બાકીના ટી – ૨૦માં જાડેજાની Exit  શાર્દુલની Entry

પ્રથમ ટી – ૨૦ મેચમાં બોલ વાગતા જાડેજા ઇજાગ્રસ્ત, મેચ નહીં રમી શકે : બીસીસીઆઈની જાહેરાત

ઓસ્ટ્રેલિયા સામેના છેલ્લા વન ડે મેચમાં કમબેક કર્યા બાદ કેપ્ટન કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમનું મનોબળ ઊંચું આવ્યું છે. જેના પરિણામે ભારતે ટી – ૨૦ ના પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને પછાડી શ્રેણીમાં ૧-૦ લીડ મેળવી હતી. હજી ભારતે મેચમાં સારા પ્રદર્શનની શરૂઆત કરી ત્યારે ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ફોર્મમાં રહેલા રવિન્દ્ર જાડેજાને ઇજા પહોંચતા જાડેજાએ એક્ઝિટ કરવી પડી છે. ભારતીય ટીમમાં જાડેજાની જગ્યાએ શાર્દુલ ઠાકુરને જગ્યા આપવામાં આવી છે.

શુક્રવારે કેનબરા ખાતે ઓસી વિરુદ્ધ રમાઇ રહેલી ટી – ૨૦ સિરિઝના પ્રથમ મેચમાં જાડેજાની ૪૪ રનની નાબાદ પારીએ ભારતને ૧૬૧ રનનો લક્ષ્ય ઉભો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જે મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાના કપાળની ડાબી બાજુએ બોલ વાગતા ઇજાગ્રસ્ત થયો હતો જેથી હવે જાડેજા મેચ રમવા સક્ષમ નહીં હોવાથી જાડેજાને ટીમમાંથી બહાર કાઢીને શાર્દુલ ઠાકુરને એન્ટ્રી આપવામાં આવી છે.

ઇન્ડિયાનો દાવ પૂર્ણ થયા બાદ બીસીસીઆઈની મેડિકલ ટીમે જાડેજાને પહોંચેલી ઇજાની સતાવાર જાહેરાત કરી હતી. ત્યારબાદ જાડેજાની સારવાર કરવામાં આવી હતી તેમજ વધુ સારવારની જરૂરિયાત પડતા સ્કેન હેઠળ રાખવામાં આવશે. ઇજાને કારણે જાડેજા ટી – ૨૦ સિરીઝમાં હવે રમી શકશે નહીં તેવું બીસીસીઆઈએ સતાવાર જાહેર કર્યું છે. જાડેજાની જગ્યાએ ટીમમાં શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇજા થવાથી અડધા મેચમાંથી જાડેજાને ઇજા પહોંચતા યુઝવેન્દ્ર ચહલને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. ચહલે કુલ ૨૫ રન આપી ઓસ્ટ્રેલિયાની ૩ વિકેટ ચટકાવી હતી.

આગામી મેચ માટેની સંભવિત ટીમની જો વાત કરવામાં આવે તો તેમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન તેમજ વિકેટકિપર તરીકે કે એલ રાહુલ યથાવત રહેશે. તે ઉપરાંત પ્લેઇંગ ઇલેવનમાં શિખર ધવન, મયંક અગ્રવાલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહંમદ શામી, નવદીપ સૈની, દીપક ચહર, ટી નટરાજન , શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય તેવું લાગી રહ્યું છે.