Abtak Media Google News

વિદાય સમારંભમાં જસ્ટિસ નરીમને કહ્યું, જજોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી

કાર્યકાળના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંઘ દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો પર સહમતી દર્શાવતા જસ્ટિસ નરીમને કહ્યું હતું કે, આ સમય છે જ્યારે જજોની સીધી ભરતી કરવામાં આવે. જસ્ટિસ નરીમને સીધી ભરતીનો આગ્રહ કર્યો હતો. જસ્ટિસ નરીમને વિદાય સમારંભમાં કહ્યું હતું કે, જજોની સીધી ભરતીમાં મેરીટ એટલે કે યોગ્યતાને કેન્દ્રમાં રાખવું જોઈએ.

જસ્ટિસ રોહીંટન નરીમનનો સુપ્રીમ કોર્ટના જજ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા સુપ્રીમ બાર એસોસિએશન દ્વારા વિદાય આપવામાં આવી હતી. જસ્ટિસ નરીમને તેમના વિદાય સમારંભમાં કહ્યું હતું કે, ન્યાયપાલિકામાં નિયુક્તિ માટે યોગ્યતાને ધ્યાને લેવી અતિ આવશ્યક છે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા આયોજિત વિદાય સમારંભમાં ન્યાયમૂર્તિ નરિમને જણાવ્યું હતું કે જનતા અને મુકદ્દમાઓને અંતિમ અદાલત પાસેથી ચોક્કસ ગુણવત્તાના ન્યાયની કાયદેસર અપેક્ષા છે, જેના માટે નિમણૂકોમાં યોગ્યતા મહત્ત્વની હોવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતમાંથી ન્યાયની ચોક્કસ ગુણવત્તા મેળવવા માટે જનતાને મુકદ્દમાઓ અંગે કાયદેસરની ન્યાયની અપેક્ષા છે.  તેની યોગ્યતા અન્ય પરિબળોને આધીન હોવી જોઈએ પરંતુ, યોગ્યતા હંમેશા પ્રથમ આવે છે.  અગાઉ સમારંભમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાએ કહ્યું હતું કે, ન્યાયાધીશ બનવાનો નિર્ણય લેવા માટે વકીલે ઘણા બલિદાન આપવા પડે છે.

૧૩ ઓગસ્ટ ૧૯૫૬ ના રોજ જન્મેલા જસ્ટિસ નરીમન ૧૯૯૩માં વરિષ્ઠ વકીલ અને ૨૭ જુલાઈ ૨૦૧૧ના રોજ ભારતના સોલિસિટર જનરલ બન્યા.  તેઓ ૭ જુલાઈ ૨૦૧૪ ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બન્યા હતા.  મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે સુપ્રીમ કોર્ટની બેન્ચમાં સાત વર્ષથી વધુ સમય બાદ જસ્ટિસ રોહિંટન નરીમનને નિવૃત્તિ પર ભાવુક વિદાય આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.