Abtak Media Google News

મની લોન્ડ્રિંગ કેસમાં 10મીએ હાજર રહેવા ઈડીનું જેકલીનને સમન્સ

અબતક, મુંબઇ

બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ સુકેશ ચંદ્રશેખર, તેમની પત્ની એક્ટ્રેસ લીના મારિયા પોલ અને 6 અન્ય લોકો વિરૂદ્ધ 200 કરોડ મની લોન્ડ્રીંગ મામલે 7000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.  મળતી માહિતી અનુસાર, લુકઆઉટ નોટીસને લઇને એક્ટ્રેસને એરપોર્ટ ખાતે રોકવામાં આવી હતી.

જોકે કસ્ટડીમાં લેવાયા બાદ જેકલીન ફર્નાન્ડીઝને છોડી દેવાઈ હતી. હવે ઇડીની સામે દિલ્હીમાં રજૂ થશે.પ્રાથમિક માહિતી અનુસાર, પોતાના શો માટે જેકલીન ફર્નાન્ડીઝ વિદેશ જઇ રહી હતી પરંતુ તેમને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવી. જેકલીન વિરૂદ્ધ મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીની તપાસ ચાલી રહી છે.

ચંદ્રશેખરે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે તેમણે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને 52 લાખ રૂપિયાનો ઘોડો અને 9 લાખ રૂપિયાની એક ફારસી બીલાડી ભેટ કરી હતી. આ સિવાય ચાર્જશીટમાં એક્ટ્રેસ નોરા ફતેહીના નામનો પણ ઉલ્લેખ કરાયો છે, કારણ કે નોરાને સુકેશ દ્વારા એક મોંઘી કાર ભેટ કરાઈ હતી. જોકે, ઈડી બન્ને એક્ટ્રેસ સાથે પહેલા જ પૂછપરછ કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, સુકેશ પર ખંડણીના 15 કેસ દાખલ છે. આલીશાન જિંદગીના શોખિન સુકેશ બેંગલોર અને ચેન્નીમાં કેટલાક લોકોને કેટલાક કરોડ રૂપિયાનો ચૂનો લગાવી ચૂક્યા છે. ઇડી 200 કરોડ રૂપિયાની ખંડણીના કેસની તપાસ કરી રહી છે. આ મામલે એક્ટ્રેસ જેકલીનનું નામ સુકેશની સાથે જોડાયું હતું. જોકે, એક્ટ્રેસે સુકેશ સાથે પોતાના સંબંધોની વાત ફગાવી હતી. તેવામાં સુકેશ અને જેકલીનનો ફોટો સામે આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.