Abtak Media Google News

આયુર્વેદમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે પ્રાચિન કાળમાં રચાયેલા
અથર્વવેદમાં પણ મેહંદીનો મહિમા ગવાયો છે

આપણી પરંપરા સંસ્કૃતિમાં મેહંદીનું અગ્રિમ સ્થાન છે. તેને શરીરના હાથ, પગ, ચહેરાની કલા તરીકે ઓળખાય છે. ખાસ સ્ત્રીઓ પરિવારના શુભ પ્રસંગો જેવા કે સગાઇ, મેહંદી મુકાવે છે. ભારતનાં લગભગ દરેક રાજયમાં આ રસમ સામાન્ય છે. આજે મેહંદી મુકવા વાળા પણ લગ્નમાં બોલાવાય છે.  ઘાટા રંગની વિવિધ ડિઝાઇન સાથે વર-વધુના ફોટા પણ હાથમાં સુંદર કલાત્મક રીતે બનાવાય છે. બન્ને સંપૂર્ણ હાથમાં

અને પગમાં મેહંદી મુકવામાં આવે છે. આપણી ગુજરાતની લોક સંસ્કૃતિમાં મેંદી તે વાવી માળવેને, એનો રંગ ગયો ગુજરાત રે…. મેંદી રંગ લાગ્યો જેવા અનેક લોકગીતો છે. લગ્નમાં મેહંદી રસમ જેવી વિધી પણ કરવામાં આવે છે. ક્ધયાના લગ્ન શણગારોમાં ચહેરા સાથે હાથ પગમાં કલાત્મક મેહંદી મુકવામાં આવે છે. આજે તો તેનો પઘ્ધતીસર કોર્ષ કરીને તેને વ્યવસાયીક ધોરણે ઘણા લેડીઝ સારી આમદાની રળી લે છે.

મેહંદીનો પ્રથમવાર ઉપયોગ પ્રાચિન મિસ્રમાં ‘મમી’ની સજાવટ માટે કરાયો હતો. જો કે આપણા દેશમાં અંજતા- ઇલોરાની ગુફા જેવા વિવિધ  શિલ્પ સ્થાપત્ય જોતા તેની શરૂઆત ચોથી સદીથી થઇ હોવાના પુરાવા મળે છે. આ મેહંદી શબ્દ આપણી પ્રાચિન ભાષા સંસ્કૃત શબ્દ ‘મેંઘિકા’ ઉપરથી આવ્યો છે. ભારતીય ઉપમહાદ્રિપ આ એક સામાન્ય ચલણ છે. મહેંદીના છોડના સુકા પાંદડાને વાટીને મેહંદી બનાવાય છે. આજે તો તૈયાર પેસ્ટ કોન બજારમાં મળી રહ્યા છે. ઘણાં નિષ્ણાંત બહેનો તો પોતે પોતાના હાથમાં મેહંદી મુકતા જોવા મળે છે.

પાકિસ્તાન, ઇરાન, નેપાલ, માલદીવની મહિલાઓ પણ ભારતીય મહિલાની જેમ મેહંદી મુકે છે. તે મહિલાઓ માટે શારીરિક કલાનું એક લોકપ્રિય રૂપ છે. ઉત્તર અને મઘ્ય પૂર્વે આફ્રિકામાં જોવા મળતી કલા મેહંદીને ઘણી મળતી આવે છે. આવી રીતના બોડી આર્ટને દક્ષિણ એશિયામાં મેહંદી ડિઝાઇન કહેવાય છે. મેહંદીનો અર્થ જોઇએ તો દુલ્હનના હાથ-પગ પર મેહંદી (હિના) કહે છે. જે મહિલાઓની હથેળીમાં વધુ તો, કયારે કે પુરૂષો પણ મુકે છે.  મુખ્યત્વે તેનો રંગ ભૂરો હોય છે પણ કયારેક સુંદરતા વધારવા ડિઝાઇન અનુરુપ સફેદ, લાલ, કાળી, ગોલ્ડન જેવા કલરનો ઉપયોગ કરાય છે.

મેહંદીનો એક ઉપયોગ કેન્સર, એલોપેસીયા જેવા રોગથી પીડીત મહિલા તેના માથામાં સજાવટ તરીકે કરે છે. આવા દર્દમાં દર્દી વાળ સાવ ખરી જવાથી એક સારા લુક માટે આનો ઉ5યોગ કરાય છે. હિન્દુ તહેવારોમાં કેટલીય મહિલાઓ ખંભા અને પીઠ ઉપર મેહંદીની વિવિધ ડીઝાઇન  લોગો વિગેરે કરાવે છે, આવી જ રીતે પુરૂષો પણ હાથ, પગ, પીઠ અને છાતી ઉપર પણ કરાવે છે. ભારતના બંગાળ રાજય અને બાંગ્લાદેશમાં એક લાલ રંગનો મેહંદીની જેમ ઉપયોગ કરાય છે. ટેટુની શોધ પણ આ મેહંદી ઉપરથી થઇ હશે કારણ કે મેહંદીનો રંગ ડીઝાઇન અમુક સમયે ચાલ્યો જાય છે જયારે ટેટુ જીવનભર એમને એમ જ રહેતો હોવાથી આજનો યુવા વર્ગ તેના તરફ વધુ ઢળ્યો છે.

ભારતમાં ચોથી સદીમાં તેનો ઉપયોગ શરૂ થયો જે અજંતા ઇલોરાની ગુફાના શિલ્પ સ્થાપત્ય પરથી ખ્યાલ આવેછે. સંસ્કૃત શબ્દ ‘મેંધિકા ’ઉપરથી મેહંદી શબ્દ આવ્યો

374A4Fd04Dea93134Efb63Ec6987A2A4

મેહંદી જેવા વિષયને લઇને ફિલ્મો હિન્દી કે ગુજરાતી તથા ટીવી ધારાવાહિક ના દ્રશ્યો ગીતોમાં વણી લેવામાં આવે છે. મેહંદી રંગ લાગ્યો ગુજરાતની ફિલ્મ પણ આવી હતી. લગ્નના ગીતો વખતે ગીતકારો આ મેહંદી શબ્દને વણી લઇને ઘણા ગીતો લખ્યા છે. આપણાં શુભ પ્રસંગોના દિવસ અગાઉ જેની સંપૂર્ણ તૈયારી મહિલા વર્ગ કરી લે તે માત્ર મહેંદી છે.

ભારતીય પરંપરામાં લગ્ન, સગાઇ કે પરિવારના શુભ પ્રસંગો સાથે આપણાં વિવિધ તહેવારો જેવા કે દિવાળી, કરવા ચૌથ, ભાઇબીજ, નવરાત્રી, દુર્ગાપૂજા ઉપર મેહંદી મૂકવામાં આવે છે. નવી વહુ ઘરમાં આવે ત્યારે તેની મેહંદી સુકાઇ નહીં ત્યાં સુધી કશું જ કામ આપણે કરવા દેતા નથી. એશિયાભરમાં મુસ્લિમ લોકો પણ લગ્ન પ્રસંગે ઇદ જેવા તહેવારોમાં વિશેષ રૂપથી મેહંદી મુકે છે. આજે તો માથામાં મેહંદી મુકવામાં આવે છે. શિખ, મુસ્લિમ, હિન્દુ સાથે અમુક રાજયોમાં ખાસ આનું મહત્વ છે. રાથસ્થાની પરંપરામાં મેહંદીનું વિશેષ મહત્વ છે, તો મેહંદી અફગાનિસ્તાનમાં ખુબ જ પ્રચલિત સાથે ત્યાંની સંસ્કૃતિમાં જોડાઇ છે.

આપણી લગ્ન પ્રથામાં દુલ્હાના રિસ્તેદારો ચાંદીની થાળીમાં બે મિણબત્તી પ્રગટાવીને ક્ધયા પક્ષ વાળાને વિતરણ કરે છે. મેહંદી રસમ શરૂ થતાં પહેલા વર પક્ષ અને આવેલા મહેમાનો ક્ધયાના માથા ઉપર સિકકા ફેકે છે. આવી ઘણી બધી રસમો ભારતમાં વિવિધ મેહંદી સાથે જોડાયેલી છે. 1990 પછી તો વિદેશોમાં પણ આનુચલણ વઘ્યું છે. સુખી લગ્નજીવન સાથે નારી માટે શ્રુંગાર નું એક અભિન અંગ છે. આપણા પ્રાચીન રીવાજો સાથે મેહંદી પ્રાચિન કલા પણ છે. આ કલાનો વિકાસ મુગલોના જમાનામાં વધુ થયો હતો. અમુક સમાજમાં શ્રાવણ મહિનામાં હાથમાં મેહંદી અને લીલી  બંગડીઓ પહેરવાનો રિવાજ છે.

મેહંદીનો રંગ તરત જ ડાર્ક કરવા લોકો અવનવા નુરખા કરતાં જોવા મળે છે. શુભ પ્રસંગોએ હાથ પગની શોભા વધારવા મેહંદી મુકવાની બાબતમાં મહિલા વિશેષ કાળજી લે છે. રંગ ડાર્ક કરવા સરસિયાનું તેલ, લવીંગનો ભૂકો, લીંબુ, ખાંડ, અથાણાનું તેલ વિગેરેનો પણ ઉપયોગ કરીને મેહંદીને વધુ ઘટ બનાવે છે.

આપણાં બોલીવુડમાં મેહંદી કળાને આગળ ધપાવવા ‘મેહંદી લગા કે રખના, ડોલી સજા કે રખના’ તથા ‘મહેંકતી મહેંદી હૈ રંગ લાયેગી’  જેવા ફિલ્મી ગીતોએ તેનું મહત્વ વધારેલ છે. ઉનાળો ચાલુ છે ત્યારે તન-મનની શિતળતા બક્ષતી મેહંદીની માંગ વધી રહીછે. મહિલાના શરીરની ગરમીને આધારે હાથ પર મૂકેલી મેહંદી રંગ પકડે છે. ગરમી જેટલી વધુ એટલો મેહંદીનો રંગ વધુ અને લાંબો સમય ટકે છે. ત્યારબાદ મેહંદીને ‘સેકસ’નો એક નવો આયામ સાંપડયો અને પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરવા મહિલાઓ મેહંદી મૂકેલા હાથનો ઉપયોગ કરતી થઇ હતી.

મેહંદીનો ઉપયોગ આરોગ્ય માટે પણ

મેહંદીનો ઉપયોગ હાથ-પગમાં અને શુભ કાર્યોમાં જ કરવામાં આવે એવું નથી આજે તો તેનો ઉપયોગ આરોગ્ય સુધારવા પણ કરાય છે. મેહંદી ચામડીના રોગને જડમૂળથી ખતમ કરે છે. તેમના પાન ચાવવાથી મોઢામાં પડેલ ચાંદા દૂર થઇ જાય છે. કમળામાં પણ તેના પાન વાટીને પાણીમાં નાંખીને તેને ઉકાળીને પીવાથી રાહત થાય છે. આ ઉપરાંત પથરી, દાઝયા ઉપર પણ તેના ઉપયોગથી રાહત થાય છે. લાગ્યા કે દાઝયાની થતી બળતરા દૂર કરવા મેહંદીના પાનનો લેપ ચોપડવાથી રાહત થાય છે આ ઉપરાંત પણ મેહંદીના પાંદડાના વિવિધ ઉપયોગ જોવા મળે છે.

મેહંદીમાં ઠંડકનો ગુણ

આફ્રિકાની ભૂમિ પર તથા તેની બાજુની અરેબિયાની ભૂમિ પરના ઊંટ પર રઝળતા આદિવાસીઓએ મેહંદીની પ્રથાને પ્રચલિત કરી છે. બળબળતીએ ભૂમિ પર આ ભટકતી માનવ જાતિને જ્ઞાન લાદયું કે મેહંદીમાં ઠંડકનો ગુણ છે, જે બીજી બહુ ઓછા વનસ્પતિમાં છે. મેહંદીના આ ઠંડા ગુણધર્મને લીધે વધુ પ્રચલિત થઇ ગઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.