જૈન ધર્મ સંકુલ બન્યું કોવિડ કેર સેન્ટર: માનવતા એ જ પહેલો ધર્મની અનેરી મિસાલ કાયમ કરતું ‘પાવનધામ’

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી મુંબઇ સ્થિત પાવનધામ નામના જૈન ધર્મ સંકુલને કોવિડ કેર સેન્ટરમાં તબદલી કરાયું છે. માનવતા એ જ પહેલો ધર્મ ની અનેરી મિસાલ કાયમ કરતા આ કોવિડ કેર સેન્ટરનું પોલીસ જવાનોની સારવાર માટે શરુ કરાયું છે.આ સેન્ટરના એક ફલોરને સઁપૂર્ણ ઓકિસજન સુવિધાથી સજજ રપ બેડનું માત્ર પોલીસ જવાનો માટે નિ:શુલ્ક સારવાર આપવા વિમોચન કરવામાં આવ્યું છે.પ0000 સ્કવેર ફીટમાં નિર્માણ પામેલું પાવનધામ એક જૈન સંકુલ છે.

મુંબઇનું આ સૌ પ્રથમ મંદિર છે. જેનું સંપૂર્ણ સુવિધાથી સજજ કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરાયું છે. અહીં 13000 થી વધુ દર્દીઓને કેર અને સારવાર આપવામાં આવી છે. એમએલએ સુનીલભાઇ રાણેએ આ અનુસંધાને રાષ્ટ્રસંતને વિનંતી મોકલી હતી. શ્રી રાષ્ટ્રસંતે આને સેવા કરવાની તક માનીને માત્ર થોડા જ દિવસોમાં પાવનધામ ટીમ દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી વધુમાં પરમ ગુરુદેવના સહયોગથી વધુ રપ બેડનું બીજુ સેન્ટર પણ નજીકના એક સ્થાનમાં થોડા જ દિવસોમાં તૈયાર થઇ રહ્યું છે.પારસધામ મુંબળ સ્થિત પ્રથમ ધર્મસંકુલ છે જેને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરાયુ  છે. બીજુ સેન્ટર રાજકોટમાં તેમજ અમદાવાદ અને કોલકતા માં પણ એક એક સેન્ટર લોન્ચ કરાયું છે. આ સાથે આ સંસ્થા દ્વારા 1000 થી વધુ દર્દીઓને નિ:શુલ્ક ઓકિસજન સુવિધા પુરી પાડવામાં આવી છે.