Abtak Media Google News

હિન્દી ફિલ્મ જગતના સદેવ અમર ગાયક તરીકે મોહમ્મદ રફીનું નામ સૌથી યોચ ઉપર છે. આજે ૨૪મી ડિસેમ્બર ૧૯૨૪માં પંજાબમાં તેમનો જન્મ થયો હતો. આજે તેમના જન્મ દિવસ અવસરે ફિલ્મ જગત સાથે કરોડો સંગીત ચાહકોએ તેમના ગીતો ગુનગુનાવીને યાદ સાથે તેમના સંગીત યોગદાનની કદર કરી હતી.

રફી સાહેબને બોલીવુડ જગતનો નબેસ્ટ મિલેનિયમ સિંગરથનો એવોર્ડ મળ્યો હતો. રફી સાહેબ કલાકારોને અનુરૂપ અવાજ કાઢવાની મહારત હોવાને કારણે ગીત સાંભળીએ ત્યારે આપણને હિરોનો ચહેરો યાદ આવી જાય છે. તેમણે દિલીપકુમાર, મનોજકુમાર, વિશ્ર્વજીત, જોય મુર્ખજી, શમ્મી કપૂર, શશીકપૂર, દેવાનંદ, રાજકુમાર જેવા તમામ મહાન કલાકારો માટે ગીતો ગાયા હતા.

રફી સાહેબે માત્ર ૧૩ વર્ષની વયે એક સ્ટેજ કાર્યક્રમમાં પહેલુ પ્રદર્શન કરેલ હતુ. બાદ ૧૯૪૧માં પંજાબી ફિલ્મ નગુલબલુચથમાં યુગલ ગીતમાં પોતાનો સ્વર આપ્યો. આજ ગાળામાં ઓલ ઈન્ડિયા લાહોર રેડિયો ઉપર ગીતો રજૂ કર્યા હતા. હિન્દી ફિલ્મની શરૂઆત ૧૯૪૫માં આવેલી ફિલ્મ નર્ગાંવકી ગોરીથથી કરી હતી બાદમાં મહાન સંગીતકાર નૌશાદે તેમને તક આપતા ફિલ્મો એક બાદ એક આવવા લાગીને રફી કરોડો ભારતીયોનાં હૃદયમાં વસી ગયા.

લૈલા-મજનું-જુગનું જેવી એ ગાળાની ફિલ્મોમાં ગીતો ગાવાની સાથે અભિનય પણ કર્યો હતો ૧૯૪૫ થી ૧૯૪૭નો બે વર્ષનો ગાળો રફી માટે સંઘર્ષનો ગાળો હતો. બાદમાં ચાંદની રાત-દિલ્લગી, દુલારી અને મીના બાઝાર જેવી ફિલ્મોમાં તક મળતા ખરા અર્થમાં રફીમાંથી રફી સાહેબ બની ગયા.

૧૯૪૮માં નસુનો સુનો યે દુનિયાવાલેથ જેવા અમર ગીતને કારણે રફી લોકહૃદયમાં વસી ગયા ૧૯૫૦ થી ૧૯૬૦ના દશકમાં ઓપીનગ પર, શંકર જયકિશન-એસ.ડી. બર્મન, રોશન જેવા વિખ્યાત સંગીતકારોના સુંદર ગીતો રફી સાહેબે ગાયા હતા.

સંગીતકાર નૌશાદ સાથે ૧૫૦થી વધુ ગીતો ગાયને રફી હિન્દી ફિલ્મનાં ટોચનાં ગાયક બની ગયા નઓ દુનિયાકે રખવાલેથ ગીત આજે પણ નંબર વન છે. એસ.ડી.બર્મને તો દેવાનંદ-ગુરૂદત્ત માટે પણ ઉપયોગ કરીને પ્યાસા, કાગઝ કે ફૂલ, કાલાપાની, તેરે ઘરકે સામને, ગાઈડ જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં ગીતો હીટ બનાવ્યા, શમ્મીકપૂર અને રાજેન્દ્રકુમાર માટે ૫૫૨ ગીતો ગાયનેક નવો રેકોર્ડ બનાવ્યો હતો. નિલકમલનાં નબાબુલકી દુર્વાએ લેતી જાથ ગીતના રેકોર્ડીંગ વખતે રફી સાહેબ ગીત ગાતા ગાતા રડી પડયા હતા. તેમણે સૌથી વધુ હિટ ગીતો ઓ.પી.નૈયરના સંગીત સથવારે આપ્યા હતા.

રફીએ સૌથી વધુ ગીતો ગાયા

મોહમ્મદ રફીએ પોતાની ફિલ્મ કેરીયરમાં ૨૫ હજારથી વધુ ગીતો ગાયા છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ દર્જ છે. એક સમયે લત્તાજી અને રફી સાહેબ વચ્ચે ભારતીય ફિલ્મ જગત માટે સૌથી વધુ ગીતો ગાવા માટે એવોર્ડ વિવાદ થયો હતો. રફીજી એ બધા જ કલાકારો માટે તેને અનુરૂપ અવાજમાં ગીતો ગાયને અનેરી છાપ સંગીત ચાહકોમાં ઉભી કરી હતી.

રફીના ટોપ ૧૦ સોંગ

મોહમ્મદ રફી સાહેબે ફિલ્મ જગતમાં શ્રેષ્ઠ ગીતો ગાયાને અમર થઈ ગયા હતા. તેમનાં બધા ગીતો શ્રેષ્ઠ હતા પણ અહી સુપરડુપર ટોપ ૧૦ ગીતોની નોંધ મૂકી છે.

બહારો ફૂલ બરસાવો- સુરજ  લીખે જો ખત તુજે- ક્ધયાદાન, ક્ષ તારીફ કરૂ કયા ઉસકી- કાશ્મીર કી કલી  યે દુનિયા… યે મહફિલ- હિરરાંઝા,  ઓ દુનિયા કે રખવાલે -બૈજુ બાવરા,  જો વાદા કિયાહે -તાજમહલ,  ચલ ઉડ જારે પંખી -ભાભી,  સુહાની રાત ઢલ ચૂકી -દુલારી,  ચુરાલીયાહે તુમને યાદોકી – બારાત,  જાને વાલે કભી નહી આતે – દિલ એક મંદિર,  બાબુલકી દુર્વાએ લેતી જા -નિલકમલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.