Abtak Media Google News

લોકડાઉન દરમિયાન કામદારોને કોઈ પણ પ્રકારનો અન્યાય કરનારાઓ સામે આકરા પગલા લેવા રાજયના શ્રમ વિભાગનો નિર્ણય

કોરોના વાયરસની ભૂતાવળથી દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની સાડા છ કરોડની વસ્તીને સુરક્ષીત રાખવા માટે જનતા કફર્યુંથી લઈને ૨૧ દિવસના લોકડાઉન જાહેર કરાયો છે. સમાજહિત માટે સોશ્યિલ ડીર્સ્ટન્સીંગના કારણે કામ ધંધા બંધ થઈ ગયા હોવાને પગલે ખા કરીને ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને આર્થિક ભીંસનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે જેથી રાજય સરકાર તમામ જિલ્લા કલેકટરોને અસંગઠીત મજૂરો કામદારોને ખાનગીક્ષેત્રનાં માલીકો રાજયભરમાં સમયસરગાર અને મહેનતાણાં કોઈપણ જાતના કાપ વગર ચૂકવાય તે જોવા કલેકટરોને તાકીદ કરાય છે.

ઉપરાંત રાજયમાં લોકડાઉન પ્રવર્તી રહ્યો છે. ત્યારે ખાનગી માલીકો, કોન્ટ્રાકટરો અને વેપારીઓ દ્વારા પોતાના કામદારોને વગર પગાર ચૂકવે તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રાજયમાં કેટલીક જગ્યાએ સમયસર ભાડા ભથ્થા પગાર મજૂરોને ખાનગી માલીકોએ ચૂકવ્યા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છષ. જેથી રાજય સરકારે ટોલફ્રી નંબર વાળી કંટ્રોલરૂમ ઉભા કરી મજૂર અને કામદારોની પગારની અટકાયત અને ખાનગી માલીકો દ્વારા નાણાંની ચૂકવણી ન થઈ હોય સહિત માલીકને લગતી ફરિયાદ સરકાર સુધી પહોચે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અને કામદાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપૂલ મિત્રાએ જણાવ્યું હતુ કે સરકારે જાહરેનામું પ્રસિધ્ધ કરીને રાજયમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ખાનગી ક્ષેત્રનાં માલીકોને પોતાના કાયમી અને હંગામી પ્રત્યેક અને પરોક્ષ પ્રકારનાં કામદારો અને કાયમી સ્ટાફને રજાઓ કે કામ કલાકોની કપાત ગણતરીઓ કર્યા વગર પૂરો પગાર કરી દેવાનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

મોટાભાગે આ વ્યવસ્થાનો અમલ થયો છે. પરંતુ કેટલીક જગ્યોએ પગાર અટકાવ્યાની ફરિયાદો મળી છે હવે આવી ફરિયાદો કે પગાર અંગે કોઈ પણ કસુરવાર સાબિત થશે તો તેની સામે કલેકટર અને મજૂર અધિકારી દ્વારા કડક દંડાત્મક પગલા લેવાશે.

સરકાર દ્વારા હાથ ધરાયેલા આયોજનના ભાગ રૂપે મજૂર મહાનિર્દેશકની ઓફીસમાં કંટ્રોલ રૂમ ઉભા કરાશે અને ચાર આંકડાનો ટોલ ફ્રી નંબર ફરિયાદો મેળવવા માટે ચાલુ કરવામાં આવશે. કચેરીના લેન્ડલાઈન નંબર અને કામદાર વિભાગની ટવીટર હેન્ડલ પર પણ ફરિયાદો નોંધાવી શકાશે. સરકારે આ આદેશના અમલ માટે સરકારી વિભાગના કામદાર કોન્ટ્રાકયરો મજૂર વિભાગનાઅધિકારીઓ સહિતના વ્યવસ્થા તંત્રને આવરીને ઈન્સ્પેકશન દ્વારા આવી સમસ્યાઓ ન ઉદભવે તેની તાકીદ અને કસુરવારો સામે અકરા પગલાની હિમાયત કરવામાં આવી છે.

શ્રમવિભાગના સચિવ મિત્રાએ રાજયનાં કામદાર અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને પગાર ન ચૂકવનારા અને લોકડાઉન દરમ્યાન કપાત પગાર મહેનતાણુ ચૂકવવામાં ડાંડાઈ કરનાર ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ પતિઓ દૂકાનદાર અને કોર્મશિયલ સંકુલોની સાથે સાથે ધરેલુ માલીકો કે જેમણે ખાનગી અને હંગામી બની પ્રકારનાં કામદાર મજૂરોને લોકડાઉન દરમિયાન આખો પગાર નથી ચૂકવ્યો તેમની સામે આકરી કાર્યવાહી કરવાની કમર કસી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.