Abtak Media Google News

મુખ્યમંત્રીનું રૂ. પાંચ લાખ, કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાનું રૂ. પ૧ લાખ, ઉઘોગપતિ મૌલેશભાઇ ઉકાણીનું રૂ. ર૧ લાખનું સમર્પણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અયોઘ્યામાં નિર્માણ થનાર ભવ્ય રામમંદિરના કાર્યમાં દેશના કરોડો લોકો યથાશકિત સમર્પણ કરી પોતાની ભાવના વ્યકત કરી રહ્યા છે. તેમ જણાવી રામ જન્મભુમિ ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય મંદિર એ આપણી સંસ્કૃતિ અને સામુહિક શકિતનું પ્રતિક બની રહેશે તેવો દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો. પુરા દેશમાં રામ જન્મભૂમિ ના ભવ્ય મંદિર માટે તા. ૧પ જાન્યુઆરથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન ધન સમર્પણ અભિયાનના ભાગરુપે રાજકોટના ભવ્ય પ્રતિસાદ મળેલ હતો. રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ  ખાતે યોજાયેલા નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠીઓ અને દાતાઓના અભિવાદન કાર્યક્રમમાં વધુમાં ઉદબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું. કે ગુજરાતે પણ રામમંદિર નિર્માણ માટે ઘણો સંઘર્ષ કરી ભોગ આપ્યો છે. ભગવાનશ્રી રામનું ચરિત્ર અનાદી કાળથી લોકો માટે પ્રેરણાદાયી રહ્યું છે. અને આજે પણ ભગવાન રામ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યાં છે.

Dsc 0105

રામમંદિર નિર્માણ માટે શ્રેષ્ઠીઓએ ઉદાર હાથે વહાવ્યો સહાયનો ધોધ

‘અબતક’ મીડિયા રૂપિયા ૫૧ હજારનો ચેક અર્પણ કરી સમર્પણ અભિયાનમાં જોડાયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ રાજકોટ ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં સહભાગી થઇ પાંચ લાખ રૂપિયાની રાશીનો ચેક ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાને મંદિર નિર્માણ કાર્ય અર્થે સમર્પણ કર્યો હતો. તેમણે આ તકે સમગ્ર દેશભરમાં ચાલી રહેલા સમર્પણ નિધિ અભિયાનમાં ગુજરાતના લોકોને મંદિર નિર્માણ કાર્યમાં યથાશકિત યોગદાન આપવા અપીલ કરી હતી.

રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ કરી ‘અબતક’ મીડિયા પણ સમર્પણ અભિયાનમાં જોડાયું

આ પ્રસંગે ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાએ તેમનું મૌન વ્રત હોવાથી રેકોર્ડેડ વિડીયોના માઘ્યમથી નિધિ મહા અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઇને સમર્પણ યજ્ઞમાં આહુતિ આપવા પ્રેરક સંદેશ પાઠવ્યો હતો. ઘોઘાવદર સ્થિત દાસીજીવણની જગ્યાના મહંત શામળદાસજી બાપુએ પણ આથીવચન પાઠવ્યા હતા. આર.એસ.એસના ક્ષેત્ર સંઘ ચાલકજી જેન્તીભાઇ ભાડેસીયાએ કાર્યક્રમના પ્રારંભે રામ મંદિર નિર્માણ સમર્પણ અભિયાન રાજકોટ મહાનગર અંતર્ગત ખાસ નિમંત્રિત શ્રેષ્ઠીઓ પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, આર.એસ.એસ. પ્રાંત સંઘચાલકજી મુકેશભાઇ મલકાણ, વી.એચ.પી. સૌરાષ્ટ્ર પ્રાંત ના અઘ્યક્ષ હરીભાઇ ડોડીયા, વી.એચ.પી. દક્ષિણ પ્રાંતના અઘ્યક્ષ દિનેશભાઇ નાવડીયા, આર.એસ.એસ પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણી, બીન અનામત આયોગના પૂર્વ ચેરમેન હંસરાજભાઇ ગજેરા, વી.એચ.પી. રાજકોટના અઘ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, અગ્રણી અને ગુજરાત સ્વાગત સમિતિના અઘ્યક્ષ મૌલેશભાઇ ઉકાણી કાર્યાઘ્યક્ષ રામભાઇ મોકરીયા સંયોજક  મુકેશભાઇ કામદાર તથા વી.એચ.પી. ના નીતેશભાઇ કથીરીયા સહીત રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ અને દાતાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

Dsc 0141

પ૨મ પૂજય શ્રી ૨મેશભાઈ ઓઝા એ એકાવન લાખ, મેોલેશભાઈ ઉકાણી એ એક્વીસ લાખ, રામભાઈ મોકરીયાએ અગીયા૨ લાખ અગીયા૨ હજા૨ એક્સો  અગીયા૨, નાથાભાઈ કિશાન બ્રાઈટ અગીયા૨ લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, કિશો૨ભાઈ ખંભાયતા અગીયા૨ લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, નાથાભાઈ આણદાની પાંચ લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, જયંતીભાઈ સ૨ધારા (જે.કે.મોલ) પાંચ લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, નંદલાલભાઈ પાંચ લાખ એક હજા૨ એક્સો અગીયા૨, હસખુમખભાઈ સેોભાગ્યચંદભાઈ વસા (વસા સ્ટીલ ) પાંચ લાખ એક હજા૨ એક્સો અગીયા૨, જીતુભાઈ સાવલીયા વ્રજ ઈન્ડ પ્રા. લી. પાંચ લાખ, મુખ્યમંત્રી આદ૨ણીય વિજયભાઈ રૂપાણી પાંચ લાખ, જીવણભાઈ પટેલ પાંચ લાખ, પે્રમગીરી દેવગીરી ગોસ્વામી(રાજુભાઈ) બે લાખ એકાવન હજા૨, વલ્લભભાઈ કથીરીયા બે લાખ એકાવન હજા૨, ગુરૂ દતાત્રેય શરાફી મંડળી લીમીટેડ બે લાખ એકાવન હજા૨, ૨શ્મીભાઈ પટેલ બે લાખ એકાવન હજા૨, વિજયભાઈ કથીરીયા બે લાખ, ડો. જીતેન્દ્ર અમલાણી એક લાખ એકાવન હજા૨ એક્સો અગીયા૨, શિલ્પન બીલ્ડર્સ એક લાખ એકાવન હજા૨, સુ૨ેશભાઈ નંદવાણા(ભવાની ઈન્ડસ્ટ્રીઝ ઈનડીયા એલએલપી) એક લાખ એકાવન હજા૨, જેન્તીભાઈ કાકડીયા ખોડીયા૨ જવેલર્સ એક લાખ એક્વીસ હજા૨, જયોતીન્દ્રમામા (જયોતીન્દ્રભાઈ મહેતા) એક લાખ એક્વીસ હજા૨, ડો. જયેશભાઈ ડોબરીયા (સીનર્જી હોસ્પીટલ) એક લાખ એક્વીસ હજા૨, વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ (વી.વી.પી. કોલેજ) અને ઈન્દુભાઈ સ્કુલ ઓફ આર્કીટેકચ૨ ત૨ફથી એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, ડો. પ્રકાશભાઈ મોઢા એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, ડો. ડી.કે.શાહ એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, ડો. સંજયભાઈ ગદ્રે એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, ડો. વી.બી.કાસુંદરા (સાલેસ હોસ્પીટલ) એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, શાંતુભાઈ રૂપા૨ેલીયા એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, ડો. નવલશંક૨ શીલુ સાહેબ એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, કિરીટભાઈ ગણાત્રા (અકિલા દૈનિક) એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, શ્રી પી.વી.મોદી ચેરીટેબલ ટ્રસ્ટ (મોદી સ્કૂલ) એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, વિઠલભાઈ રામજીભાઈ વાગડીયા એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, ગણેશભાઈ બચુભાઈ ઠુમ્મ૨ એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, કાઠીયાવાડી ગોળ મર્ચન્ટ એસોસીએશન સુ૨ેશભાઈ એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, જ્ઞાનગંગા એજયુકેશન સોસાયટી હ. કૃષ્ણકાંતભાઈ ધોળકીયા એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, સ૨સ્વતી શીશુમંદિ૨ વતી તેમના ટ્રસ્ટી અનિલભાઈ કીંગ૨ તથા ખન્તીલભાઈ મહેતા એક લાખ અગીયા૨ હજા૨ એક્સો અગીયા૨, દિનેશભાઈ સાલ (આ૨.એમ઼જવેલર્સ) એક લાખ અગીયા૨ હજા૨, જયેન્દ્રભાઈ હિરાણી એક લાખ અગીયા૨ હજા૨, ડો. મયંકભાઈ ઠકક૨ (ગીરીરાજ હોસ્પીટલ) એક લાખ આઠ હજા૨, દિપકભાઈ વી૨ચંદભાઈ પટેલ એક લાખ આઠ હજા૨, ભુપતભાઈ બોદ૨ એક લાખ આઠ હજા૨, ડો. હ૨ેશભાઈ ભાડેસીયા એક લાખ એક હજા૨ એક્સો અગીયા૨, ભુષ્ાણભાઈ એક લાખ એક્સો અગીયા૨, પ્રફુલગીરી ગોસ્વામી એક લાખ, સુધાબા દિલીપસિંહ ૨ેવ૨ અને સુ૨ેશબા ગોવિંદસિંહ તલાટી એક લાખ, કેતનભાઈ હંસરાજભાઈ ગજેરા એક લાખ, દીપકભાઈ રાજાણી એકાવન હજા૨, અર્હમ પબ્લીકેશન – અબતક મીડીયા – સતીષ્ાભાઈ મહેતા – એકાવન હજા૨ કુલ એક ક૨ોડ અઠયાસી લાખ ત્રાણુ હજા૨ છસ્સો ચોસઠ પૂરા ની નીધી એકત્રીત થયેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.