લગ્નમંડપમાં કન્યા દ્વારા લેવાતી સાત પ્રતિજ્ઞાનું મહત્વ જાણીને મજા પડી જશે

પ્રત્યેક સ્ત્રી-પુરૂષ માટે લગ્ન સંસ્કાર બાદ સુમેળભર્યા જીવન નિર્વાહ માટે આ વિધિ આર્શીવાદરૂપ

અગ્નિની સાક્ષીએ ચોરીએ ચડેલા દંપતિને ધુમાડાના ગોટા પરિપકવ કરતા હોવાની લોકવાયકા

દંપતિના જીવન રથના બંને પૈડા મજબુત અને સરખા રહે માટે અનેક વિધિ વિધાન કારગત

લગ્ન પ્રસંગે સૌ સાજન, મહાજનની હાજરીમાં મંડપ મધ્યે ગોર મહારાજ વર-ક્ધયા ને સપ્તપદીનાં શ્ર્લોકનું ઉચ્ચારણ કરી તેનો અર્થ સમજાવતા જણાવે છેકે સપ્તપદીના સાત વચનો છે અને લગ્નતો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે. અને તે માટેની સંપૂર્ણ કટિબધ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે. સપ્તપદી જેમાં ક્ધયા દ્વારા વિવિધ પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે.

સપ્તપદીની પ્રથમ પ્રતિજ્ઞામાં: વધુભારવશ ભાવે પત્નિ તેના પતિને જણાવે છે કે ગત જન્મમાં પોતે કરેલા અસંખ્ય પૂણ્યોને કારણે તેને તેઓ પતિના રૂપમાં પ્રાપ્ત થયા છે. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્વ ગણે છે. અને આ સૌભાગ્યના પ્રતિક રૂપે પોતાના કપાળે ચાંલ્લો કરવાનું શરૂ કરે છે.

સપ્તપદીની બીજી પ્રતિજ્ઞામાં: પોતાના પતિના બાળકથી માંડીને અબાલ વૃધ્ધ સહિત સંપૂર્ણ પરિવારનાં લાલન-પાલનની ખાત્રી આપે છે તેમજ ઉપલબ્ધ સાધન સંપન્નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહિં પરિવારના દરેક સભ્યોને પ્રેમ, લાગણી અને સેવા ભાવથી પોતાના બનાવવાની વાત કરએ તદ ઉપરાંત તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહી રાખે, જેનાથી વધુ આર્થિક ઉપાર્જન માટે તેનો પતિ ખોટા માર્ગો અપનાવે જે સરવારે સમગ્ર પરિવારને નૂકશાન કરતા નિવડે.

સપ્તપદીની ત્રીજી પ્રતિજ્ઞામાં: ક્ધયા તેના પતિને આમન્યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્યાંથી લાવી ઘરે પણ જમી શકાય છે. પરંતુ ઘેર પત્નિ દ્વારા પ્રેમ પૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઈક જુદી જ હોય છે.

સપ્તપદીની ચોથી પ્રતિજ્ઞામાં: વધુ સારા શણગાર શ્રૃંગાર સજી મન, ભાવ, વિચાર વાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્વચ્છતા, શણગાર, શ્રૃંગાર વગેરે સ્ત્રીના વ્યકિતત્વને ભવ્યતા બક્ષે છે. આથી સ્ત્રી તેના પતિનું આકર્ષણ કેન્દ્ર પણ બની રહે છે. અહિ પત્નિ બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહી જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.

સપ્તપદીની પાંચમી પ્રતિજ્ઞામાં: ક્ધયા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુ:ખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહીં તેમજ પોતાના પતિના સુખ અને દુ:ખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહી તેવી પણ ખાત્રી આપે છે.

સપ્તપદીની છઠ્ઠી પ્રતિજ્ઞામાં: વધુ તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદ પૂર્વક કરશે. તેમજ પતિના માતા-પિતાની સેવા કરશે તેમજ અન્ય સગા સંબંધીઓનો આદર સત્કાર કરશે પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહી છેતરાય તેવું વચન આપે છે આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્યેની જ નહી પરંતુ તેના સાસુ, સસરા તેમજ સમગ્ર સગા વ્હાલા પ્રત્યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

સપ્તપદીની સાતમી અને છેલ્લી પ્રતિજ્ઞામાં: ક્ધયા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય તદ ઉપરાંત ધાર્મિક આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં ક્ધયા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકીક જીવનમાં પરિવર્તીત કરવાની ખાત્રી આપે છે.

શાસ્ત્રોકત રીતે સપ્તપદીની વિધી દ્વારા ક્ધયા દુલ્હાનો પોતાના પતિ તરીકે સ્વીકાર કરે છે. બીજી રીતે જયાં સુધી સપ્તપદીની વિધી પાર પાડવામાં ન આવે ત્યાં સુધી ક્ધયાને પરણેતર નહી પણ કુંવારી જ માનવામાં આવે છે. લગ્ન પ્રસંગ સામાજીક રીતે પરસ્પર એકબીજા સાથે સંબંધ બાંધતા બે પરિવારો માટે એક ઉત્સવ હોય છે. જેથી તેને લગ્નોત્સવ કહી શકાય ખરો… વર પક્ષ અને ક્ધયાપક્ષ એમ બે પરિવારો વચ્ચેના નવ સંબંધ દ્વારા એક નવું સામાજીક ધ્રુવીકરણ રચાય છે. વર-વધુ માટે તો આ પ્રસંગે મહા ઉત્સવ અને નવ જીવનનાં મહાયજ્ઞ સમાન હોય છે.

બીજા શબ્દોમાં કહીયે તો સ્ત્રી અને પુરૂષ માટે લગ્ન સંબંધનું જોડાણ એ તેમનો બીજો જન્મ હોય છે. જેમાં પુરૂષ અને સ્ત્રીએ એક બીજાના વ્યકિતત્વને સમજી જાણીને પરસ્પર પ્રેમ દ્વારા એક મેક પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ પાર પાડવાની હોય છે. આ જવાબદારીઓને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં સપ્તપદીની સાત શરતોમાં આવરી લેવાઈ છે.

લગ્ન પ્રસંગે હસ્ત મેળાપ બાદ વર અને વધુ પવિત્ર અગ્નિ સમક્ષ સાત ડગલા ચાલીને પરસ્પર પ્રેમ દ્વારા એક બીજા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાના શપથ ગ્રહણ કરે છે. આ શાસ્ત્રોકત વિધીને સપ્તપદી એવું સુંદર નામ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. પ્રત્યેક સ્ત્રી અને પુરૂષ માટે લગ્ન જોડાણ બાદ સુમેળ ભર્યા જીવન નિર્વાહ માટે આ વિધી અત્યંત આવશ્યક છે.