Abtak Media Google News

સરકાર શક્ય તેટલા વહેલા વીજ ઉત્પાદનના વિકલ્પો તરફ વળે તે જરૂરી બન્યું છે. કારણકે હાલ મોટાભાગની વીજળી કોલસમાંથી ઉત્પાદિત થઈ રહી છે. બીજી તરફ વીજળીનો વપરાશ પણ વધતો જઇ રહ્યો છે. ખાસ કરીને ઉનાળામાં સૌથી વધુ સમસ્યા સર્જાય છે.

ગરમી વધવાની સાથે વીજળીનો વપરાશ પણ વધે છે. તાજેતરના સપ્તાહમાં વીજળીના વપરાશે નવો રેકોર્ડ બનાવ્યો છે. વીજ પુરવઠામાં અછત અને હીટવેવના કારણે દર વર્ષે શહેરીજનોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જાન્યુઆરીમાં વીજળીની માંગ 211 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે જે ગત ઉનાળા કરતા વધુ છે. ભારે ગરમીએ 122 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

ગત સપ્તાહમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા 11 ડિગ્રી વધુ રહ્યું હતું. ત્યારે ભારતના હવામાન વિભાગે ખેડૂતોને ગરમીને કારણે ઘઉં અને અન્ય પાકની તપાસ કરવાની સલાહ આપી છે. અસાધારણ રીતે વહેલું ગરમ હવામાન અને આગાહીના કારણે સિંચાઈ પંપ અને એર કંડિશનરના વધારાના ઉપયોગને કારણે વીજ વપરાશમાં વધારો થશે. હવે વધતી ગરમીના કારણે ઉર્જાની વપરાશે સરકારની ઊંઘ હરામ કરી દીધી છે.

ભારતના ઉર્જા મંત્રાલય અનુસાર, એપ્રિલમાં વીજળીની માંગ 229 ગીગાવોટની નવી ઉંચાઈ સપાટી બનાવી શકે છે. જે રીતે તાપમાન વધી રહ્યું છે – તે ફેબ્રુઆરીમાં તદ્દન અસામાન્ય સ્થિતિમાં છે. આ સ્થિતિ હજુ પણ ચિંતાનો વિષય છે.

રાજસ્થાના સરકારાના મંત્રી પણ માને છે કે ગત ઉનાળાની સરખામણીમાં વીજળીની માંગ 20% થી 30% વધી શકે છે. આવી સ્થિતિમાં વીજ પુરવઠો કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. રાજસ્થાન એ દેશના સૌથી ગરમ રાજ્યોમાંનુ એક છે અને સૌર ઉર્જાનું કેન્દ્ર છે તેમ છતા ઉનાળાના મહિનાઓમાં પર્યાપ્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે. ત્યારે અન્ય વિસ્તારોમાં ખાણોમાંથી કોલસાના ઉત્પાદનમાં વિલંબ થાય છે.

ભારતમાં વીજળી ઉત્પાદનમાં કોલસાનો હિસ્સો 70% થી વધુ છે, અને પાવર સ્ટેશનો પરનો સંગ્રહ હાલમાં 45 મિલિયન ટનના લક્ષ્યાંક કરતાં ઘણો ઓછો છે. સરકારે માર્ચના અંત સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ કરવાનું કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.