જાત મહેનત જીંદાબાદ: જામનગરની આ બહેનો અને દિવ્યાંગો “જૂથ” રચી બન્યા આ રીતે આત્મનિર્ભર

ટાટા જુથનું ફાઉન્ડેશન વડાપ્રધાન મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ વિઝનને વેગ આપશે

10 મહિલા સ્વસહાય જુથ રોજનાં 400 કિલો નાસ્તાનું ઉત્પાદન કરશે: 11 દિવ્યાંગોનું જુથ બેસન અને મસાલા ઉત્પાદન, વિતરણ કરશે

દ્વારકામાં ટાટા કેમીકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ દ્વારકા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સમુદાયના સભ્યોને તાલીમ આપવામાં આવી રહી છે. 400 જેટલી બહેનો તથા દિવ્યાંગો આર્થિક અને સામાજીક પગભર બનાવવામાં આવી રહ્યાં છે. બહેનોએ 10 મહિના સ્વસહાય જુથ થકી રોજનો 400 કિલો નાસ્તાનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. સામુદાયિક વિકાસ કાર્યક્રમો માટે ટાટા કેમિકલ્સ દ્વારા શરૂ કરવામાં આવેલી અને એનો ટેકા ધરાવતી સંસ્થા ટાટા કેમિકલ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ દ્વારકામાં ઉદ્યોગસાહસિતાને પ્રોત્સાહન આપવા માટે સમુદાયના સભ્યોને તાલીમ આપી છે. આ પ્રયાસથી જિલ્લામાં બે નવા વ્યવસાયોને જન્મ આપ્યો છે – દ્વારકેશ ફૂડ્સ ફાઉન્ડેશન, જેનું સંચાલન ફક્ત મહિલાઓ કરે છે તથા નિરંતર ગ્રૂપ મસાલા યુનિટ, જેનું સંચાલન દિવ્યાંગ સભ્યો કરે છે. આ એકમોનું આજે ફાઉન્ડર્સ ડેના ઉપક્રમે ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. ફાઉન્ડર્સ ડેની ઉજવણી મહાન ઉદ્યોગપતિ અને વિઝનરી શ્રી જમશેદજી નુસેરવાનજી ટાટાની યાદમાં કરવામાં આવે છે. આ ઉદ્ઘાટન સમારંભમાં પબુભા માણેક, દ્વારકા નગરપાલિકાના સભ્ય જિતુભા માણેક તથા ટાટા કેમિકલ્સના પ્રતિનિધિઓ, ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડન્ટ (ઉત્પાદન) એન કામથ તથા સીએસઆર એન્ડ સસ્ટેઇનેબિલિટીના ચીફ અલ્કા તલ્વાર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયા હતા. ટીસીએસઆરડીનો એના ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ (આરઇડીપી)નો ઉદ્દેશ સર્વસમાવેશક ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે. આ કાર્યક્રમ સમુદાયના આ સભ્યોને સર્વાંગી તાલીમ આપવાનો હતો, જે ફૂડ પ્રોસેસિંગ ટેકનિકો પર, મશીનો ઓપરેટ કરવા ટેકનિકલ અને મિકેનિકલ તાલીમ આપવા તથા સ્વચ્છતા અને સલામત પ્રક્રિયાઓ અનુકરણીય પ્રક્રિયાઓ પર કેન્દ્રિત હતી.

સીએસઆર અને સસ્ટેઇનેબિલિટીના ચીફ અલ્કા તલ્વારે કહ્યું હતું કે, ટીસીએસઆરડીનો નિર્ધારિત લક્ષ્યાંક સમુદાયનું રક્ષણ, પોષણ અને ઉત્થાન કરવાનો છે. આ ઉદ્યોગસાહસ અમારા સર્વસમાવેશક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસોનો પુરાવો છે, જે તમામને તક આપે છે. આ સમુદાયના સભ્યોએ નવું શીખવાનો જુસ્સો તથા નાણાકીય અને સામાજિક રીતે સ્વતંત્ર બનવાનો અભિગમ દર્શાવ્યો છે. જેમાંથી અમને સામુદાયિક વિકાસની વધારે પહેલો હાથ ધરવા પ્રોત્સાહન આપ્યું છે. અમે દ્વારકા મ્યુનિસિપાલિટીનો આભાર માનીએ છીએ, જેણે અમને તેમના સંકુલોમાં પ્લાન્ટ્સ સ્થાપિત કરવા જગ્યા આપી છે અને દિવ્યાંગજનો (પીડબલ્યુડી) ગ્રૂપના સભ્યો સાથે જોડવામાં અમારી મદદ કરવા માટે સામાજિક સુરક્ષા વિભાગનો પણ આભાર માનીએ છીએ. કલમ 8 અંતર્ગત 10 મહિલાઓના સ્વયંસહાય જૂથ (એસએચજી)ની માલિકીની અને તેમના દ્વારા સંચાલિત દ્વારકેશ ફૂડ્સ ફાઉન્ડેશન નાસ્તાઓનું ઉત્પાદન કરશે તેમજ ઓખામંડળના વિવિધ સ્વાદ અને ફ્લેવર્સ સાથે અલગઅલગ 18 ઉત્પાદનો ઓફર કરશે.

આ સામાજિક પહેલનો ઉદ્દેશ ટીસીએસઆરડી અને જિલ્લા ઔદ્યોગિક પંચ, ખંભાળિયા દ્વારા સપોર્ટેડ મહિલા સશક્તિકરણ કરવાનો છે. દિવસમાં 400 કિલોગ્રામની ઉત્પાદનક્ષમતા ધરાવતું આ ઉત્પાદન એકમ મહિલાઓએ જોડાણ કરીને સ્થાપિત કર્યું છે. જેમાં કુલ રૂ.45 લાખનું રોકાણ થયું છે. જેમાંથી રૂ.10 લાખનું રોકાણ મહિલાઓએ અને રૂ. 25 લાખનું રોકાણ ડીઆઇસીએ કર્યું છે. દ્વારકેશ ફૂડ્સ ફાઉન્ડેશનની એક સાહસ તરીકેની સફર વર્ષ 2020માં કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન થઈ હતી. પણ ટીસીએસઆરડીએ મહિલાઓને તમામ કાયેદસર અને નિયમનકારી જરૂરિયાતો પૂર્ણ કરવા પ્રેરિત કરી અને ઓનલાઇન માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જીએસટી રજિસ્ટ્રેશન, એફએસએસએઆઈ સર્ટિફિકેશન, કલમ 8 અંતર્ગત કંપનીની રચનાનું સર્ટિફિકેશન વગેરે સામેલ છે.

દ્વારકેશ ફૂડ ફાઉન્ડેશનના ઉદય સાથે બેસન અને અન્ય મસાલા જેવી ચીજવસ્તુઓની જરૂરિયાત ઊભી થઈ હતી. ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે આ પ્રકારની ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા નિરંતર ગ્રૂપ મસાલા યુનિટની સ્થાપના ટીસીએસઆરડી પાસેથી રૂ. 3.5 લાખના રોકાણ સાથે થઈ છે. આ યુનિટનું સંચાલન અને મેનેજમેન્ટ સમુદાયના 11 દિવ્યાંગ સભ્યો કરે છે. આ વિચાર ટીસીએસઆરડીના સમાન તકો માટે વાતાવરણ ઊભું કરવાના પ્રયાસોમાંથી આવ્યો હતો. આ એકમ બે પ્રોસેસિંગ મશીનો અને કલાકદીઠ 100 કિલોગ્રામની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

વળી આ સાહસોની કામગીરી વધારવા યુનિટના સભ્યોને માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં તાલીમ પણ આપવામાં આવી હતી, ખાસ કરીને કમ્યુનિકેશનમાં મહત્ત્વને ધ્યાન રાખીને. ઓક્ટોબર, 2020થી મહિલાઓ જિલ્લામાં ગામડેગામડે તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા જાય છે. આગળ જતાં વ્યવસાયોનો ઉદ્દેશ ભારતમાં બજારનું વિસ્તરણ કરવાનો અને વધુને વધુ બજારોમાં પહોંચવાનો છે. આ સમુદાયના સભ્યો ખરાં અર્થમાં સશક્તિકરણની સાથે અન્ય સભ્યો માટે પ્રેરકબળ પણ છે. ઉપરાંત આ બંને મોડલ સર્ક્યુલર વેલ્યુ ચેઇન ઊભી કરશે. જેમાં કાચા માલના ઉત્પાદનથી લઈને અંતિમ ચીજવસ્તુઓના ઓખામંડળ વિસ્તારમાં વેચાણ સામેલ છે, જે વોકલ ફોર લોકલ વિઝનને વેગ આપશે.

Loading...