Abtak Media Google News

પ્રદેશ ભાજપ મીડિયાના પ્રવક્તા હિતેન્દ્રભાઈ કનોડિયા અને સહપ્રવક્તા જુબિન આસરાએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી

અબતક, રાજકોટ

પ્રદેશ ભાજપ મીડિયા કમિટીના પ્રવક્તા હિતેન્દ્રભાઈ કનોડિયા અને સહપ્રવક્તા જુબિન આસર રાજકોટની મુલાકાતે આવ્યા હતા, પત્રકાર મિલન નું આયોજન કર્યું હતું જેમાં તેઓએ રાજકોટને જે ઉદભવતા પ્રશ્નો છે તે અંગે માહિતી મેળવી હતી. શકે મીડિયા પ્રવક્તા હીતેન્દ્રભાઈ કનોડીયા ની સાથે સહ પ્રવક્તા જુબિન આસરાએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરી હતી. હિતુભાઈ કનોડિયાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ પ્રદેશપ્રમુખ સી આર પાટીલ દ્વારા એક નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જ્યાં પ્રદેશ ભાજપ મીડિયા ટીમ દરેક જિલ્લામાં જઈ પ્રશ્નો છે તે અંગેની માહિતી જે તે જિલ્લાના પત્રકારો પાસેથી મેળવશે. મુખ્ય કારણ એ છે કે કોઈપણ સ્થિતિ અંગેની સંપૂર્ણ માહિતી મીડિયા પાસે હોય છે અને મીડિયા ચોથી જાગીર પણ છે.

Dsc 2213

બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મુદ્દે પણ પ્રદેશ ભાજપ મીડિયાના સહ પ્રવક્તા જુબિન આસરાએ જણાવ્યું હતું કે, આ માધ્યમ થકી ઘણી એન્ટી સોશિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેના ઉપર અંકુશ લાવવો ખૂબ જરૂરી અને અનિવાર્ય છે. આ કાર્યો માટે પક્ષની સાથોસાથ મીડિયા નો સાથ અને સહકાર હોવો એટલો જ જરૂરી છે.

હાલ ભાજપમાં જે આંતરિક વિખવાદો જોવા મળી રહ્યા છે તે મુદ્દે પણ મીડિયા પર વક્તાઓએ માહિતી આપતાં જણાવ્યું કે હાલ ભાજપ મીડિયા સાથે નો સંવાદ નિયમિત રાખશે અને જે પ્રશ્નો ઊભા થતા હોય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી નિયત સમયમાં જ તેનું નિવારણ લાવવા માટે કાર્ય કરશે.

હાલ પ્રેસ અને પક્ષ વચ્ચે વિશ્વાસ હોવો જોઈએ તેમાં ઘણા ખરા અંશે ઘટાડો પણ નોંધાયો છે. ત્યારે આવનારા સમયમાં આ સ્થિતિ ન ઉદ્ભવે તે માટેના તમામ પ્રયત્નો અને તમામ તકેદારી પક્ષ દ્વારા રાખવામાં આવશે અને પ્રજાનો જે ભરોસો છે તેને યથાવત રખાશે. અબતકની મુલાકાતે આવેલા ભાજપ મીડિયા કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હવે તેઓ રાજ્યના દરેક જિલ્લે પ્રવાસ ખેડશે અને સૂચનો ની સાથે પ્રશ્નોનું નિવારણ લાવશે.Dsc 2206

બીજી તરફ જીતુભાઈ કનોડિયા એ જણાવ્યું હતું કે હવે ભાજપ પક્ષના જે ઉપયોગી ડેટા પ્રજાના હિત ના લેવામાં આવશે તે તમામ મીડિયા અને પ્રજા સમક્ષ પહોંચાડવામાં આવશે અને હવે પર્સનલ એટલે કે વ્યક્તિગત સ્તરે દરેક સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. મુલાકાતે આવેલા હિતેન્દ્રભાઈ કનોડીયા, જુબિન આસરા સહિતની આવેલી ટીમે અબતકની કામગીરીને બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.