Abtak Media Google News
  • ઓન લાઇનમાં ઘણા ફોેડના કિસ્સા જોવા મળે છે: સારી નસલની વિદેશી બર્ડ – ડોગની પ્રજાતિ વિકસાવવા સરકારી સહયોગ જરૂરી: સરકારી મંજુરી – લાયસન્સ હોવા છતાં, ખોટી કનડગતને કારણે બ્રિડરો ખુલીને સામે આવતા ડરે છે
  • વિદેશી પક્ષી પાળી શકો અને તેનું સંવર્ધન પણ કરી શકો: ઇન્ડિયન ફોરેસ્ટની પરિવેશ એપમાં રજીસ્ટ્રેશન કરાવવું જરુરી: હાલ ચેન્નાઇ, બેંગલોર જેવા મોટા સીટીમાં શ્વાન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ છે.

10 Best Friendly Pet Bird Species — Best Birds For Family Pets

માનવી પ્રાચિત કાળ પશુ-પંખી પાળતો આવ્યો છે. બદલાતા યુગે નવી નવી પ્રજાતિ પણ આવતી ગઇ લોકો ડોગ – બર્ડ બાદ હવે કેટ અને ફિશ પાળવાનો પણ ક્રેઝ વધવા લાગ્યો છે. વન્ય ધારા મુજબ આપણે આપણા લલા પોપટ કે અન્ય બર્ડ રાખી શકતા નથી. પાળવાની મનાઇ છે. ત્યારે વિદેશી (એકઝોટીક) બર્ડનો ક્રેઝ દિનપ્રતિદિન વધતો જાય છે. આજે શ્વાન લોકો બહુ પાળે છે. જેમાં નાની ટોય બ્રીડ સાચવવા અને તેની કેર સાથે સરળ હોવાથી લોકો વધુ પાળે છે. લાખેણા મોટી બ્રિડના શ્વાન પણ લોકો પાળી રહ્યા છે.

400 ગ્રામથી શરુ કરીને 1ર0 કિલોના કદાવર ડોગ હાલા ડોગલ વર પાળે છે. ડોગ ઉપરાંત વિદેશી નાના બર્ડથી લાખેણી કિંમતના મકાવ જેવા મોટા પોપટ પણ પાળી રહ્યા છે તો માછલીઓ અને વિદેશી બિલાડી પણ પાળી રહ્યા છે. આટલા બધા લોકો પાળી રહ્યા છે તો આ બધાના બચ્ચા આવે કયાંથી તે પ્રશ્નોનો જવાબ છે. બ્રિડરો આ બ્રિડર સારી નસલની પેર રાખીને બચ્ચાનો ઉછેર કરીને પછી તે સેલ કરે છે.

What Are The Main Reasons For Pets To Shed - The Cat And The Dog

અમુક લોકો શેરીના ડોગ પણ પાળે છે પણ વિદેશી નશલના જર્મન શેફર્ડ, લે બ્રાડોર, ગોલ્ડન રીટરીવર, હસ્કી, ગ્રેટડેન, ડાલ્મેશિયન, ડોબરમેન, પગ જેવી પ્રજાતિના શોખીનો વઘ્યા છે. બર્ડમાં પણ બજરીગર, લવબર્ડ, કનુર, કાઇટ આફ્રિકનગ્રે અને મકાઉ જેવા પક્ષીઓ પાળી રહ્યા છે. વિદેશી બર્ડ પાળવામાં કોઇ બંધન હોતું નથી. પણ તેનું ઇન્ડિયન ફોરેસ્ટની પરિવેશ સાઇટ પરથી રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે. આમાં કોઇપણ જાતની ફિ ભરવાની હોતી નથી. એક બર્ડ હોય તો ફ્રિ રજીસ્ટ્રેશન કરાવી લેવું જરુરી અને ફરજીયાત છે.

ગુજરાત સરકારના પશુ વિભાગનું કાર્ય કરતી કચેરીમાંથી ડોગ- કેટ બ્રિડરો સાથે પેટ શોપ વાળાએ નિયત સરકારી ફિ ભરીને રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. જેમાં જગ્યા, બર્ડ, ડોગની માહિતી, તેની જાળવણી, વિકલી મેડીકલી તપાસ સાથે જન્મ-મરણનું રજીસ્ટર નિભાવવું જરુરી છે. ચેન્નાઇ અને બેંગ્લોરમાં ડોગનું રજીસ્ટ્રેશન ફરજીયાત છે., આગામી દિવસોમાં બધા શહેરોમાં પણ આ નિયમ આવી જવાનો છે. ડોગ – કેટ – બર્ડના માલિકો પણ રજીસ્ટ્રેશનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે. પેશ શોપ કે બ્રિડરો પાસે આવા સરકારી લાયસન્સ અને મંજુરી હોવા છતાં અમુક કહેવાતી સંસ્થાઓ કનડગત કરતાં હોવાથી સારા બ્રિડરો બહાર આવતાં જ નથી કે ડરે છે.

Looking For The Friendliest Pet Birds: Here'S Our Top 15 -

આપણાં દેશમાં વિદેશ પંખીઓ, શ્ર્વાનો તથા કેટની સારી બ્લડ લાઇનને શ્રેષ્ઠ બ્રિડ સંવર્ધન થાય તે માટે મોંથી વિશેષ દરકાર આ બ્રિડરો લેતા હોય છે. ત્યારે વિવિધ કનડગતને કારણે લોકો હવે બધી જ પ્રકારના લાયસન્સ – મંજુરી લઇને આવું નિયમાનુસાર કાર્ય કે પક્ષી સંવર્ધન કે ડોગની વિવિધ બ્રિડ વિકસાવી રહ્યા છે. હાલ રાજકોટ – અમદાવાદ- સુરત – બરોડા – જામનગર – ભાવનગર – જુનાગઢ – સુરેન્દ્રનગર જેવા મોટા શહેરમાં સ્ટાન્ડર્ડ પેટ શોપ સાથે તેની મેડિકલી સારવાર માટે અદ્યતન દવાખાના સાથે નાના મોટા ઓપરેશન સોનોગ્રાફી, એકસરે કે બ્લડ ગ્રુપ કે લોહી  ચડાવવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. અમુક શહેરોમાં તો ડોગના બ્યુટી પાર્લરો પણ ખુલ્લા છે જયાં નેઇલ, હેરકટ ની સાથે ટબ બાથનો આનંદ શ્વાન માણે છે.

સરકાર તરફથી આવા બ્રિડરોને પુરતો સહયોગ મળતો નથી. તેમજ કહેવાતી એન.જી.ઓ પણ હેરાન કરવામાં કરસ છોડતા નથી. હાલમાં આપણાં ગુજરાતમાં 10 હજારથી વધુ નાના મોટા બ્રિડરો છે. રાજકોટમાં પણ 500 જેટલા ડોગ- બર્ડ કેટના બ્રિડરો છે. તમારે કોઇ પેટ પાળતું હોય તો આવા બ્રિડરો જ સાચું માર્ગદર્શન આપી શકે છે. ઓન લાઇનમાં બ્રિડ મંગાવવાથી ફ્રોડ થવાની શકયતા વધી જાય છે. તમને બતાવે બીજું ને મોકલે બીજું જેથી દર માસે બે-ત્રણ છેતરપીંડીના બનાવો બની રહ્યા છે.

14 Animals That Are Surprisingly Legal To Own As Pets In The Us

 

હાલ પક્ષી સંવર્ધન સાથે વિવિધ બર્ડ બ્રિડ વિકસાવવામાં બ્રિડરો દિવસ-રાત મહેનત કરતાં હોય છે. બજરીગર, લવબર્ડ, કોકટેઇલ, સનકનુરની 6 થી 7 બ્રીડ, મકાઉ, આફ્રિકન ગ્રે, ફ્રિન્ચ, જાવા, ગોલ્ડિયન, આઉલ, જીબ્રા અને કેનરી જેવા બર્ડનું બ્રિડીંગ થાય છે. ઇન્ડુ આવ્યા બાદ ર0 થી રપ દિવસ સેવ્યા બાદ બચ્ચાનો જન્મ થાય છે. હેન્ડ ટ્રેઇન્ડ કરવા બચ્ચાને બહાર કાઢવા પડે છે. એક માસ બાદ મા-બાપથી બચ્ચાને અલગ કરીને મીનીમમ દોઢ મહિનો હેન્ડ ફિડીંગ કરાવવું પડે છે. દિવસમાં પાંચ વાર હેન્ડ ફિડીંગ સાથે પક્ષીની સાઇઝ વાઇઝ પાંજરા માટલીને બ્રિડીંગ બોકસ રાખવામાં આવે છે. તેમની એઇ જ પ્રમાણે પાંઝરાની સાઇઝ નકકી થાય છે.જન્મના પ્રમાણે સામે 50 ટકા બચ્ચાનું મરણનું પ્રમાણ હોવાથી તેની સારસંભાળમાં વિટામીન, કેલ્શીયમ, યોગ્ય મેડીસીન, રોજના ખોરાકમાં ચાર-પાંચ સીડસ, ફણયાયેલા કઠોળ, શાકભાજી સીઝનલ ફુડ, ઇર્મ્પોર્ટેડ મલ્ટી વિટામીન પાવડર સાથે એક માઁ જેવું જતન કરવું પડે છે.

દર વિકે મેડીસીન આપતા સારો ગ્રોથ, હેલ્થ મીનરલ્સ પાવડર સાથે નિયમિત ડોકટરી તપાસ કરવી જરુરી છે. વિદેશી પક્ષીઓનું ભારતમાં પુષ્કળ પ્રમાણમાં બ્રિડીંગ થાય છે. સરકારી વિભાગ જો આમાં વ્યવસ્થિત સહયો આપે તો સારા વિદેશી પક્ષી અહી વિકસાવી શકાય.સપ્ટેમ્બર થી જાન્યુઆરી શિયાળામાં બચ્ચાઓ વધારે જન્મતા હોય છે. ઋતુના ફેરફાર સાથે ગરમી-ઠંડીથી બચવા, એસી., કુલર, પંખાની સાથે હીટીંગ જેવી સુવિધા બ્રિડરો રાખતા હોય છે. બ્રિડીંગમાં સૌથી સહેલું બજરીગર, લવ બર્ડ અને કોકેટેઇલ બર્ડ ઝડપથી બ્રિડ આપે છે.

Pune: Man Arrested For Keeping 126 Lovebirds, Three Mountain Parrots In A Cage – Punekar News

બર્ડ ઉપરાંત પ્રોફેશનલ બ્રિડરો કેટ-ડોગ નું પણ બિડીંગ કરે છે. વિદેશથી સારી બ્રિડ ઇમ્પોર્ટ કરીને સારી નશલના બચ્ચાનું સંવર્ધન કરે છે. બેંગલોર, પુના, મઘ્યપ્રદેશ, અમદાવાદ જેવા વિવિધ શહેરોમાં ખ્યાતનામ બ્રિડરો છે. જેની ચાહના સમગ્ર દેશ સાથે વિદેશોમાં પણ છે. પેટ માટેના વિવિધ ટ્રેનીંગ સેન્ટરો હવે ખુલી જવાથી તાલીમ બઘ્ધ ડોગ માણસની તમામ આજ્ઞાનું પાલન કરે છે.બ્રિડરોને કેટમાં મહિને 8 થી 10 હજાર, બર્ડમાં પણ 8 હજાર અને ડોગમાં દર માસે 1પ થી ર0 નો ખર્ચ આવે છે. નામાંકિત કંપનીના ફુડ સાથે વિદેશી નિયમ ફુડ પણ શ્ર્વાન માલિકો, બર્ડ માલિકો કે કેટને આપે છે. સરકારી લાયન્સ હોવા છતાં પરેશાની કનડગત વચ્ચે આ બ્રિડરો સતત સારી પ્રજાતિ વિકસાવી રહ્યા છે.

કોરોના કાળ બાદ વઘ્યો ડોગ – બર્ડનો ક્રેઝ !

કોરોના કાળમાં લોકો ફ્રિ હોવાને કારણે પશુ – પંખીઓ પાળવા તરફ વળ્યાને ઘણા પરિવારોએ ડોગ – બર્ડ પાળવાનું શરૂ કરેલ હતું. પાળેલા પ્રાણીઓ પ્રત્યે મમતા બંધાઇ જતાં લોકો કે પેટ લવરો તેનું દિકરાથી પણ વધારે જતન કરે છે. ડોગ – શો, બર્ડ શો જેવા કાર્યક્રમોમાં જો પોતાના પેટને ઇનામ મળે તેનો આનંદ અનેરો હોય છે. વર્ષો પાલતું પ્રાણીઓ પાડતો આવતો માનવી આજના યુગમાં ઇગ્વાના અને પાયથન પણ પાળતો જોવા મળે છે. નવી સદીના યુવાનો પણ હવે ડોગ-બર્ડ અને કેટ તરફ આકર્ષાયને તેને પાળવાનું શરૂ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.