વિશ્વની ૪૦ ટકા સ્ત્રીઓએ જીવનકાળ દરમિયાન શારીરિક અને જાતિય હિંસાનો અનુભવ કર્યો છે : યુએન ના ડેટા મુજબ જાતીય હિંસામાં ૩૬૮૮ કેસનો વધારો નોંધાયો છે, જે ૨૦૨૨ ની સરખામણીએ ૫૦ ટકા વધારો થયો છે, જેમાં ૯૫ ટકા પીડીતો મહિલાઓ અને બાળકી છે.
આ વર્ષની ઉજવણી થીમ ‘ એકસીલરેટ એક્શન‘ છે, જેનો અર્થ ઝડપથી કામ કરવું , મહિલા વિકાસના પ્રોજેક્ટ મદદ કરવી , સમર્થકોને ટેકો આપવો , સાથે મળીને લિંગ સમાનતા માટે ઝડપથી કામ કરો અને આ સંદર્ભેની કાર્યવાહીને વેગ આપો.
યુનાઈટેડ સ્ટેટસે ૧૯૦૮ માં ન્યુયોર્કમાં ગારમેન્ટ વર્કરની હડતાલની યાદમાં ૧૯૦૯ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો : વૈશ્વિક સ્તરે ૧૯૭૫ થી આ દિવસ ઉજવાય છે : પુરુષોને જેટલા કાયદાકીય અધિકારો મળે છે, તેની સરખામણીમાં મહિલા ને માત્ર બે તૃતીયાંશ અધિકારો જ મળે છે
દર વર્ષે ૮ મી માર્ચે ૧૯૦૯ થી આ મહિલા દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિશ્વના ઘણા દેશોમાા ઉજવાતો આવ્યો છે, પણ ૧૯૭૫ થી વિશ્વ ફલક પર આ મહિલા દિવસ ઉજવાય રહ્યો છે. આ વર્ષની ઉજવણી થીમ એક્સીલરેટ એક્શન છે. થીમનો હેતુ ઝડપથી કામ કરવું, મહિલા વિકાસના પ્રોજેક્ટમાં મદદ કરવી અને લિંગ સમાનતા માટે ઝડપથી કામ કરવું એવો છે. તમામ મહિલાઓ અને બાળકો માટે હક સમાનતા અને સશક્તિકરણ જેનો હેતુ આગામી પેઢીને ટકાઉ પરિવર્તનના ઉદ્દીપક તરીકે સશક્ત કરવાનો છે. આજથી વર્ષો પહેલા ૧૯૧૨ માં આ દિવસને દસ લાખ લોકોનું સમર્થન મળેલ હતુ. લિંગ સમાન વિશ્વની કલ્પના કરીને પૂર્વગ્રહ અને ભેદભાવથી મૂકત વિશ્વ બનાવવા સૌની ભાગીદારી આવશ્યક છે. આપણે બધા એ સાથે મળીને મહિલા સમાનતાનું નિર્માણ કરવું જ પડશે. યુનિસે અપના અંદાજ મુજબ ૧૧.૯ કરોડ બાળકીઓ શાળાએ જઈ શકતી નથી.
જેન્ડર સ્નેપશોટમાં દર્શાવે છે કે, હજુ વિશ્વની તમામ મહિલાઓ અને બાળકીઓને ગરીબીમાંથી બહાર કાઢતા ૧૩૭ વર્ષનો સમય લાગશે.
પુરૂષ પ્રધાન આપણા દેશ ભારતમાં મા–બાપો જ પોતાના પુત્રો પુત્રી વચ્ચે ભેદ ભાવ કે જેન્ડર બાયસ રાખી રહ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં આજના દિવસે રજા રાખવામા આવે છે. મહિલાઓને તેના માનવ અધિકારો સાથે માન સન્માન, કાર્યમાં સહયોગ, કૃતજ્ઞતા, આત્મવિશ્ર્વાસમાાં વધારો, પ્રેમ વિશ્ર્વાસ જેવી ઘણી અપેક્ષા અન્ય પાસેથી આશા રાખે છે. નામ ઉપરથી જ આ દિવસ મહિલાઓને સમર્પિત છે. આ દિવસે આપણે સૌ એવી મહિલાને યાદ કરીએ જેણે વૈશ્વિક ફલક પર પોતાની અમીટ છાપ છોડી છે. આ વર્ષનો થીમનો ઉદેશપણ મહિલાઓને સમાન અધિકાર અને સન્માન મળે તેવો છે.પ્રખ્યાત જર્મન એકિટવિસ્ટ કલેરા જેટકીનના પ્રયત્નોને કારણે આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસે ૧૯૧૦ માં આ દિવસની ઉજવણી કરવા મંજુરી આપી હતી. ૧૯૧૧ માં વિશ્વમાં પ્રથમવાર ઓસ્ટ્રયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલા દિવસ ઉજવાયો હતો. પહેલા ૧૯ મી માર્ચે આ દિવસ ઉજવાતો પણ, ૧૯૨૧ થી તારીખમાં ફેરફાર કરીને ૮ મી માર્ચ કરવામાં આવી હતી. મહિલાઓની ઉજવણીનો આ દિવસનો ઈતિહાસ ૧૧૪ વર્ષ જુનો છે. આ દિવસ ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ પ્રત્યેના ભેદભાવ દૂર કરવાનો છે.
૧૯૦૦ની સાલમાં ન્યુયોર્કસીટીમાં મહિલાઓ સારી કામ કરવાની સ્થિતિ, ટુકા કલાકો, સારો પગાર અને મતદાનના અધિકારની માંગ સાથે શેરીઓમાં ઉતરી પડી હતી તેમની આ હિંમતભરી ક્રિયાઓએ એક ચળવળને વેગ આપ્યો, જે આખરે વિશ્વ મહિલા દિવસની સ્થાપના તરફ દોરી જાય છે. આજે વિશ્વના લગભગ બધા દેશોમાં ઉજવાતો આ દિવસ મહિલાઓનાં સતત પડકાર ભર્યા જીવન અને અસમાનતાપર પ્રકાશ પાડે છે. આજે પણ લિંગ આધારિત હિંસા, શિક્ષણ અને આરોગ્ય સંભાળની અસમાન પહોચ અને મર્યાદિત તકો જેવી બાબતનો સામનો કરે છે.
મહિલા દિવસના પ્રતિક રંગોમાં લીલો રંગ આશાનું પ્રતિક, જાંબલી રંગ ન્યાય અને ગૌરવ દર્શાવે છે, જયારે સફેદ રંગ શુધ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ રંગોનો ખ્યાલ ૧૯૦૮ માં યુકેમાં વિમેન્સ સોશિયલ એન્ડ પોલિટિકલ યુનિયનમાંથક્ષ રંગોની ઉત્પતિ થઈ હતી. આ દિવસ મહિલાઓની સિધ્ધી ઓળખવાનો પણ દિવસ છે. મહિલાઓનાં વિકાસ આડે વૈશ્વિક સ્તરે મુખ્ય પાંચ ક્ષેત્રોમાં સંયુકત પગલાની જરૂર છે. જેમાં મહિલાઓનાં વિકાસ માટે વધુ ભંડોળ અને માનવ અધિકારો, ગરીબીનો અંત, લિંગ પ્રતિભાવ ધિરાણનો અમલ, હરિયાળી અર્થ વ્યવસ્થા અને સંભાળ તેમજ નારીવાદી પરિવર્તન જેવા મુદાનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વએ ૨૦૩૦ સૂધીમાં લિંગ આધારીત હિંસાનો અંત લાવવા વચન આપેલ છે, કે લક્ષ્યાંક છે.
વિશ્વ મહિલા દિવસ લિંગ સમાનતા માટે ચાલી રહેલ લડાઈ પરત્વે ધ્યાન દોરવાનો છે. મહિલાઓને આજે ૨૧ મી સદીમાં પણ સમાન વેતન, નેતૃત્વ અને શિક્ષણ જેવા ઘણા ક્ષેત્રોમાં પડકારો અને ભેદભાવનો સામનો કરવો પડે છે. તેમને સમાન અધિકારો અને સામુહિક શકિતને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ નિર્માણ કરવું પડશે. આપણા દેશમાં પ્રાચિન કાળથી નારી શકિતની પૂજા થાય છે. દેશે હંમેશા તેને આદર અને ગૌરવ પ્રદાન કરેલ છે. આપણાં પ્રાચિન વેદો અને ઉપનિષદોએ નારીની મહત્તા વધારી છે. આપણી ઋષી પરંપરામાં પણ તેને દેવીનો દરજજો આપેલ છે.
પ્રાચિન કાળથી આજ દિવસ સુધી મહિલાઓએ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જે કર ઝુલાવે પારણું, તે જગત પર સાસન કરે.મહિલાઓનાં સંર્વાગી વિકાસ માટે આર્થિક સશકિતકરણનું નિર્માણ, વિવિધ પ્રતિભાવોની ભરતી, વિકાસ, મહિલાઓ અને છોકરીઓને નેતૃત્વ, નિર્ણયો લેવા સાથે બિઝનેશ અને ટીમ વર્કને મદદ કરવી જ જોઈએ. મહિલાઓની જરૂરીયાતને સંતોષવા વહીવટી માળખાની રચના અને નિર્માણ કરવા, તેના સ્વાસ્થ્ય માટે માહિતગાર માટે સ્વનિર્ણય લઈ શકે તેવું વાતાવરણ પુરૂ પાડવું જોઈએે. સર્જનાત્મક અને કલાત્મક પ્રતિભાને સૌએ પ્રોત્સાહન આપ્યું અને રમતગમતમાં મહિલાઓ, છોકરીઓની ભાગીદારી વધારવી. તેની તમામ પ્રગતિને ટેકો આપવો અને વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિના દ્વાર ખોલી આપવા જોઈએ.
મહિલાઓ સમાજનું અભિન્ન અગ છે, સ્ત્રીઓને પુરૂષો જેટલુ સન્માન મળતું નથી. ભારતીય બંધારણ મુજબ તેને ઘણા માનવીય હકકો આપવામાં આવેલ છે. આ મહિલાઓનાં અધિકારો વિશે દરેક મહિલાએ જાણવું જરૂરી છે. તેમના હકકોમાં સમાન વેતનનો અધિકાર, માતૃત્વ સંબંધી લાભનો અધિકાર, નામ અને ઓળખ ગુપ્ત રાખવાનો અધિકાર, મફત કાનુની સહાયનો અધિકાર અને રાત્રે ધરપકડથી બચવાનો અધિકાર જેવા ઘણા અધિકારો આપવામાં આવ્યા છે.
વિશ્વ મહિલા દિવસને જાંબલી રંગ સાથે શું છે સંબંધ?
સમગ્ર વિશ્વમાં જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતિક ગણાય છે. મહિલા દિવસે આ રંગ વિશ્વની તમામ મહિલાઓની એકતા દર્શાવે છે. આ સિવાયના બીજા બે રંગો સફેદ અને લીલો પણ તેનું પ્રતિક છે. સફેદ રંગ શુધ્ધતાનું પ્રતિક અને લીલો રંગ આશા અને ખુશી સાથે જોડાયેલ છે. આ રંગ પ્રતિકો મહિલાના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતાં હોવાથી મહિલા દિવસની ઉજવણીમાં તે કલરનો ડ્રેસ કોડ પણ રાખવામાં આવે છે.
અરુણ દવે