Abtak Media Google News

શકિત પ્રદર્શન સાથે પ્રદેશ પ્રમુખપદે વિધિવત ચાર્જ સંભાળ્યો: ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રથમ પડકાર

અબતક,રાજકોટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે રાજયમાં છેલ્લા અઢી દાયકાથી સત્તાવિહોણી કોંગ્રેસે ગુજરાતમાં સત્તા હાંસલ કરવાના ઈરાદા સાથે પ્રદેશ પ્રમુખ પદે લડાયક ઓબીસીનેતા જગદીશ ઠાકોર અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે. આજે શકિત પ્રદર્શન સાથે જગદીશ ઠાકોર પ્રમુખ પદની ખુરશી સંભાળી લીધી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તેઓની પ્રથમ કસોટી થશે સંગઠનની પૂન: રચના અને વિધાનસભાની ચૂંટણીની વ્યૂહ રચના ઘડવાનો પણ મોટો પડકાર પણ સામે ઉભા છે.આજે અમદાવાદમાં એલિસબ્રીજ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે બપોરે 1 કલાકે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનો વિધિવત ચાર્જ જગદીશભાઈ ઠાકોરે સંભાળી લીધો હતો આ તકે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો તથા કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષતા સોનિયા ગાંધી, પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, ગુજરાતનાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી રઘુ શર્માએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મળેલા કારમાં પરાજય બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિતભાઈ ચાવડા અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પદેથી પરેશભાઈ ધાનાણીએ રાજીનામા આપી દીધા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે નવ મહિનાના લાંબા મહામંથન બાદ અંતે ઓબીસી સમાજના લડાયક નેતા પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ ઠાકોરની અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રીકે સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી છે. પડકાર બની રહેશે. આ ઉપરાંત હાલ કોમામાં રહેલી કોંગ્રેસને ફરી સંજીવન કરવાની જવાબદારી તેઓના ખંભા પર જ રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.