જગતનું ઝેર પચાવી જે અમૃતના પાન કરાવે તે ગુરૂ હોય છે

dharmik
dharmik

આચાર્યપદની ગરિમાને મુઠ્ઠી ઉંચેરી કરતાં અવિસ્મરણીય દ્રશ્યો સર્જાયા શ્રી હિંગવાલા સંઘમાં

ઘાટ કોપરના શ્રી વર્ધમાન સનકવાસી જૈન સંઘ હિંગવાલાલેનના આંગણે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂજય શ્રી ભાવચંદ્રજી સ્વામી તેમજ ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ચાલી રહેલી ત્રિદિવસીય આચાર્ય વાંચના શ્રેણીના દ્વિતીય દિવસે વહેલી જ્ઞાનગંગાએ ઉપસ્તિ સમુદાયના હૃદયને ભાવ-ભક્તિી ભીંજવી દીધા હતા.

મુંબઈના સમગ્ર સનકવાસી જૈન સમાજને ગૌરવ બક્ષતાં આ અવસરે એક જ સનમાં, અલગ અલગ સંપ્રદાયના બે મહાન સંતોએ એક ઈને પરમાત્માના જ્ઞાનનો આસ્વાદ કરાવતાં વાસ્તવિકતામાં પ્રભુના વારસદાર હોવાી સાક્ષી પૂરી હતી.

આ અવસરે આચાર્ય પૂજય શ્રી ભાવચંદ્રજી મહારાજ-સાહેબે ગુ‚ અને વિનયવાન શિષ્યની વાસ્તવિક પરિભાષાઓ આપતા સમજાવ્યું હતું કે, જગતનું ઝેર પચાવીને પણ જે જગતને અમૃતના પાન કરાવે છે તે ગુ‚ હોય છે. અને એવા ગુ‚માં માનવ નહીં પરંતુ પરમાત્મા સ્વ‚પને જે શિષ્ય નિહાળે છે તે વિનિત શિષ્ય હોય છે. કેમ કે, વિનય એ માત્ર બહારની પ્રક્રિયા કે આડંબરનો વિષય ની હોતો પરંતુ જીવનના તાણાવાણામાં વણાઈ જાય તે ખરો વિનય હોય છે.

ગુ‚-શિષ્યની ઓળખ આપતાં આવા સતબોધને વહાવ્યા બાદ પૂજય આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત પૂજયશ્રીને ધર્મબોધ ફરમાવવાની આજ્ઞા કરી હતી જેનો સવિનય સ્વીકાર કરીને રાષ્ટ્રસંત પૂજયશ્રીએ અત્યંત મધુરવાણીમાં દશાશ્રુતસ્કંધ સૂત્ર આધારિત આચાર્યની વિશિષ્ટતાઓ પર સુંદર વર્ણન કરતાં સહુ લીન-તલ્લીન બની ગયા હતા. જે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને પૂર્વમાં જ જાણીને શિષ્યને ઘાતમાંી ઉગારવાની તક આપે તે આચાર્ય હોય છે એવું કહેતા રાષ્ટ્રસંત પૂજયશ્રીએ વધુમાં સમજાવ્યું હતું કે, શિષ્યના વિનયના કારણે જો ગુ‚ના ચહેરાની રેખાઓ બદલાઈ જાય તો શિષ્યના સમગ્ર જીવનની પરિસ્િિતઓ બદલાઈ જતી હોય છે. જે ગુ‚ શિષ્યની લાયકાતની ચિંતા કરતાં પણ વધારે એની લાગણીની ચિંતા કરતા હોય તે ગુ‚ કદી પણ ગુ‚ પદને યોગ્ય ની હોતા કેમ કે લાગણીની ચિંતામાં અવગુણોનું પોષણ તું હોય છે જે કયારેય શિષ્યના આત્મ માટે હિતકારી ની હોતું.

આ અવસરે સમસ્ત ઘાટકોપરમાં બિરાજમાન વિવિધ સંપ્રદાયના ૫૦ ી પણ વધુ સાધ્વીવૃંદે ઉપસ્તિ રહીને અવસરની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી. ઉપરાંતમાં ઘાટકોપરના સાત સનકવાસી જૈન સંઘોએ પણ પોતાના સંઘમાં પ્રવચન બંધ રાખીને શ્રી હિંગવાલા સંઘમાં ઉપસ્તિ રહેતાં સંઘ ભાવના અને એકત્વની ભાવનાના સુંદર દર્શન કરાવ્યાં હતા. પૂજય મહાસતીજીઓના શ્રીમુખેી સુંદર ગીત અને અહોભાવિત શબ્દો દ્વારા ગુરુજનો પ્રત્યે અહોભાવની અભિવ્યક્તિ કરવામાં આવી હતી.