Abtak Media Google News

કેન્દ્રએ સુપ્રીમને  આદેશ રોકવા  કહ્યું નવી ગાઈડલાઈન રચવા સમિતિની રચના

સિનેમા હોલમાં ફિલ્મ શરૂ થતા પહેલા ફરજીયાતપણે રાષ્ટ્રગાન વગાડવાના મુદે કેન્દ્ર સરકારે પોતાનું વલણ બદલ્યું છે. કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતુ કે કોર્ટે સિનેમા હોલમાં ફિલ્મ શરૂ થતા પહેલા રાષ્ટ્રગાન વગાડવું ફરજીયાત હોવા અંગે જે આદેશ કર્યો છે.તેમાં તે ફેરફાર કરી શકે છે.

સરકાર અગાઉ આગ્રહ રાખી રહી હતી કે થીયેટર્સ અને શાળાઓમાં રાષ્ટ્રગાન ફરજીયાત હોવું જોઈએ.

કેન્દ્ર સરકારે હવે કોર્ટને કહ્યું છે કે ૩૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ થિયેટર્સમાં રાષ્ટ્રગાન વગાડવાનું ફરજીયાત હોવા અંગે આપેલો વચગાળાનો ચૂકાદો કોર્ટ પાછો ખેંચે તેની કેન્દ્ર સરકાર તરફેણ કરે છે.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૧૬ના આ આદેશને સમર્થન આપવા બદલ સંખ્યાબંધ કાર્યકર્તાએ વિરોધ કર્યો હતો. ચુકાદાના એક વર્ષ પછી તેનો અમલ શરૂ થયો હતો અદાલતને કહેવામાં આવ્યું છે કે પેનલની ભલામણ આવ્યા પછી આગળનો નિર્ણય લેવામાં આવશે. ચીફ જસ્ટીશ દીપક મિશ્રાની અધ્યક્ષતા ધરાવતી બેંચ આ કેસની સુનાવણી કરશે.

જો કે સુપ્રીમ કોર્ટે ૨૩ ઓકટોબરનાં રોજ કહ્યું હતુ કે રાષ્ટ્રગાન ના ગાનારને રાષ્ટ્રવિરોધી ના કહી શકાય. દેશભકિત બતાવવા રાષ્ટ્રગાન ગાવું નથી. ટૂંકમાં થિયેટરમાં રાષ્ટ્રગાન મુદે પેનલ છ મહિનામાં નવી ગાઈડલાઈન બનાવશે. આ માટે આંતર મંત્રાલય સમિતિની રચના કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.