નારી શકિતને રાષ્ટ્ર શકિતના રૂપમાં સામે લાવવું આપણા બધાનું કર્તવ્ય: વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને વિવિધ પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તેમજ ધરમપુરના વિવિધ પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ  વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના  હસ્તે  કરાયું હતુ.   તેઓ   વર્ચ્યૂઅલ ઉપસ્થિત રહ્યા  250 બેડની મલ્ટીસ્પેશિયાલિટી ચેરિટેબલ હોસ્પિટલ શ્રી રામચંદ્ર  હોસ્પિટલનું વડાપ્રઘાને રિમોટનું બટન દબાવી લોકાર્પણ કર્યુ. આ કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સેવા આપનાર નર્સો તથા વિદ્યાપીઠની શિક્ષીકા બહેનો અને વુમન એમ્પાવરમેન્ટની ગ્રામીણ બહેનોએ  રક્ષાબંધન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાખડી અર્પણ કરી.

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ  જણાવ્યું  હતુ કે,  આપણે ત્યા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જેના ગુણધર્મ જેનુ કર્તવ્ય,જીવીત રહે છે તે જીવીત રહે છે તે અમર રહે છે. જેના કર્મ અમર રહે છે તેની ઉર્જા અને પ્રેરણા પેઢીઓ સુઘી સમાજની સેવા કરતી રહે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનો આજનો આ કાર્યક્રમ આ જ શાશ્વત ભાવનો પ્રતિક છે.

શ્રીમદ રાજચંદ્ર મિશન સાથે મારો ઘણો જૂનો સબંધ રહ્યો છે. આ પવિત્ર ભૂમિમાં આપણને જેટલુ મળ્યુ તેનો એક અંશ પણ સમાજને પાછુ આપવાનો પ્રત્યન કરીએ છીએ તો સમાજમાં બદલાવ આવે છે. મને આ વાતનો આનંદ છે કે પૂ.ગુરુદેવના નેતૃત્વમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ગુજરાતમાં ગ્રામીણ આરોગ્યના ક્ષેત્રમાં ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ગરીબની સેવાની આ પ્રતિબદ્ધતા આ  નવી હોસ્પિટલથી વધુ મજબૂત થશે. આજે ભારત સ્વાસ્થ્યની જે નીતી પર ચાલી રહ્યુ છે. તેમાં દરેક જીવના આરોગ્યની ચિંતા કરે છે.

ભારત મનુષ્યમાત્રની રક્ષા કરવાવાળી રસીઓ સાથે પશુઓની માટે પણ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ચલાવી રહ્યુ છે.  દેશમાં ગાય,ભેંસ સહિતના પશુઓને ફુડ એન્ડ માઉથ ડિસીસના બચાવમાં 12 કરોડ રસીઓ લગાવવામાં આવી જેમાં 90 લાખ રસીઓ ગુજરાતમાં લગાવવામાં આવી આજે 21મી સદીમાં નવી યુવા પેઢી ઉજ્જવળ ભવિષ્યનું સમાર્થ્ય આપે છે. આ પેઢી સામે અનેક નવી તકો છો. કોરોના માટે પ્રિકોસન ડોસનું અભિયાન ચાલી રહ્યુ છે.  આ કાર્યક્રમમાં  સી.આર.પાટીલે જણાવ્યું હતુ આજનો દિવસ અંત્યત મહત્વનો  તેનું કારણ એ છે કે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ ચાલુ થાય તે ખૂબ મોટી વાત છે. આ હોસ્પિટલમાં દર્દીને એક પણ રૂપિયાનો ખર્ચા કર્યા વગર નિશુલ્ક સારવાર મળવાની છે તેના માટે દરેક ટ્રસ્ટ્રીગણ અને પ.પુ રાકેશજી મહારાજનો ખૂબ ખૂબ આભાર સાથે વંદન. પ.પુ રાકેશજી મહારાજે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલની સુવિધા કરી જંગલમાં મંગલ કર્યુ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે,  માનવ,પશુઓ.જીવ પ્રાણીમાત્રની સેવા કરવાની પ્રેરણા શ્રીમદ રાજચંદ્રજીએ સૌને આપી છે. ભારતની પંરપરામાં શ્રીમદ રાજચંદ્રનું અનન્ય સ્થાન છે. 20મી સદીમાં વિશ્વ આધુનિકતા તરફ ડગ માંડી રહ્યુ હતું ત્યારે તેમણે નુતન આધ્યાત્મિક જગતના દ્વારા આપણા માટે ખોલી આપ્યા હતા અને તેમણે વાવેલા વિચાર બીજ આજે વટવૃક્ષ બનીને દેશ અને દુનિયામાં ફેલાયા છે.

પ.પૂ. ગુરુદેવશ્રી  રાકેશજી મહારાજે ભારે જહેમત ઉઠાવીને શ્રીમદ રાજચંદ્રની વિચારધારાને ચોમેર તરફ પ્રસ્થાપિત કરી છે.ગુરુદેવ  રાકેભાઇજીની પ્રેરણાથી  ધરમપુરનો આશ્રમ ગુજરાતની ભૂમી પરનું અદકેરુ તીર્થ સ્થાન બન્યું છે.  વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતના વિકાસ અને પ્રગતી માટે સતત અથાર્ગ પ્રયત્ન કરનાર રાષ્ટ્રપુરુષ છે.

આ કાર્યક્રમમાં રાજયનામંત્રી  કનુભાઇ દેસાઇ,  નરેશભાઇ પટેલ,  જીતુભાઇ ચૌઘરી,  મુકેશભાઇ પટેલ,જીલ્લાના પ્રમુખ હેમંતભાઇ કંસારા, ધારાસભ્ય ઓ  રમણભાઇ પાટકર, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, વિજયભાઇ પટેલ,જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્કાબેન શાહ,ટ્રસ્ટીગણ,અને શ્રીમદ રામચંદ્ર પરિવારના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.