Abtak Media Google News

  ક્રિકેટ કોમેન્ટેટર સુશીલ દોશીનો અબતક સાથે વાર્તાલાપ

જશદેવસિંગ, અનંત સતલવાડ, ડીકી રત્નાગર, ક્રિસ્ટોફર માર્ટીન, એલેન મેગલવરી સહિત અનેકવિધ કોમેન્ટેટર બન્યા પ્રેરણા સ્ત્રોત

  કોમેન્ટ્રી માટે ક્રિકેટ સુઝ તથા શબ્દો પર પકક્ડ હોવી જરૂરી

૧૯૭૯નો ઓવેલ ખાતે રમાયેલો મેચ તથા કરાંચી ખાતે ભારતપાકિસ્તાનના મેચની કોમેન્ટ્રી યાદગાર સંભારણું

૧૯૭૯માં સુશીલ દોશીની સ્પીચ આજે પણ લોકપ્રીય

  “જીન લોકો કો દિલકી બિમારી હે વો કમેન્ટ્રી ન સુને.. કયોકી ઉનકે ડોકટર ઉન્હે સલાહ દેતે હોગે કી યે રોમાંચ જો સરપર ચડકર હાવી હો રહા હૈ યે ઉનકે દિલ કે લીયે હાનીકારક સાબીત હો સકતા હૈ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે રીતે ક્રિકેટને જીવંત રાખ્યું અને ક્રિકેટ કોમેન્ટ્રીથી પોતાની જે આગવી ઓળખ ઉભી કરી તેવા ભારતના અને મુળ પાટણના હિન્દી કોમેન્ટેટર સુશીલ દોશી ‘અબતક’ સાથે ખાસ મુલાકાત કરી અનેક વિધ ચર્ચા-વિચારણામાં જોડાયા હતા. તેઓએ સૌરાષ્ટ્રની જનતાને આભાર માનતા કહ્યું હતું કે, તેઓને સૌરાષ્ટ્ર પ્રત્યે ખુબજ લાગણીભાવ રહેલો છે. જેના પરિણામ સ્વરૂપે તેઓ આજ જે ઉચ્ચકક્ષાએ અને જે લોકોનો પ્રેમ પ્રાપ્ત કર્યો છે તેમાં સૌરાષ્ટ્રનો ખૂબજ મોટો સિંહ ફાળો રહ્યો છે.

Vlcsnap 2019 01 11 10H58M16S697

સૌરાષ્ટ્ર માટે મારો પ્રેમ પહેલેથી જ વધુ રહ્યો છે અને જીવનના અંત સુધી તે રહેશે અને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર હું નિયમીત આવવા માંગતા હતો જે ખરા અર્થમાં પરિપૂર્ણ થયું છે જેના માટે હું ક્રિકેટનો આભારી છું, કારણ કે ક્રિકેટે જ મને સૌરાષ્ટ્રમાં પગ મુકવાનો મોકો આપ્યો સાથો સાથ આપની સાથે મુલાકાત થઈ તે પણ મારા માટે સૌભાગ્યની વાત છે. વધુમાં સુશિલ દોષી ‘અબતક’ સાથે પરિસંવાદ કરતા અનેક વિધ પ્રશ્નોના તેઓએ નિખાલસ પૂર્વક જવાબો આપ્યા હતો.

પ્રશ્ન: ક્રિકેટ ખૂબજ લોકપ્રિય રમત છે અને તેમાં પણ જયારે કોમેન્ટેટર ક્રિકેટની કોમેન્ટ્રી આપતા હોય અને રોમાંચમાં જીવનો સંચય કરતા હોય ત્યારે આપનું શું માનવું છે ?

જવાબ: પ્રશ્નનો જવાબ આપતા સુશિલ દોશીએ જણાવ્યું હતું કે, કોમેન્ટ્રી વીના ક્રિકેટ ખરા અર્થમાં અધુરું છે. બધા લોકો જાણે છે કે, કોમેન્ટ્રી ક્રિકેટ મેચમાં જીવનો સંચય કરે છે. પહેલા દ્રશ્યસાવ્ય માધ્યમો નહોતા ત્યારે માત્ર રેડિયો જ હતો અને તેના દ્વારા મેદાનનું ચિત્ર કોમેન્ટ્રી મારફતે લોકોને ખેંચવામાં આવતા હતા અને ગ્રાઉન્ડ ઉપર રમત કેવી રમાઈ રહી છે ? ખેલાડી કયાં પ્રકારના શોર્ટ રમી રહ્યાં છે, ખેલાડીઓની પરછાઈ કેવી દેખાઈ રહી છે, ખેલાડીઓની સ્ફ્રુતી કેવી છે આ તમામ મુદ્દાઓને આવરી લઈ લોકોને કોમેન્ટ્રી કરવામાં આવતી હતી.

જેથી લોકોને વાસ્તવિક ચિત્રનો ખ્યાલ આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વનો સૌથી પહેલો કોમેન્ટેટર હોય તો તે મહાભારતનો સંજય જ હોય શકે કારણ કે તેણે ધૃતરાષ્ટ્રને મહાભારતનું આખું વર્ણન કર્યું હતું. કારણ કે, રાજા ધૃતરાષ્ટ્ર અંધ હતા અને યુદ્ધનું પૂર્ણરૂપથી વર્ણન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું જે ભારતના ઈતિહાસના સૌપ્રથમ કોમેન્ટેટર મનાય છે. જશદેવસિંગની સાથે ૧૯૬૮માં મેં કોમેન્ટ્રીની શરૂઆત કરી હતી અને લોકો તરફથી જે પ્રેમ મળ્યો તેને કદી ભુલી શકાશે નહીં કારણ કે, મેં હિન્દી ભાષામાં કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું હતું.

વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જયારે દેશની રાષ્ટ્રભાષામાં આ લોકો સાથે સંવાદ કરતા હોય તેને લઈ લોકોનો પ્રેમ પણ તેના કારણે આપને ખુબજ વધુ મળતો હોય છે જે મારી સાથે ઘટયું. તેના માટે હું તમામ ભારતીય લોકોનો આભારી છું, ક્રિકેટમાં પહેલા અંગ્રેજી ભાષામાં કોમેન્ટ્રી થતી હતી.

ત્યારે લોકો વિચારી પણ નહોતા શકતા કે, હિન્દીમાં પણ કોમેન્ટ્રી થઈ શકે. આ પ્રશ્નોના અંતમાં તેઓએ જવાબ આપતા કહ્યું હતું કે, હિન્દી કોમેન્ટ્રી અંતરીયાળ વિસ્તાર સુધી પહોંચી છે અને જયાં અંગ્રેજી કોમેન્ટ્રી થતી હતી ત્યાં પણ હિન્દી કોમેન્ટ્રીને સ્થાન મળ્યું છે તે વાતનો પુરાવો છે કે, લોકો પોતાની માતૃભાષાને સ્વીકારી છે અને હૃદય દ્રાવ્ય બનાવી છે. ત્યારે હું લોકોને અપીલ કરૂ છું કે, કોઈપણ પ્રાંતના હોય તેઓએ પોતાની સ્થાનિક ભાષાનું મહત્વ સમજવું જ જોઈએ અને તેને માન સન્માન પણ આપવું જોઈએ.

પ્રશ્ન: કોમેન્ટ્રી હિન્દી ભાષામાં જ કરવાનો નિર્ણય શું કામ ?

જવાબ: વાત સાથે ટકા સાચી છે કે, ક્રિકેટ કોમેન્ટ્રી અનેક વિધ ભાષાઓમાં થઈ શકે પરંતુ હિન્દી ભાષામાં કરવાનો જે નિર્ણય લીધો તેનું એકમાત્ર કારણ એ છે કે, હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા છે અને રાષ્ટ્રભાષાનું માન આપવું દરેક નાગરિક માટે ફરજીયાત હોય છે.

જેને લઈ હિન્દી ભાષામાં કોમેન્ટ્રી કરવાનું પસંદ કર્યું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે અત્યારના હિન્દી ભાષાના દુરભાષા થઈ રહી છે તેને લઈને હિન્દી પખવાડીયા જેવા દિવસોનું આયોજન કરવામાં આવે છે તે એક કરૂણતા ભારત દેશ માટે છે. જો પખવાડા જેવા દિવસો મનાવવા જ હોય તો અંગ્રેજી ભાષા માટે મનાવવા જોઈએ પરંતુ હિન્દી ભાષા માટે નહીં કારણ કે હિન્દી ભાષા આપણી રાષ્ટ્રભાષા છે.

પખવાડાનો મતલબ એ થાય કે લોકો કોઈ ભાષાથી અજ્ઞાત હોય અને તે ભાષા વિશે તેમને જ્ઞાન આપવામાં આવે પરંતુ હિન્દી ભાષા તો માતૃભાષા છે તો તેના માટે પખવાડા દિવસોનું આયોજન શું કામ એટલે કયાંકને એવી પણ શંકા ઉદ્ભવીત થાય કે હિન્દી ભાષા સંકટમાં જાણે હોય. ત્યારે હિન્દી ભાષાનું ગૌરવ હોવાના કારણે જ મેં ક્રિકેટ કોમેન્ટ્રી હિન્દી ભાષામાં કરવાનો નિર્ણય કર્યો.

હિન્દી કોમેન્ટ્રી કરવાનું જયારે નકકી કર્યું ત્યારે મેં અંગ્રેજી કોમેન્ટેટરોની નકલ કરતો હતો અને હિન્દી કોમેન્ટ્રી મારા હૃદયને સ્પર્શી ગઈ છે અને નાના બાળકોની જયારે વાત કરીએ તો ક્રિકેટ રમતાની સાથે જ કોમેન્ટ્રી પણ તેઓ કરતા હોય છે.

આ તમામ વસ્તુઓને જોઈ મને ક્રિકેટ કોમેન્ટ્રી કરવાનું મન થયું અને ત્યારબાદ હું ૧૫ વર્ષની ઉંમરથી જ કોમેન્ટ્રી શરૂ કરી હતી. પરંતુ નકકી નહોતું કે, હું કોમેન્ટેટર બની શકીશ. જોન ઓલર્ટ, બ્રાયન જોન્સ્ટન જેવા દિગ્ગજ કોમેન્ટેટરોની નકલ કરતા હિન્દીમાં કોમેન્ટ્રી કરવાનો મોકો મળી ગયો જે મારા માટે ખુબજ એલેન મેકેલવરી જેવા કોમેન્ટેટરના અવાજ કાઢી અને હું કોમેન્ટ્રી કરતો હતો. જેના કારણે મને મોડયુલેશનની કળા પણ પ્રાપ્ત થઈ જે મેં કોઈની પાસેથી શીખી નથી.

પ્રશ્ન: આપતા જીવનકાળમાં અનેક વિધ કોમેન્ટ્રી આપના દ્વારા કરવામાં આવી છે પરંતુ હૃદયને સ્પર્શી હોય તે કોમેન્ટ્રી કઈ ?

જવાબ: આ પ્રશ્નના જવાબમાં સુશીલ દોષીએ જણાવ્યું હતું કે, મારા હૃદયને સ્પર્શે તે કોમેન્ટ્રી નહીં પરંતુ લોકોના હૃદયને સ્પર્શે તે કોમેન્ટ્રીને દેનાર તે કોમેન્ટેટરને હું બિરદાવું છું. પરંતુ તેમ છતાં જો વાત કરવામાં આવે તો કરાંચી ખાતે રમાયેલા ભારત-પાકિસ્તાનના મેચમાં કોમેન્ટ્રી જે કરી તે મને ખરા અર્થમાં ખુબજ સ્પર્શી ગઈ છે કારણ કે તે સમયે હુલ્લડનો માહોલ સર્જાઈ ગયો હતો અને ક્રિકેટરોને બખુબી રીતે સુરક્ષીત કરવામાં આવ્યા હતા પરંતુ હાઈ કમિશનર દ્વારા કોમેન્ટ્રી બોકસમાં રહેલા મને એટલે કે સુશિલ દોષી અને નરોતમ પુરી બન્ને દ્વારા મેચની લાઈવ પરિસ્થિતિ વિશે લોકોને માહિતગાર કર્યા હતા તે શ્રણે આંખમાંથી આંસુ વહી રહ્યાં હતા કારણ કે તેઓને એક પણ જાતની સુરક્ષા પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી ન હતી તેમ છતાં કોણ હુમલો કરે તે પણ નકકી ન હતું પરંતુ ત્યારે કોમેન્ટ્રી જે આપી તે ખરા અર્થમાં હૃદયસ્પર્શી હતી.

જયારે બીજુ ૧૯૭૯માં ઓવેલ ટેસ્ટ દરમિયાન જે કોમેન્ટ્રી કરવામાં આવી તે પણ ખૂબજ યાદગાર રહી છે તેમાં મેં પ્રેક્ષકોને આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, “જીનકે દિલ કમજોર હો વો યહ આંખો દેખા હાલ સુનના બંધ કર દે, કયુંકી યે રોમાંચ ઈસ ખેલ કા ઈસ કદર અબ હાવી હો રહા હૈ જો દિલ કે લીયે ભારી પડ શકતા હૈ, ઔર ડોકટર શાયદ સલાહ દે કી અગર યે મેચ દેખેગે તો દિલ કે લીયે ભારી હો શકતા હૈ આ વાત કહેવાનું એકમાત્ર કારણ એ હતું કે લોકો સ્ટેડિયમથી બહાર જઈ રહ્યાં હતા અને તેમને જકડી રાખવા માટે આ ઉક્તિનો ઉપયોગ કર્યો હતો અને મને રાજીપો એ વાતનો છે કે, લોકો ૧૯૭૯ની કોમેન્ટ્રી જેને ૪૦ વર્ષ થઈ ગયા તેમ છતાં લોકો તેને યાદ રાખી રહ્યાં છે તે મારા માટે ગૌરવની વાત છે. હજારો લોકો આ કોમેન્ટ્રીને લઈ મને ચિઠ્ઠી લખે છે.

પ્રશ્ન: પ્રવર્તીત પરિસ્થિતિમાં થતી કોમેન્ટ્રી વિશે આપનું શું માનવું છે?

જવાબ: હાલ જે ક્રિકેટ મેચોમાં કોમેન્ટ્રી થઈ રહી છે તે ખુબજ ઉચ્ચસ્તરીય માનવામાં આવી શકાય પણ માત્રને માત્ર અંગ્રેજી ભાષા માટે જ ઘણા ખરા કોમેન્ટેટર હિન્દી ભાષામાં તેઓ મહેનત કરી રહ્યાં છે પરંતુ કયાંકને કયાંક જે હિન્દી ભાષા ઉપરનું પ્રભુત્વ હોવું જોઈએ તે જોવા મળી નથી રહ્યું એટલે ઘણી વખત કયાંક અર્થનો અનર્થ થઈ રહ્યો છે.

એટલે મારી માત્ર આજના કોમેન્ટેટરોને એટલી જ સલાહ છે કે, તે જે કોમેન્ટ્રી કરે તે ધ્યાનથી અને સંભવત રીતે કોઈ ખોટા ઉચ્ચારણો ન કરે તો તે યોગ્ય કહી શકાય. ખરા અર્થમાં કોમેન્ટેટર તે જ હોય શકે જે ઓછા શબ્દોમાં મહત્તમ વાત કહી દે, હાલ ટીવી સમક્ષ લોકો આખો મેચ નિહાળતા હોય છે ત્યારે લોકોને તમામ વસ્તુઓની માહિતી પણ હોય છે.

ત્યારે કોમેન્ટેટરનું કામ સૌથી કઠીન બની જતું હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે, તે સમય દરમિયાન કોમેન્ટેટરે તે વસ્તુ લોકોને કહેવી જોઈએ જે લોકોને ખ્યાલ ન હોય અને તેમના અવાજમાં એક મધુરતા પણ હોવી જોઈએ જે લોકોને પોતાની કોમેન્ટ્રી સાંભળવા જકડી રાખે. લોકોનું માનવું છે કે, મારો અવાજ ખુબજ મધુર છે અને તેના કારણે જ લોકો મારી કોમેન્ટ્રી સાંભળવા ઉત્સુક રહેતા હોય છે પરંતુ આના માને હું લોકોનો આભાર માનું છું કે, જે રીતે તેમની કોમેન્ટ્રી અને તેઓને માન સન્મના મળ્યું છે તે ખરા અર્થમાં ખુબજ સન્માનીત ગણી શકાય.

પ્રશ્ન: ક્રિકેટ જગતમાં લેજેન્ડરી ક્રિકેટરોનું લીસ્ટ ખુબજ લાંબુ છે પરંતુ આપના દ્રષ્ટિકોણથી લેજેન્ડરી કોમેન્ટેટર આપ કોને કહેશો ?

જવાબ: વાત ૧૦૦ ટકા સાચી છે કે ક્રિકેટ જગતમાં લેજેન્ડરી ક્રિકેટરો ખુબજ વધુ જોવા મળી રહ્યાં છે પરંતુ ક્રિકેટને જે જીવંત રાખે છે તેવા કોમેન્ટેટરમાં પણ ઘણા ખરા લેજેન્ડરી કોમેન્ટર છે જેમાં મને કોઈ ગમતું હોય તો તે અંગ્રેજી કોમેન્ટેટરમાં જોન આર્લોટ જેમનું અવાજનું મોડયુલેશન મને સૌથી વધુ પ્રેરીત કરતું અને ઓછા શબ્દોમાં ઘણું ખરું તેઓ કહી દેતા તે તેમની લાક્ષણીકતા અને કળા હતી અને તેમની સાથે જયારે મુલાકાત થઈ તો તે ક્ષણ મારા જીવનનો સૌથી રોમાંચક ક્ષણ હતી. વધુમાં કિથ મીલર, લીન્સે હેસેટ, એલેન મેગલવરી જેમની જે પ્રતિક્રિયા તથા તેમની એકશન મને સૌથી વધુ પ્રેરીત કરતી હતી.

જેમની હું પણ નકલ કરતો હતો અને તેમનો પ્રભાવ લોકો ઉપર ત્વરીત થતો હતો. ક્રિસ્ટોફર માર્ટીન પણ મને ખૂબજ પસંદ હતા. જયારે ભારતનો કોમેન્ટેટરની વાત કરવામાં આવે તો તેમાં અનંત સતલવાડ, ડીકી રત્નાગર કે જેઓ ભારતીય કોમેન્ટ્રી જગતમાં એક એક્ટિંગ સ્વરૂપે તેઓ કોમેન્ટ્રી કરતા હતા.

જે ખૂબજ પ્રભાવશાળી રહેતી અને મને તે સમયથી સ્ટાઈલીંશ કોમેન્ટેટર પસંદ પડવા લાગ્યા હતા. કારણ કે હું પણ કોમેન્ટ્રી જયારે કરૂ છું ત્યારે એ પણએક સ્ટાઈલથી જ કરું છું. સુરેશ સેરૈયા, ધારા પ્રવાહ, નરોતમ પુરી, જસદેવસિંગ પણ એક પ્રખર કોમેન્ટેટર હતા. જેમની પાસેથી હું ઘણું શિખયો હતો અને મનથી મેં તેમને ગુરુ પણ માન્યા હતા પરંતુ કોઈ દિવસ તેમને કહી શકયો નહીં જે વાતનો મને અફસોસ રહી ગયો છે અને લાગે છે કે, તે જયારે જીવતા હતા અને તે સમયે જો મેં મારા મનની ભાવના તેમને કહી હોત તો તે ખુબજ સારી વાત હોત. કોમેન્ટ્રી માટે માઈક સેન્સ શું હોય તે તેમની પાસેથી શીખવા મળી હતી. કેટલું જોશથી અને કેટલું હળવું બોલવું તે પણ તેમની પાસેથી જ શીખવા મળ્યું હતું. વધુમાં કયાં શબ્દને ભાર દેવો અને કયાં શબ્દને રોમાંચક રીતે લોકો સમક્ષ મુકવું તે પણ તેમની પાસેથી શિખવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.