ચકલીને નામ શેષ થતી બચાવાની જવાબદારી મારી, તમારી અને આપણાં સૌની

51 હજાર ચકલી ઘર માટે પ્રેરિત કાર્ય કરી રહ્યા છે 44 હજાર ચકલી ઘર વિનામૂલ્યે વિતરણ કરાયા 2024 સુધી કાર્યને પુરુ કરવાનો ઘ્યેય

ચકલીમાં તે વળી નવું શું છે ? ચકલા, ચકલી હાઉસ સ્પેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે.જો તેમને બચાવવા માટે આપણે કઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપથી સદાને માટે લુપ્ત થઇ જશે !

શંભુભાઈ જેવા લોકો ચકલી ને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ચકલીઓને બચાવવા માટે અને તેને પ્રજાતિ તસવીરોમાં નહીં પણ શહેરમાં મોહરા માં ચીચી કરતી પાછી આવે અને તેનું આવાજ લોકો ના ચહેરા પર સ્મિત રાવે એવું કાર્ય હાથમાં લીધેર તેમનો વ્યવસાય સુથારી કામ કરે છે પણ તેમની સેવા માં એક વિશેષતા છે પોતાના ધંધામાંથી સમય કાઢીને તેઓ બે કલાક આ ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે અને તે ઘર મજબૂત ટકાઉ વરસાદથી ઠંડી ગરમી થી રક્ષણ આપે છે અને તેની આવરદા 10 થી 12 વર્ષની હોય છે તેઓ અત્યાર સુધીમાં

42 હજારથી પણ વધારે ઘર બનાવી ચૂકેલ છે અને તેઓ 51,000 ઘર નુ પેરિત કાર્ય કરી રહ્યા છે અને તેમના અંદાજ મુજબ 2024 સુધીમાં આ લક્ષ્ય પૂરું કરવાની તેમની ધારણા છે લાકડાના ઘર બનાવવાની પેરણા તેમને તેમના ઘરમાં એક પુઠા નુ ઘર લગાવેલ હતું જેમાં ચકલીનું માળો હતો તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા અને આમ જોતા જોતા તેમને ચકલી પતિએ અનેરો લગાવ થઈ ગયો પણ વરસાદ આવવાથી ઘર ભીજઈ ને તૂટી ગયું અને મારા માથી ઈંડા નીચે પડીને તૂટી ગયા આ જોઈને શંભુભાઈ ની આત્મા કાપી ઉઠી અને તેમણે નક્કી કર્યું આ આજથી હું આમના માટે લાકડાના મજબૂત ઘર બનાવી જેથી કરીને ચકલી. ની કરેલી મહેનત નિષ્ફળ ન જાય અને તેઓને એક મજબૂત ઘર મળી રહે અને પોતે જાતે જઈને ચકલી ઘર શાળા ઓ માં લોકો ના ધરે મંદિરો અનેક જગ્યાએ ફ્રી માં લગાવી ને ઘરે ઘરે એક ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કરે અને આ અભિયાનમાં તેમને ખૂબ સફળતા મળી અનેક સંસ્થાઓ ઓ ની સાથે ચકલીધર વિનામૂલ્યે વિતરણ પણ કરેલ તેમને આ અભિયાનમાં જોડાયા અને શહેરી વિસ્તારોમાં અનેક જગ્યાઓએ ચકલી ચીચી કરતી પાછી આવવા લાગી જ્યાં ઘણા સમયથી લોકો એ ચકલીઓ ન જોઈ ત્યાં પણ આવવા લાગી અને લોકોમાં એક અનોખી લાગની ઉત્પન્ન થઈ આ જોઈ ને લોકો જન્મદિવસ ઉપર શ્રધ્ધાંજલિ રુપે ચકલીઘર બનાવી ને આ કાર્યમા શંભુભાઈ ને મદદરૂપ થઈને ચકલીઓ ને પાછી લાવવાનો પ્રયત્ન સફળ થયોછે હવે લોકોમાં જાગૃતતા આવી છે

હાલની શહેરીકરણની પરિસ્થિતી જોતા ચકલીને બચ્ચાના ઉછેરમાં ખુબ જ વિક્ષેપ પડે છે. પાછુ કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષીસથી પણ વંચિત રાખ્યા છે. તેમના માટે લાકડાના મજબૂત ધર લગાવી ને આપી ને અનુકુળતા પ્રમાણે, ઘરમાં ચકલી માટે માળાની વ્યવસ્થા કરે એ દુ:ખ દર્દ ભરી અપીલ છે કરે છે. શંભૂભાઈ કહેવું છે ચકલીની ચીચી હવે ફરી લોકોના ઘરમાં ચી..ચી..નો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે.

આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવાની જરૂર છે. જો આવું નહિ કરીએ તો આવનારા સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠયપુસ્તકોમાં પુરતા જ રહી જશે. તો આવો સાથે મળીને આ વન્યસંપદા અને ચકલી બચાવવાનો એક પ્રયાસ કરીએ.