Abtak Media Google News

ચેન્નઈ ખાતે ૧૦ મુમુક્ષોનો સામુહિક દિક્ષા મહોત્સવ: ખાખરેચી ગામનાં છાયબાને ૨૦૧૦થી જાગ્યા’તા દીક્ષાનાં ભાવ

પ્રથમ વખત ક્ષત્રિય સમાજમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજની ૨૦ વર્ષની દિકરી આગામી ફેબ્રુઆરીમાં જૈન દીક્ષા અંગીકાર કરી પરિવાર-સમાજનું ગૌરવ વધારશે. જૈન દીક્ષા અંગીકાર કરનાર મોરબી તાલુકાનાં માળીયામિંયાણા તાલુકાનાં ખાખરેચી ગામનાં દિકરી છાયાબાએ અબતક સાથેની વિશેષ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, સાલ ૨૦૧૦માં કલાપૂર્ણ સુરીશ્ર્વરજી મ.સા.નાં શિષ્ય તીર્થભદ્ર સુરીશ્ર્વરજીનું ચાતુર્માસ ખાખરેચી ગામે હતું. આ ચાતુર્માસ દરમ્યાન છાયાબા જૈન ધર્મને ઓળખ્યા, પરિચયમાં આવ્યા. ધીમે-ધીમે તેઓ નવકારમંત્ર પણ શીખી ગયા. થોડા દિવસો બાદ તેઓએ ઉધાનતપ કર્યું. આ તપની આરાધના કરવાથી તેઓ સાધુ જીવન નજકીદ પહોંચ્યા અને સાધુ જીવન સમજી શકયા.

Screenshot 3 1 E1574086747592

માત્ર ધોરણ ૧૦ ભણેલા છાયાબાને વર્ષ ૨૦૧૦થી દિક્ષા લેવાની ભાવના હતી. તેઓ જૈન ધર્મની નજીક આવતા નિયમિત દર્શન-પૂજન અને ખાખરેચી જૈન સંઘમાં આરાધના કરવા લાગ્યા. દિક્ષાનાં ભાવ જાગતા છાયાબાને તેમના પપ્પા બાબુભા સુરુભા રાઠોડ (દરબાર) તેમજ મમ્મી કંચનબા અને પરિવારજનોએ શ‚આતમાં દિક્ષા લેવાની ના પાડી પરંતુ છાયાબાને આરાધનામાં તલ્લીન જોતા મંજુરી આપી. છાયાબાએ ઓરેવા કંપનીમાં જોબ પણ કરેલી. તેમના પપ્પા મુળ ખેતીકામ સાથે જોડાયેલા છે. આગામી તા.૧૫ જાન્યુઆરીએ ખાખરેચી ગામે ભવ્ય વરઘોડો પણ નીકળશે. તેમજ ૨૦૨૦ ફેબ્રુઆરીમાં ચેન્નઈ ખાતે એકી સાથે ૧૦ મુમુક્ષોનો દિક્ષા ગ્રહણ સમારોહ યોજાશે. ગુજરાતનાં જ દસેય મુમુક્ષો આચાર્ય ભગવંત પૂર્ણગુણાશ્રીજી મ.સા.નાં પાવન સાનિઘ્યે સામુહિક દિક્ષા ગ્રહણ કરશે. આ અવસરનો ચેન્નઈ ખાતે ભવ્ય મહોત્સવ યોજાશે. દિક્ષા ભાવ રાખતા છાયાબા ડિસેમ્બરમાં રાજકોટ આવવાના પણ ભાવ રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.