Abtak Media Google News

ચારેય ફિરકાઓને સાથે લઈ ઉજવાયેલા મહોત્સવની નોંધ સમગ્ર જૈન સમાજે લીધી

જૈનમ એટલે જૈન ધર્મમાં માનનાર જેનો ઉદ્ેશ આવતી નવી જનરેશનને એક સુદ્દઢ અને સંકલીત સમાજની ભેંટ આપવી આવા ઉમદા વિચાર સાથે કાર્યરત જૈનમ દ્વારા રાજકોટનાં સમગ્ર જૈન સમાજ સાથે રાખી શ્રમણ ભગવાન  મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું સુંદર આયોજન ગત તા.14-4-2022 ગુરુવારનાં રોજ કરવામાં આવેલ હતું.

જૈન સમાજની એકતારૂપી જન્મ કલ્યાણક મહોત્સવમાં અનેક દાતાશ્રીઓએ અમોને સહયોગ આપી પારીવારીક માહોલમાં ઉજવાયેલ મહોત્સવને સફળતા તરફ લઈ જવામાં ખૂબ જ સરળતા રહી હતી.

તા.16-5-2022 ને સોમવારનાં રોજ ઢેબર રોડ ઉપર આવેલ હોટલ ગ્રાન્ડ રીઝન્સી ખાતે બપોરે 12.00 કલાકે  મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનાં દાતા ઓનું સન્માન કરવામાં આવેલ હતું. આ તકે મનહર પ્લોટ સ્થા. જૈન સંઘનાં પ્રમુખ ડોલરભાઈ કોઠારીએ ઉજવણીને બિરદાવેલ હતી અને ભગવાન  મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણકમાં અમે સૌ દાતા ઓની પણ ફરજ રહેલી છે.

જેથી આગામી વર્ષોમાં અમારા સહીતનાં દાતા ઓનો આભાર ન માનવો જોઈએ તેમ રજુઆત કરેલ હતી. અજરામર સંઘનાં પ્રમુખ  મઘુભાઈ ખંઘારએ જણાવેલ કે ચારેય ફીરકાઓને સાથે લઈ ઉજવણી કરતો આ મહોત્સવની નોંધ સમગ્ર ભારતનાં જૈન સમાજ લઈ રહયા છે.  સોનમ કવાર્ટઝનાં ચેરમેન  જયેશભાઈ શાહએ જણાવેલ કે જૈનોની એકતા માટે વધુ ને વધુ આવા કાર્યક્રમો સાથે મળીને કરવા જોઈએ તેમજ આ ઉજવણીમાં ભગવાનનાં રથમાં બેસવાનો લાભ અમારા પરિવારને આપેલ તે બદલ આભારની લાગણી વ્યકત કરેલ હતી.

જીવદયા પ્રેમી જીતુભાઈ વસાએ ઉજવણીને બિરદાવેલ અને રાજકોટનાં સાધર્મિકો માટે અને રોજગારીની તકો માટે પણ જૈનમ ટીમ સક્રિય બને અને આ કાર્યમાં અમારા પરિવારનો તમામ પ્રકારનો સહયોગ સાંપડશે. અંતમાં જીતુભાઈ કોઠારીએ સમગ્ર ઉજવણીની માઈક્રો પ્લાનીંગ વિશે અને દાતા ઓની દીલેરી માટે દાતાઓ, જૈન સંઘો, સંસ્થાઓ અને ટીમ જૈનમનો દિલથી આભાર વ્યકત કરેલ હતો.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન હિતેશભાઈ શાહએ અને આભારવિધી અશોકભાઈ વોરાએ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ મહેતાએ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.