Abtak Media Google News

સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની જયંતિ દિવાળી બાદ તુરંત જ આવી રહી છે ત્યારે સર્વપ્રથમ ગોંડલમાં જલારામ જયંતિ ઉજવવાનું આયોજન 45 વર્ષ પહેલા થયું હતું, સાડા ચાર દાયકા પહેલાં આ અંગે ગોંડલના કેટલાક ભક્તોએ જેતપુરના હંસરાજ નાગજીભાઈ ગોરખ અને તેમના સાળા નંદલાલભાઇ ધારશીભાઈ પોપટ સાથે ગોંડલ આવીને ગંગા સાગર હોટલ અને જલારામ ધૂન મંડળ ની સ્થાપના કરી દર શનિવારે ગંગા સાગર હોટલ ની મેડી ઉપર ધુન ભજન ની આહલેક જગાવી હતી, તે સમયે નંદલાલભાઇ, જગાભાઈ સેજપાલ, નરસિંહ ભાણજી, મોહનભાઈ જીવરાજાની, ભનુભાઇ કોલસાવાળા, લક્ષ્મીદાસ ત્રિભુવન, મકનજી મૃગ, અમરશીભાઈ સાતા, ભગવાનજીભાઈ પરસોતમભાઈ, મનુભાઈ દાવડા, ડાયા ભાઈ તન્ના તેમજ શક્તિદાન ગઢવી (નારાયણ સ્વામી), નિરંજન રાજ્યગુરુ, નિરંજન પંડ્યા (જેતપુર) સહિતના ભક્તજનો સામેલ થયા હતા.

આ રીતે મંડળની ભાવાત્મક એકતા આગળ વધી દર અમાસે વીરપુર પદયાત્રા કરીને જતા હતા રાત્રે જલારામ બાપા ના ગાદીપતિ શ્રી ગોવર્ધનરામ બાપાના સાનિધ્યમાં ધુન ભજન ની રમઝટ હતી હતી એ સમયે વીરપુરમાં જલારામ બાપાની જયંતિએ મેળા જેવું વાતાવરણ રહેતું હતું અને પ્રસાદ વિતરણ વિગેરે માટે પૂજ્ય ગિરધર રામબાપાના આદેશથી આ મંડળ ત્યાં સેવાકાર્યમાં હાજર રહેતું હતું, થોડા વર્ષો બાદ પૂ. ગિરધરરામ બાપા એ આજ્ઞા કરી હતી કે હવે તમે ગોંડલના આ ભક્તો મળીને ગોંડલમાં જલારામ બાપાની જયંતિ ની ઉજવણી શરૂઆત કરો

45 વર્ષ પહેલાં ગોંડલના ભોજરાજપરામાં આવેલ લોહાણા રામજી મંદિરેથી પુજ્ય જલારામ બાપા ના તૈલચિત્ર સાથેની વરણાગી ની શોભાયાત્રા શરૂ થઈ હતી

થોડા સમય બાદ ધનજીભાઈ શિંગાળાની આગેવાનીમાં જ્ઞાતિ ભોજન કરવાનો એક સુવિચાર રજુ થયો ત્યારે નંદલાલ ધારશી પોપટ જગાભાઈ સેજપાલ સહિતનાઓએ આ વિચારને વધાવ્યો અને જ્ઞાતિ ભોજનની શરૂઆત થઇ હતી કાળક્રમે વડીલોએ લોહાણા યુવક મંડળને જવાબદારી સોંપી જેમાં મહેશભાઈ ભોજાણી, કિશોરભાઈ ઉનડકટ, ભુપતભાઈ શિંગાળા, વિનુભાઈ વસાણી, રમણીકભાઈ હિંડોચા, જગદીશભાઈ ખીમાણી, ગોકળભાઈ સેજપાલ વિગેરે જવાબદારી નિભાવી હતી આ ઉત્સવ 45 વર્ષથી ઉજવવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.