Abtak Media Google News

પૃથ્વીની માટીને લઈ જઈ લાલ રંગના ગ્રહને હરિયાળો કરવાની ‘નાસા’ની નેમ!!

બ્રહ્માંડમાં અવનવા સંશોધનો કરવા તરફ વૈજ્ઞાનિકો સક્રિય છે. તેમાં પણ પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર માનવજીવન શકય છે કે કેમ ? તે અંગે વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ સંશોધન કરી રહ્યા છે ત્યારે લાલ ગ્રહ ‘મંગળ’ પર ખેતી શકય હોવાનું વૈજ્ઞાનિકોએ તારણ કાઢયું છે. જી, હા, ધરા પરથી માટીને લઈ જઈ લાલ રંગના મંગળ ગ્રહને ‘હરિયાળો’ કરવા નાસાએ નેમ લીધી છે. જેમાં મંગળ ગ્રહ પર અળસિયા અને માટી લઈ જઈ ખેતી કરવાનો પ્રયોગ હાથ ધરાશે.

વૈજ્ઞાનિકોએ મહત્વના પરિણામોના ભાગ‚પે રીસર્ચીંગ કરી રહયા છે. જેમાં હવે લોકો પૃથ્વી પરની માટી દ્વારા મંગળ ગ્રહ પર ખેતી કરી પોતાના પાકોનું ઉત્પાદન કરી શકવા સક્ષમ થશે. વેજનાઈજેન યુનિવર્સિટી અને રીસર્ચના વેઈજર વેમલીંકે જણાવ્યું કે, અમને મોટું આશ્ર્ચર્ય આ પ્રયોગના અંતમાં થયું જયારે મંગળ પરની માટીમાંથી બે અળસિયાઓ મળી આવ્યા.

આ સંશોધન થકી વૈજ્ઞાનિકોએ મોટી સફળતા હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, અળસીયાઓ ખેતી માટે એક મહત્વનું પરીબળ છે. જે માત્ર પૃથ્વી માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં મંગળ અને ચંદ્ર પર ગાર્ડન બનાવવા કે ખેતી કરવા આ એક મહત્વનો ભાગ ભજવી શકે છે. સંશોધકો દાવો કરી રહ્યા છે કે તેઓ મંગળ ગ્રહ પર ભવિષ્યમાં ડઝન કરતા પણ વધુ પાકો ઉગાડવા સક્ષમ છે અને આ પાકનો ઉપયોગ નિર્મલી માનવજાત કરી શકશે જેમ પૃથ્વી પર ઉગાડેલા પાકોનો ઉપયોગ થાય છે તેવી જ રીતે મંગળ ગ્રહ પર ઉત્પાદન કરેલા પાકોનો ઉપયોગ થશે અને આ માટે સૌપ્રથમ ટેસ્ટ કરાશે. આમ, હવે બ્રહ્માંડનો લાલ ગ્રહ આવતા ભવિષ્યમાં હરિયાળો બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.