Abtak Media Google News

હાઇકોર્ટના આદેશ બાદ શહેરમાં તમામ હાઈરાઈઝ અને લો રાઇઝ બિલ્ડીંગોને ૩૦ દિવસમાં ફાયર સેફટીના સાધનો વસાવી એનઓસી મેળવી લેવા કોર્પોરેશનની નોટિસ

કોવિડ હોસ્પિટલ આગની ઘટના બાદ અદાલત દ્વારા રાજ્ય સરકારની ભારે ઝાટકણી કરવામાં આવી હતી. રાજકોટ અને અમદાવાદમાં હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બાદ લેવાયેલા પગલાંથી પગલાથી રાજ્ય સરકાર સામે અદાલત ભારે નારાજ થઈ છે. ફાયર સેફટી માટે અમુક આદેશો પણ જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન શહેરમાં રેસિડેન્સીયલ સિવાયના તમામ લો રાઈઝ બિલ્ડિંગોમાં પણ હવે ફરજિયાત ફાયર સેફ્ટીના સાધનો વસાવવા પડશે અને કોર્પોરેશનનું ફાયર એન.ઓ.સી મેળવવાનું રહેશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નિયમ અનુસાર ૧૫ મીટરથી ઓછી ઉંચાઈના બિલ્ડિંગો માટે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા કે ફાયર એન.ઓ.સી લેવું ફરજિયાત ન હતું. પરંતુ  અદાલતના આદેશ બાદ હવે મહાપાલિકાએ શહેરમાં તમામ પ્રકારના બિલ્ડીંગ  રેસિડેન્સીયલ અને કોમર્શિયલ બિલ્ડીંગ કે જેની ઉંચાઈ છે ઊંચાઈ ૧૫ મીટરથી વધુ છે તેને ફરજિયાત પણે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા પડશે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે શહેરમાં એવી બિલ્ડિંગો કે જેની ઉંચાઈ ૧૫ મીટરથી ઓછી છે અને લોરાઇઝમાં આવે છે જેનો ઉપયોગ માત્ર અને માત્ર રહેણાંક હેતુ માટે કરવામાં આવે છે તેને ફાયર સેફ્ટીના સાધનો વસાવવા અને એનઓસી લેવામાંથી મુક્તિનો નિયમ  યથાવત રહેશે. રેસિડેન્સીયલ સિવાયના લો રાઇઝ બિલ્ડીંગો જેવા કે પબ્લિક ગેધરીંગ, સ્પેશિયલ પ્રકારના બિલ્ડિંગો,  હોસ્પિટલો, સિનેમાહોલ, મલ્ટિપ્લેક્સ મોલ તમામ પ્રકારની ફેક્ટરી વેરહાઉસ ગોડાઉનમાં ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ ઇંસ્ટોલ કરવાની રહેશે ફાયર ખાતા પાસે ઇન્સ્પેકશન કરાવવી જરૂરી સર્ટિફિકેટ પણ મેળવી લેવાનું રહેશે આ અંગે આજે રાજકોટ મહાપાલિકાની ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ શાખા દ્વારા અખબારમાં જાહેરાત આપી નોટિસ આપી દેવામાં આવી છે ૩૦ દિવસમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ અને રેસિડેન્સીયલ સિવાયના લો રાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ વસાવી ફરજિયાત એનઓસી લેવાનું રહેશે જો આવું નહીં કરવામાં આવે તો જે તે બિલ્ડિંગના માલિક સંચાલકો બિલ્ડર ડેવલપર્સ ચેરમેન સેક્રેટરી કે મેમ્બર સામે સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નિયત સમયમર્યાદા પૂર્ણ થતાની સાથે જ મહાપાલિકા દ્વારા ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે પેરેગ્રાફ અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં પર્યાપ્ત ફાયરસેફ્ટી ન હોવાના કારણે લાગેલી અલગ-અલગ ભાગમાં લોકોના મોત નિપજ્યા બાદ અદાલતે લાલ આંખ કરતા હવે તંત્રની આંખ ખુલી છે પરંતુ જ્યાં આગ લાગવાની સૌથી વધુ સંભાવના છે તે સ્થળોએ ચેકિંગ હાથ દરેક નોટિસ ફટકારવાના બદલે તંત્ર હવે સામાન્ય લોરાઇઝ બિલ્ડિંગને પણ નોટિસ ફટકારવાનું શરૂ કરશે.

હાઈરાઈઝ બિલ્ડીંગો અને ટ્યુશન ક્લાસીસ સહિત ૬૦ને ફાયર સેફટીની નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન હાઈરાઈઝ બિલ્ડીંગ અને  ટ્યુશન ક્લાસીસ સહિત ૬૦ને ફાયર એનઓસી રીન્યુ કરાવવા સબબ નોટિસ ફટકારવામાં આવી હતી. આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત રુદ્રાક્ષ,રોયલ એપાર્ટમેન્ટ, રવિ હેવન, સાનિધ્ય ગ્રીન, સ્પેસ ક્રાફ્ટ, સેલેનિયમ સ્કાય, એકલવ્ય એપાર્ટમેન્ટ, વસંત વાટિકા, વસંત મલ્હાર ફોર્ચ્યુન એક્ઝોટિકા, રવિ ટાવર, મેરીગોલ્ડ હાઇટ્સ, રોયલ સેલ્ડર, રવિ દર્શન એપાર્ટમેન્ટ, રાધે ડેવલપર્સ, રાતરાણી, શિલ્પન ઓનેક્સ, કોપર ક્લાસિક, કોપર એલીગન્સ, ચાણક્ય, ક્રિષ્ના લાઈટ, ડેકોરા હેબિટેટ, ધનંજય, પેરેડાઇઝ, કોપર હાઇટ્સ, કોર્પોરેટ લેવલ, ચિત્રલેખા એપાર્ટમેન્ટ, ચંદન ચેમ્બર, કોપર ગ્રીન સિટી, રાવલ ઇંગ્લિશ ક્લાસીસ, સેન્ટ ઝેવિયર્સ, ડિવાઇન ક્લાસીસ, એલન કેરિયર, યુનિક ક્લાસીસ, કામ્યા કોમ્પ્યુટર ,જીનીયસ કોમ્પ્યુટર, જે.જે એકેડેમી, વિરાણી કોમ્પ્યુટર એકેડેમી, એક્સિસ ઇન્સ્ટિટયૂટ ક્લાસીસ, દવે ક્લાસીસ, પટેલ ક્લાસીસ, પી એન એમ સાયન્સ હબ , ક્લાસીસ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટીટીવ એક્ઝામ, નેવર ક્લાસીસ, એકલવ્ય કલાસીસ સત્યમ ક્લાસીસ,શ્રી ગણેશ ક્લાસીસ, રામ નિકેતન, ક્લાસીસ ડી.એચ. ટ્યુશન ક્લાસીસ ક્રિષ્ના સાયન્સ સેન્ટર, પંડ્યા ક્લાસીસ, માસ કોમ્પ્યુટર ક્લાસીસ, એજ્યુકેટર ક્લાસીસ, ઇઝી ઇંગ્લિશ ક્લાસીસ, દીપ ક્લાસીસ, ન્યુ ગુરુકુળ કોચિંગ ઇન્સ્ટિટયૂટ, ક્લાસીસ જે કે શાહ ક્લાસીસ અને ટીડીએસ એકેડેમીને ફાયર સેફટી એનોસી રીન્યુ ન કરવા સબબ નોટિસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.