Abtak Media Google News

બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર- કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત છે.  પાંચ શહેરમાં 43 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયુ હતું.

બે દિવસ કાળઝાળ ગરમીને પગલે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર,પાટણ, સુરેંદ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે 24 કલાક બાદના ત્રણ દિવસ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે.  શુક્રવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 44.3 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી.

જ્યારે અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો.

વડોદરામાં ગરમીનો પારો 41.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ડિસામાં ગરમીનો પારો 41.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે ભાવનગરમાં ગરમીનો પારો 40.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું પડી રહ્યું છે. પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાતના દિલ્હી કેટલાક ભાગો, વિદર્ભ અને પંજાબના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. જ્યારે પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતના કેટલાક સ્થળોએ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમી પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.