Abtak Media Google News

ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલા યોગ સિધ્ધિના બળે 1400 વર્ષ જીવ્યા હતા. મૃત્યુને તેઓએ 14 વખત પાછુ ઠેલવ્યું હતુ. તેઓ સિધ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. તેઓએ જ્ઞાનેશ્વરની કિર્તી સાંભળી ચાંગદેવ જ્ઞાનેશ્વર માટે મત્સર (ઈર્ષા) કરવા લાગ્યા કે આ બાળક શું મારા કરતા પણ વધ્યો?

તે વખતે જ્ઞાનેશ્વરની ઉમર માત્ર 16 વર્ષની હતી.

ચાંગદેવને જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઈચ્છા થઈ પણ પત્રમાં સંબોધન શું કરવું? જ્ઞાનેશ્વર પોતાની ઉંમરમાં પોતાનાથી નાના માત્ર 16 વર્ષના હતા. એટલે પૂજય તો કેમ લખાય?

Sant Changdev વળી આવા મહાજ્ઞાનીને ચિરંજીવી પણ કેમ લખાય? આવી ભાંજગડમાં જ તે પત્રની શરૂઆત પણ ના કરી શકયા તેથી તેમણે કોરો પત્ર જ્ઞાનેશ્વરને મોકલ્યો.

મુકતાબાઈએ (જ્ઞાનેશ્વરના બહેન) પત્રનો જવાબ લખ્યો તમારી 1400 વર્ષની ઉંમર થઈ પરંતુ 1400 વર્ષે પણ તમે કોરાને કોરા જ રહ્યા. ચાંગદેવને થયું કે, હવે તો જ્ઞાનેશ્વરને મળવું જ પડશે. ચાંગદેવે પોતાની સિધ્ધિઓ બતાવવા તેણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી અને જ્ઞાનેશ્વરને મળવા ઉપડયા. જ્ઞાનેશ્વરને કોઈએ કહ્યું કે, ચાંગદેવ વાઘપર સવારી કરી તમને મળવા આવે છે. જ્ઞાનેશ્વરને થયું આને સિધ્ધિઓનું અભિમાન છે. તેમને બોધપાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું સંત મળવા આવે એટલે તેનું સ્વાગત કરવા સામે તો જવું જ જોઈએને?

તે સમયે જ્ઞાનદેવ ઓટલા પર બેઠા હતા તેમણે ઓટલાને ચાલવા કહ્યું અને પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો. ઓટલાને સામેથી ચાલતો આવતો જોઈ ચાંગદેવનું અભિમાન પીગળી ગયું.

ચાંગદેવને થયું કે મેતો આ હિંસક પશુને વશ કર્યા છે. ત્યારે આ જ્ઞાનેશ્વરમાં તો એવી શકિત છે કે તે જળને પણ ચોળીબતાવી શકે છે.તેઓ બન્ને નો મેળાપ થયો અને ચાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા. જેથી આ દ્રષ્ટાંત વિશેષમાં બતાવે છે કે હઠયોગથી મનને વશ કરવા કરતા પ્રેમથી મનને વશ કરવું ઉતમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.