Abtak Media Google News

જીવદયા પ્રેમીઓ, દાતાઓને સભાગી થવા અનુરોધ

જુનાગઢના નરસિંહ મહેતા તળાવમાં સુકાયેલા પાણીના કારણે ઓક્સિજન ઓછું થતાં હજારોની સંખ્યામાં થયેલા માછલીઓના મોત બાદ જીવદયા પ્રેમીઓમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો, પરંતુ મનપા દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક જૈન સંઘ પણ આ મામલે આગળ આવ્યું છે, અને માછલીઓને મરતા બચાવવા 5 ટેન્કર પાણી ઠાલવ્યું છે, અને આ સેવામાં સહભાગી થવા લોકોને નિવેદન પણ કર્યું છે.

છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવમાં નાનાથી લઈને મોટા માછલાના ટપોટપ મોત થઈ રહ્યા હતા અને તળાવની આસપાસ તથા પાણીમાં મૃત હાલતમાં રહેલા માછલાના કારણે જીવદયા પ્રેમીઓમાં પણ રોષ પ્રગટ્યો હતો અને આ બાબતે મનપા દ્વારા નરસિંહ મહેતા તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે અને માછલીઓના મોત ન થાય તે માટે પાણી ઠાલવવામાં આવે તેવી અનેક રજૂઆતો ઉઠવા પામી હતી. પરંતુ મનપા દ્વારા આ બાબતે સત્વરે યોગ્ય ધ્યાન ન દેવાતા સ્થાનિક જૈન સંઘ આ મામલે આગળ આવ્યું છે, અને માછલીઓને મરતા બચાવવા 5 ટેન્કર પાણી ઠાલવ્યું છે, અને વધુ પાણી ઠાલવવા ભારે પ્રયત્નો હાથ ધરાયા છે, આ માટે જીવદયા પ્રેમીઓ અને દાતાને સેવામાં સહભાગી થવા નિવેદન પણ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.