જૈન વિઝન પ્રેરિત સોનમ ગરબા 2018 માં યૌવનની વાદળી વરસી, દાંડિયા રાસની રમઝટમાં સરોવર છલકાયા

જૈન વિઝનમાં ગીત સંગીત અને લાઈટિંગનો અદભુત નજારો

જૈન વિઝનમાં ખેલૈયાઓ મન મૂકીને વરસ્યા

પ્રાચીન – અર્વાચીન દાંડિયા રાસનો સુમેરો સંગમ એટલે જૈન વિઝન

જૈન વિઝન પ્રેરિત સોનમ ગરબામાં છઠ્ઠા નોરતે રજવાડી મેલાગ્રોઉન્ડમાં ખેલૈયાઓ એ દાંડિયા રાસની ભારે જમાવટ કરી હતી રૈયા રોડ ઉપરના રજવાડી મેલા ગ્રાઉન્ડમાં રાત્રે ૯ કલાકે આદ્યશક્તિ માતાજીની મંગલ આરતી – સ્મૃતિ બાદ ગીત સંગીત અને ડીજેના સંગેથે જૈન વિઝનના ખેલૈયાઓ એ ઉમંગ ઉત્સાહ અને અનેરાથનગનાટ વચ્ચે પ્રાચીન – અર્વાચીન દાંડિયા રાસ ની ભારે જમાવટ કરી હતી ખેલૈયાઓએ દાંડિયા રાસના અલગ અલગ  સ્ટેપમાં અદભુત કૌશલ્ય દાખવ્યું હતું.

સાથિયા પુરાવોરાજ, ઘમ્મરિયાં લાલ ઘમ્મરિયાં, જુલણ મોરલી વાગી રે રાજાનાકુંવર, તારા વિના શ્યામ મને અકે લડું લાગે, એવા અનેક ગીતો ઉપર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા જૈન વિઝન નવરાત્રી મોહત્સવમાં ખાસ કરીને શિસ્ત શાંતિ અને પારિવારિક માહોલને કારણે ભારે જનમેદની ઉમટી પડે છે.

જૈન વિઝન નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે જૈન  અગ્રણી જીતુભાઈ બેનાણી, જયેશભાઇ શાહ, સુનિલભાઈ શાહ, ગાયત્રીબા વાઘેલા,અશોકસિંહ વાઘેલા,ડો. હેમાંગભાઈ વસાવડા, રાકેશભાઈ રાજદેવ, રૂપલબેન રાજદેવ, વિભાષભાઇ શેઠ, ઝરનાબેન શેઠ,જેનીશભાઇ અજમેરા, ભૂમિબેન અજમેરા, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર, ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.ગઢવી, પી.એસ.આઈ.બી. ટી. ગોહેલ, રાજુભાઈ શાહ, હિમાબેન શાહ, આર.પી. ગ્રુપના હિતેષભાઇ શાહ,  હિનાબેન શાહ, જે.પી. જ્વેલેર્સના અશોકભાઇ સતી કુંવર, ટી. પી. ઓ. શ્રી સાગઠીયા સાહેબ, વિમલેશભાઈ વસા, જશવંતસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, જીતુભાઇ ભટ્ટ, પ્રદીપભાઈ ત્રિવેદી, પી.એન. દોશી, સંગીતાબેન દોશી, સંજયભાઈ દોશી, કલ્પેશભાઈ શાહ, ઝાંઝર ગ્રુપના અનિરુદ્ધસિંહ જાડેજા, રઘુવીર સેનાના પ્રમુખ યોગેશભાઈ પૂજારા, ભાવેશભાઈ શેઠ, અજયભાઈ શેઠ, સચિનભાઈ વાલાણી, એનિમલ હેલ્પલાઇનના મિત્તલભાઈ ખેતાણી, મુકેશભાઇ મહેતા, જ્યોતિબેન મહેતા, કલ્પેશભાઇ શાહ, મુકેશભાઈ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ, શરદભાઈ તલસાણીયા, પરેશભાઈ પોપટ (આર . ડીગ્રુપ ), કેયૂરભાઈ વોરા, હેમલભાઈ મહેતા,પરેશભાઈ સંઘાણી, મનીષભાઈ દેસાઈ,ભરતભાઇ દોશી, ભાવેશભાઈ દેસાઇ, બિપિનભાઈ દોશી, આનંદભાઈ સોની, કાર્તિકભાઈ દોશી, રાજનભાઈ મહેતા, વિનાયકાન્તભાઈ ગાંધી, રજનીભાઇ અમરણિયા, નરેશભાઇ લોટીયા.

જૈન વિઝનના સોનમ ગરબામાં માતાજીની આરતી કરવા કાઠી સમાજના સત્યેન્દ્રભાઈ ખાચર, દશરથભાઈ વાળા,મનીષભાઈ વાળા, ક્ષત્રિય સમાજના આર. ડી. જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, બ્રહ્મ સમાજના દર્શિતભાઈ જાની, જનાર્દનભાઈ આચાર્ય, સુરભીબેન આચાર્ય, નલીનભાઇ જોશી, પ્રશાંતભાઈ જોશી, એડવોકેટ જયેશભાઇ જાની, કમલભાઈ ભટ્ટ, કેશવી  ટુર્સ એંડ ટ્રાવેલર્સના જસપાલભાઈ તોમર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ,આ તકે પ્રતિભાવંત મહિલાઓના સન્માનમાં છઠા નોરતે ડો. ઉન્નતિબેન ચાવડા,ભાવનાબેન દોશી, મિતલબેન વોરા,નિરાલીબેન પારેખ સહિતના મહિલા આગેવાનોનું જૈન અગ્રણી જીતુભાઈ બેનાણી અને જૈન વિઝનની મહિલા ટીમ દ્વારા બુકે અને સ્મૃતિ ચિન્હ દ્વારા કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વીઝનના 200 થી પણ વધારે લેડિઝ અને જેંટ્સ કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.