Abtak Media Google News

નેશનલ હેલ્થ પોર્ટલ દ્વારા સમગ્ર ભારતમાં આજથી 8 સપ્ટે. ચક્ષુદાન જાગૃતિ અભિયાન

દર વર્ષે સમગ્ર ભારત માં નેશનલ હેલ્થ પોર્ટલ દ્વારા ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન દ્વારા લોકો માં ચક્ષુદાન વિશે પુરી સમજણ અને ચક્ષુદાન કેમ અને કેવી રીતે કરવું જોઈએ અને એક માત્ર ચક્ષુદાન થી બે અંધજનો ને આપણે દ્રષ્ટિદાન આપી શકીએ, આ ઉપરાંત તે અંગે ઘણી માહિતી લોકો સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવા ના નમ્ર પ્રયાસ ના ભાગ રૂપે આ પખવાડિયું દેશભરમાં ઉજવાય છે. વિશ્વ ની સૌથી મોટી જૈન સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ ની આઇ ડોનેશન કમિટી ચેરમેન ઉપેન ભાઈ મોદી અને દીકરા નું ઘર ના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ સંસ્થાનો એવોર્ડ વિજેતા વિવેકાનંદ યુથ ક્લબ પ્રેરિત ચક્ષુદાન અભિયાન સમિતિ નાં પ્રમુખ અનુપમભાઈ દોશી,  કે જે છેલ્લા વીસ વર્ષ થી રકતદાન દેહદાન,ચક્ષુદાન માટે સતત અભિયાન ચલાવી રહી છે. અને અત્યાર સુધી માં સેકડો દેહદાન અને ચક્ષુદાન કરવી ચૂક્યા છે.

આ બન્ને સંસ્થા દ્વારા લોકો માં ચક્ષુદાન ની જાગૃતિ આવે અને મૃત્યુ બાદ લોકો ચક્ષુદાન કરે અને એક વ્યક્તિ ના ચક્ષુદાન થી બે વ્યક્તિ ના અંધકારમય જીવન માં રોશની આપી તેનું જીવન નવ પલ્લિત થાય છેઅમૂલ્ય સહકાર થી નેશનલ હેલ્થ પોર્ટલ દ્વારા દર વર્ષે ભારતભર મા તા.25 ઓગસ્ટ થી 8 સપ્ટે સુધી એટલે એક પખવાડિયા માટે ચક્ષુદાન અંગે લોકો માં જાગૃતિ આવે અને લોકો ચક્ષુદાન કરવા પ્રેરિત થાય અને અન્ય ને પણ પ્રેરિત કરે તેવા માનવીય અભિગમ દ્વારા અલગ અલગ કાર્યક્રમો નું આયોજન થાય છે. જૈન સોશિયલ ગ્રુપ ની આઇ ડોનેશન કમિટી તેના ફેડરેશન ના ઉપપ્રમુખ મનીષભાઈ દોશી, રિજિયન ચેરમેન ડો ચેતનભાઈ વોરા, ફેડરેશન આઇ.ડી નીલેશભાઈ કામદાર, વાઇસ ચેરમેન સેજલ ભાઈ કોઠારી,  મંત્રી નીલેશભાઈ કોઠારી, નાં અમૂલ્ય સહકાર થી તથા સૌરાષ્ટ્ર નાં 40 વધુ ગ્રુપો ના દશ હજાર થી વધુ સભ્યો કાર્યરત છે.

ત્યારે  દીકરા નું ઘર  અને વિવેકાનંદ યુથ ક્લબ ના  મુકેશભાઈ દોશી ના માર્ગ દર્શન હેઠળ અનુપમ ભાઈ દોશી, સુનીલભાઈ વોરા, નલીનભાઇ તન્ના, હસુભાઈ રાચ્છ, ડો. હાર્દિક દોશી, પરીમલભાઈ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ કાર્યરત છે.

જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન ની  આઈ ડોનેશન ડ્રાઈવ ના માધ્યમથી આપણે સૌ સાથે મળી સમગ્ર ભારતમાં આઇ ડોનેશન  અવેરનેસના કાર્યક્રમો દ્વારા જાગૃતિ લાવીએ, ચક્ષુદાન સંકલ્પ પત્રો ભરાવી,બેનર પોસ્ટર, માં સ્લોગન દ્વારા પણ  ઘણા અંશે લોકોને આપણે જાગૃત કરી શકીએ. અને આપણા આજુબાજુમાં કે શહેરમાં કોઈના મૃત્યુ સમયે તે પરિવાર ને ચક્ષુદાન અંગે પ્રેરિત કરીશું તો ભારતના આપણા દ્રષ્ટિહીન બાંધવોને  આપણે દ્રષ્ટિ દાન અપાવા નિમિત્ત બનશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.