Abtak Media Google News

ફેસબુક અને વોટસએપને નવી પ્રાઈવસી પોલીસી બાબતે વડી અદાલતે નોટીસ ફટકારી

નવી પ્રાઈવસી પોલીસી મામલે  અદાલતે આજે ફેસબુક અને વોટસએપ ને નોટીસ ફટકારી જવાબ માંગ્યો હતો વડી અદાલતે ટકોર કરી હતી કે લોકોની ગોપનીયતા ખુબજ મહત્વની છે તમે બે ત્રણ ખરબ ડોલરની કંપની ભલે હોવ પરંતુ લોકોને ડર છે કે તેમનો ડેટાકયાંક બીજે વહેચાઈ રહ્યા છે. લોકોની ગોપનીયતાની રક્ષા કરવાની અમારી ફરજ છે.

વાયરલનો  થાય તે પહેલા વડી અદાલતની ટકોર ફેસબુક અને વોટસપ માટે નજીકના ભવિષ્યમાં ચાવીરૂપ ભૂમીકા ભજવશે. વર્તમાન સમયે ફેસબુક વોટસએપ સહિતના પ્લેટફોર્મ ઉપર તસ્વીરો અથવા તો વીડીયો સહિતની સામગ્રી વાયરલકરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત આ વાયરલ સમાજ માટે વાયરસ બની જાય છે.દરમ્યાન વોટસએપ અને ફેસબુકની નવી પોલીસીના કારણે  મનમાં પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. લોકો પોતાની પ્રાયવસીને લઈને ગંભીર બન્યા છે. પોતાનો ડેટા અન્ય સ્થળે વહેચાઈ જશે તેવો ભય છે. આવી સ્થિતિમાં અદાલતમાં જનહિતની અરજી કરવામાં આવી હતી.

જેમાં જણાવાયું હતુ કે વોટસએપ અને ફેસબુકની નવી પોલીસી લોકોની ગોપનીયતાનું હનન કરે છે. અને ડેટા પણ લીક થઈ જાય  દહેશત છે. ફેસબુક અને વોટસએપ એકને ગોળ અને ખોળ જેવા માપદંડો રાખે છે. વર્તમાન સમયે યુરોપમાં કંપનીના માપદંડ અલગ છે. જયારે ભારત માટે કંપનીએ અલાયદા નિયમો બનાવ્યા છે. આ બાબતે વડી અદાલતે કંપનીને નોટીસ ફટકારી છે. અને જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં ફેસબુક દ્વારા વોટસએપની ખરીદી  બાદથી જ લોકોમાં શંકા ઉભી થવા લાગી હતી કેમકે લોકોનો વ્યકિતગત ડેટા ફેસબુકને આપવામાં આવે છે અલબત વોટસઅપે વચન આપ્યું હતુ કે આ સોદા બાદ ગોપનીયતા મામલે કોઈપણ બાંધછોડ કરવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.