Abtak Media Google News

એમએસએમઈ ક્ષેત્રે રહેલા રૂ.પાંચ લાખ કરોડના બોજાને હળવા કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરી લાંબા ગાળાના નિર્ણયો પર સરકારે ભાર મૂકવો હિતાવહ બજાર વિશ્ર્લેષકો

બજાર અને અર્થતંત્રને સતત ધબકતું રાખવા માટે એક મૂળભૂત પાયો ગણાતા એવા લઘુ, નાના તેમજ મધ્યમ કદના ઉધોગો ફરી ધમધમવા લાગ્યા છે. જો કે કોરોના મહામારીની આ ઉદ્યોગોને પછડાટ લાગી છે એમાં પણ ના નથી. ત્યારે હવે નાના ધંધાર્થીઓને પ્રોત્સાહનબળ પૂરું પાડવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. નાના ધંધાર્થીઓને પ્રેરક બળ પૂરું પાડી અર્થતંત્રને આગળ ધપાવવા આરબીઆઈ તેમજ કેન્દ્ર સરકારે મળી ઘણા સમન્વયી નિર્ણયો લીધા છે. પરંતુ માત્ર આર્થિક નિર્ણયો કે આર્થિક પેકેજ સંપૂર્ણપણે સહાય પ્રદાન કરતાં ન હોય તેમ હજુ નાના ધંધાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ટેક્નોલોજીના યુગમાં નાના ધંધાર્થીઓની સમસ્યાઓ ખતમ કરવા ઇનોવેટિવ સોલ્યુશન પર કામ કરવું સરકારે અતિ જરૂરી બન્યું છે તેમ બજાર વિશ્લેષકો અને નિષ્ણાતો જણાવી રહ્યા છે.

માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે MSMEને ભારતીય અર્થતંત્ર માટે વૃદ્ધિનું નવું એન્જિન માનવામાં આવે છે. તે  જીડીપીમાં આશરે 30% હિસ્સો ધરાવે છે. તેમની વૃદ્ધિ અને તેંમની સામે રહેલા પડકારોનો નિકાલ 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ રહેશે.  નિષ્ણાતોએ જણાવ્યું છે કે સરકાર દ્વારા ઘણા આર્થિક પેકેજ જાહેર થયા છે પરંતુ તેમ છતાં  અર્થવ્યવસ્થાના આ ક્ષેત્ર પર નાણાકીય અવરોધોના અશુભ વાદળો ઘેરાયેલા છે. એમએસએમઈ આશરે 5 લાખ કરોડ રૂપિયા ઉભા કરે છે. જેને જાળવી રાખવા સરકાર ઇનોવેટિવ સોલ્યુશન પર કામ કરે તે અનિવાર્ય પાસું બની ગયું છે. જો સરકારે 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના સ્વપ્નને સાકાર કરવું હશે તો આ પરિબળો પર ધ્યાન આપવું જ પડશે.

સરકારી અંદાજ મુજબ એમએસએમઈ ક્ષેત્રે આશરે 15-લાખ-કરોડ રૂપિયાનું દેવું રહેલું છે. આ રકમ દેશમાં નોંધાયેલી MSMEs સંસ્થાઓ દ્વારા કાર્યરત મૂડી ખાધ છે. જે હાલના નાના ઉદ્યોગોના માત્ર 13% જેટલી છે. માઇક્રો-એન્ટરપ્રાઇઝ માટે આ સમસ્યા વધુ ગંભીર છે. એમ.એસ.એમ.ઈ ક્ષેત્રે સમસ્યાઓના નિરાકરણ માટે ટેકનોલોજીનો સહારો લઈ પગલાં ભરવામાં આવે. આ ઉપરાંત હાલ ઈ-કોમર્સ ક્ષેત્ર જેમ ધમધમી રહ્યું છે જો તેઓ નાના ધંધાર્થીઓ માટે નકારાત્મક સાબિત થશે તો તેઓ ખતમ થઇ જશે. આમ તેમને ઈ-કોમર્સ માટે પ્રોત્સાહિત કરી આગળ ધપાવવા સરકારે નવા પગલા લેવા જોઈએ. તેમજ લોન-ધિરાણની વ્યવસ્થા વધુ સુસંગત અને સરળ બનાવી નાના ધંધાર્થીઓને મળતા ચુકવણામાં વિલંબ ન થાય તે પણ સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ તેમ બજાર વિશ્લેષકોએ જણાવ્યું છે.

MSME ફાઇનાન્સના પાયાને મજબૂત કરવા માટે મોટા ફેરફારોની જરૂર છે. ટેક્નોલોજીકલ અને વ્યવસાયોની વધતી ઔપચારિકતાને કારણે પ્રથમ ઇકોસિસ્ટમ શિફ્ટ સાથે કામ કરવાનું છે. MSMEs જે રીતે બિઝનેસ ચલાવે છે તે હવે  કામગીરીનું ઝડપી ડિજિટલાઇઝેશન (ઉદાહરણ તરીકે, એકાઉન્ટિંગ સોફ્ટવેરના ઉપયોગ દ્વારા) અને ટ્રાન્ઝેક્શન ઇકોસિસ્ટમના ઔપચારિકરણ અને ડિજિટલાઇઝેશન (ઉદાહરણ તરીકે, નિયમનકારી ફેરફારો દ્વારા જરૂરી બન્યું છે. MSMEs સાથે વ્યવહાર કરતી વખતે નાણાકીય સંસ્થાઓ દ્વારા તરલતા હોવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.