Abtak Media Google News

ટેકસટાઈલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરીપાલ ગ્રુપની બોપલ સ્થિત ઓફિસ, શિવરંજની સ્થિત ચિરીપાલ હાઉસ અને ભાગીદારોને ત્યાં આયકર વિભાગના 200થી વધુ અધિકારીઓ ત્રાટકયા: કરોડો રૂપીયાની બેનામી સંપતી પકડાય તેવી સંભાવના

ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સવારે અમદાવાદમાં ટેકસટાઈલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરીપાલ ગ્રુપ સહિત 35 થી 40 સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આઈટીના 200થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટકતા ઉદ્યોગપતિઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ચિરીપાલ ગ્રુપ પાસેથી કરોડો રૂપીયાની બેનામી સંપતી મળી આવે તેવી સંભાવના જણાય રહી છે. નંદન ડેનિમ અને વિશાલ ડેનિમને ત્યાં પણ આયકર વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા.

અમદાવાદમાં આજે સવારથી ફરી ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. શિક્ષણ અને ટેકસટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચિરીપાલ ગ્રુપના વેદ પ્રકાશ ચિરીપાલ, બ્રિજ મોહન ચિરીપાલ, સહિતના ભાગીદારોને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ ઉપરાંત શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ પર આઈટી ડિપાર્ટમેન્ટ ત્રાટકયું હતુ. જયોતિ પ્રકાશ ચિરીપાલ, વિશાલ ચિરીપાલ, રોનક ચિરીપાલને ત્યાં પણ આઈટીના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત નંદન ડેનીમ અને વિશાલ ડેનીમને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

આયકર વિભાગના 200 જેટલા અધિકારીઓ દ્વારા ચિરીપાલ ગ્રુપ સહિત 35 થી 40 સ્થળોએ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેના કારણે ઉદ્યોગપતિઓમા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ચિરીપાલ ગ્રુપને ત્યાંથી કરોડો રૂપીયાની બેનામી સંપતી મળી આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. વહેલી સવારથી આઈટી ગ્રુપ દ્વારા દરોડાની કામગીરી શરૂ કરવામાંઆવી છે.

લાંબા સમય બાદ અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એક સાથે 150 થી 200 અધિકારીઓનો કાફલો 30 થી 40 જગ્યાએ ત્રાટકતા કરચોરી કરતા ઉદ્યોગપતિઓમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે. અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપ શિક્ષણ અને ટેકસટાઈલ ઉદ્યોગમાં બહુ મોટુ નામ ધરાવે છે. દરોડા દરમિયાન મોટો દલ્લો મળી આવ્યાની પણ ચર્ચા ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.