ છે. જે પ્રકારની ઘટનાઓ ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન કરે છે. ખગોળશાસ્ત્રીઓ વિસ્ફોટો અને બ્લેક હોલની રચનાને વધુ સારી રીતે સમજવા માટે આવા વિસ્ફોટોમાંથી ગામા-કિરણો અને એક્સ-રેનો અભ્યાસ કરે છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) દ્વારા સપ્ટેમ્બર 2015માં લોન્ચ કરાયેલ એસ્ટ્રોસેટ એ વિશ્વના સૌથી સંવેદનશીલ અવકાશ ટેલિસ્કોપમાંનું એક છે. જેમાં પાંચ સાધનોનો સમાવેશ થાય છે જે અલ્ટ્રાવાયોલેટ, ઓપ્ટિકલ અને એક્સ-રે રેડિયેશનમાં બ્રહ્માંડનો એક સાથે અભ્યાસ કરી શકે છે.

ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આમાંનું એક સાધન કેડમિયમ ઝિંક ટેલ્યુરાઇડ ઇમેજર (સીઝેડટીઆઈ) છે. જેણે હમણાં જ પાંચસોમી વખત બ્લેક હોલના જન્મનું અવલોકન કર્યું છે. આઇયુસીએએના પ્રોફેસર દીપાંકર ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.