Abtak Media Google News

નવી પ્રાઇવસી પોલિસી પરત ખેંચો નહીં તો કડક પગલાં લેવા પડશે: સરકારની વોટ્સએપને ચેતવણી!!

ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે વોટ્સએપને તેની નવી પ્રાઇવસી પોલિસી પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી સૂત્રોએ કહ્યું છે કે, આઇટી મંત્રાલયને લાગે છે કે વોટ્સએપની ગોપનીયતા નીતિને કારણે વપરાશકર્તાઓને ડેટા સિક્યુરિટીનું જોખમ છે. સરકારે વોટ્સએપને ૭ દિવસનો સમય આપ્યો છે અને કહ્યું છે કે, જો કંપની આ અંગે કોઈ પગલાં નહીં લે તો સરકાર અંતિમ નિર્દેશ આપી શકે છે.

મંત્રાલયે વોટ્સએપને સૂચના આપી છે કે, વહેલી તકે તેની ગોપનીયતા નીતિ પાછી ખેંચી લે. કારણ કે જો કંપની આ નહીં કરે તો તે ભારતીય કાયદો વિરુદ્ધ છે. સૂત્રોએ કહ્યું છે કે, સરકાર ભારતીય કાયદાના રક્ષણ માટે ઘણા વિકલ્પો આપી શકે છે. યુરોપના વપરાશકર્તાઓની તુલનામાં મંત્રાલયે ભારતીય વપરાશકર્તાઓ સાથે વ્હોટ્સએપના ‘ભેદભાવયુક્ત વર્તન’નો મુદ્દો પણ ભારપૂર્વક ઉઠાવ્યો છે.

વોટ્સએપની નવી પ્રાઇવેસી પૉલિસીને લઈને હાલમાં ચાલી રહેલ વિવાદનો અંત આવી રહ્યો નથી. વોટ્સએપે 15 મેથી તેની નવી પ્રાઇવેસી પૉલિસી ભારત સહિતના ઘણા દેશોમાં લાગુ કરી દીધી છે. તેને લઈને પાંચ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. વોટ્સએપની પૉલિસીને લઈને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને વોટ્સએપ પાસેથી જવાબ માંગ્યા હતા. આ દરમિયાન સરકારના સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સરકાર તરફથી વોટ્સએપને ચેતવણી આપવામાં આવી છે.

સરકારે કહ્યું છે કે જો વોટ્સએપ તેની નવી પ્રાઇવેસી પૉલિસી પાછી નહીં ખેંચે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વોટ્સએપને તેની નવી પૉલિસી પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. મંત્રાલય તરફથી આ સંદર્ભે 18 મેના રોજ એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે.

18 મેના રોજ વોટ્સએપને મોકલવામાં આવેલ એક પત્રમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની નવી પ્રાઇવેસી પૉલિસી ભારતીય યુઝરની સુરક્ષા, ડેટા સિક્યુરિટીનો અધિકાર ખતમ કરનારી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કરોડો ભારતીય યુઝર સંદેશાવ્યવહાર માટે મુખ્યત્વે વોટ્સએપ પર નિર્ભર છે. વોટ્સએપની નવી પોલિસીને અમલમાં લાવીને કંપનીએ બેજવાબદાર હોવાનું પ્રમાણ આપ્યું છે.

નોંધનીય છે કે વોટ્સએપની નવી પ્રાઇવેસી પૉલિસીને લઈને હાલમાં દિલ્હી હાઇકોર્ટમાં વિચારણા હેઠળ છે. મંત્રાલયે સ્પષ્ટ રીતે કહ્યું છે કે વ્હોટ્સએપ ની નવી પૉલિસી ઘણા ભારતીય કાયદાઓને તોડનારી છે. મંત્રાલયે વોટ્સએપને સાત દિવસની અંદર જવાબ માંગ્યો છે અને એમ પણ કહ્યું છે કે જો સંતોષકારક જવાબ નહીં મળે તો વોટ્સએપ સામે કડક પગલા લેવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે વોટ્સએપની પ્રાઈવેસી પૉલિસી 15 મેથી અમલમાં થઇ ગઈ છે. વોટ્સએપે કહ્યું છે કે જો તમે તેની નવી પ્રાઇવેસી પૉલિસીને સ્વીકાર નહીં કરો, તો તે તમારા એકાઉન્ટ ને ડિલેટ નહિ કરે પરંતુ ધીમે ધીમે કરીને બધી સુવિધાઓ બંધ કરી દેશે.
જણાવી દઈએ કે વોટ્સએપની ગોપનીયતા નીતિ ૧૫ મેથી અમલમાં આવી છે. વોટ્સએપે કહ્યું છે કે જો તમે નવી ગોપનીયતા નીતિ સ્વીકારશો નહીં, તો વોટ્સએપ તમારું એકાઉન્ટ ડીલીટ કરી નાખશે નહીં પરંતુ ધીમે ધીમે બધી સુવિધાઓ બંધ કરશે, આ કિસ્સામાં તમને વોટ્સએપનું સૂચના દેખાશે પરંતુ તમે તેને વાંચી શકશો નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.