Abtak Media Google News

૨+૨+૨= કેટલા??

ગુજરાત માધ્યમ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધો.૧૦ની પરીક્ષામાં ૮૫૦ વિર્દ્યાથીઓ એક આંકડાનો સરવાળો કરવામાં પણ ફેઈલ યા છે. પરીક્ષામાં ૫૦ માર્કના ઓએમઆરમાં ૪૦ થી ૪૯ માર્કસ લાવનાર વિર્દ્યાીઓ લેખીત પરીક્ષામાં ૦ થી ૩ માર્કસ લઈ આવતા સમૂહ કોપીની શંકા ઉભી ઈ હતી.

આ શંકાના પગલે ૧૦૦ જેટલા વિર્દ્યાીઓને બોલાવ્યા હતા અને ૨+૨+૨= કેટલા થાય તેવો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. પરંતુ આ તમામ વિર્દ્યાીઓ આ પ્રશ્ર્નનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગયા હતા. ગુજરાતના શિક્ષણની આ એક વરવી વાસ્તવિકતા બહાર આવી છે જેમાં ધો.૧૦માં ભણતા વિર્દ્યાીઓ એક આંકડાનો સરવાળો કરવામાં પણ નિષ્ફળ ગયા છે.

આ ઉપરાંત આવા માત્ર ૧૦૦ વિર્દ્યાીઓ ની પણ ૮૫૦ વિર્દ્યાીઓ બહાર આવ્યા છે જેઓનું રિઝર્ટ કેન્સલ કરવામાં આવ્યું છે. આ વિર્દ્યાીઓ દાહોદ, મહિસાગર, તાપી સહિત સૌરાષ્ટ્રના પણ છે. આ પરિસ્થિતિના  કારણે ગુજરાતને નબળુ શિક્ષણ છતુ થઈ રહ્યું છે. અગાઉ પણ માસ કોપીના બનાવો બન્યા છે પરંતુ ૮૫૦ વિર્દ્યાથીઓને સામાન્ય સરવાળો પણ આવડતો ન હોય તે ખરેખર ગુજરાત માટે લાંચનરૂપ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.