Abtak Media Google News

‘યે દેશ હૈ વિર જવાનો’ જેવા એકથી એક ચડીયાતા દેશભકિત ગીત ઉપર ખેલૈયાઓ ઉપરાંત હાજર સૌ નાચી ઉઠયા

જૈન સમાજનાં ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા અતિ સુંદર આયોજનને દિવસે ને દિવસે બહોળી પ્રસિધ્ધી મળી રહી છે. જૈનમ્ નવરાત્રી મહોત્સવ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નામના મેળવી ચુકી છે, જેની મુખ્ય બાબતમાં  ખેલૈયાઓ માટે સુરક્ષીત વાતાવરણ અને પારીવારીક માહોલ, અત્યાધુનિક લેટેસ્ટ લાઈટસ એન્ડ સાઉન્ડ ઈફેકટ, દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ જૈનમની આગવી ઓળખ બની ગયેલ છે અને દરેક સમાજનાં આગેવાનોએ ટીમ જૈનમ્ને ભવ્ય અને શાનદાર આયોજન બદલ દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહયા છે.

નવરાત્રીનાં અતિમ એટલે કે નવમાં નોરતે ભારતનાં આઝાદીનાં 75 વર્ષની ઉજવણી અંતર્ગત અમૃત મહોત્સવને ઘ્યાને લઈ જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ 75 આંકડાની પ્રતિકૃતિ બનાવી આઝાદી મહોત્સવ ઉજવણીને વધુ શાનદાર બનાવેલ હતો. આ સાંસ્કૃતિ કાર્યક્રમનાં પ્રારંભમાં ભારતમાતાની આરતી વંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આરતી પુજનમાં રાજકોટ કલેકટર સાહેબશ્રી અરૂણબાબુ, ભાજપ અગ્રણીશ્રી ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ મ્યુનિસિપલ કમીશનર સાહેબશ્રી અમીત અરોરા સહીતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ત્યારબાદ યે દેશ હૈ વિર જવાનો કા જેવા એક થી એક ચડીયાતા દેશ ભકિત ગીતો રજુ કરેલ જેમાં ખેલૈયાઓ ઉપરાંત પધારેલા આગેવાનો અને હાજર સૌ દેશભકિતનાં રંગે રંગાયા હતા.

Screenshot 1 6

આજરોજ માતાજીનાં નવમાં નોરતે ગ્રાઉન્ડ ખાતે બાળાઓનું પુજન કરવામાં આવેલ હતું, ત્યારબાદ ક્ષત્રીય સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. જેમાં ક્ષત્રીય સમાજના સર્વશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજભા ગોહીલ, આર.ડી.ઝાલા, દેવદતસિંહ બાપુ, લાલુભા જાડેજા, સિઘ્ધરાજસિંહ વાળા, પૃથ્વીસિંહ ઝાલા, બલરાજસિંહ ઝાલા, જયકિશનસિંહ ઝાલા, સત્યરાજસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધેલ હતો. જૈનમ્ નવરાત્રી મહોત્સવનાં અદ્ભુત આયોજનને માણવા માન.શ્રી અરૂણ બાબુ સાહેબ – કલેકટરશ્રી રાજકોટ, શ્રી અમીત અરોરા – કમીશ્નર સાહેબશ્રી : રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન, શૈલેષભાઈ ઠાકર – ચેરમેન : રાજકોટ નાગરિક બેન્ક, મનીષભાઈ મડેકા અને મીહીરભાઈ મડેકા : રોલેકસ રીંગ્સ લીમીટેડ, શ્રી સુરેશભાઈ નંદવાણા – શ્રી ભવાની ઈન્ડસ્ટ્રીઝ, શ્રી પી.ટી. જાડેજા સાહેબ – ક્ષત્રીય સમાજનાં આગેવાન, શ્રી મુકેશભાઈ દોશી – દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ – ઢોલરા, આર.એસ.એસ.નાં વિક્રમસિંહ પરમાર-પ્રાંત સંયોજક, મંગેશભાઇ દેસાઈ – રાજકોટ સંયોજક, શ્રી સમીરભાઈ શાહ – રાજકોટ સંયોજક, વિગેરે ખાસ ઉપસ્થિત રહયા હતા.

જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિઘ્ધ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટ અને તેમનું ધમાકેદાર ઓસ્કેસ્ટ્રાનાં સાંજીદાઓએ સથવારે અનિલ વંકાણી, ઉવર્શિ પંડયા, પ્રિતી ભટ્ટ, પ્રદિપ ઠક્કર જેવા ફેમસ સિંગરોએ આપણી સંસ્કૃતિને અકબંધ રાખી ગરબાને અર્બન ટચ આપીને એક થી એક ચડીયાતા રાસ-ગરબા પ્રસ્તુત કરી ખેલૈયાઓને એક નવું જોમ ભરેલ હતું. પધારેલ આમંત્રીત મહેમાનો અને ઉપસ્થિત સૌ કોઈએ તાલીઓના ગડગડાટથી વધાવેલ.આજે દશેનાં શુભ દિવસે જૈનમ્ નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે જેમાં વિજેતાઓને ટીવીએસ બાઈક, એકટીવા, વોશીંગ મશીન, એરકુલર, સોનાનો ચેઈન, બુટ્ટી, એલ.ઈ.ડી. ટીવી જેવા લાખેણા ઈનામો અપાશે.

આઠમા નોરતે જુનીયર પ્રિન્સેસ વેલડ્રેસમાં પારેખ જાનવી, સ્તુતી મહેતા, મિષ્ટી મહેતા  તેમજ જુનિયર પ્રીન્સ વેલડ્રેસમાં મહેતા હર્ષ, શાહ હિત, કહાન પટેલ તથા સીનીયર પ્રિન્સેસ વેલડ્રેસમાં રીશીતા પરીખ, ઈશા, માનસી કોઠારી તથા સીનીયર પ્રિન્સ વેલડ્રેસમાં યશ માવાણી, હીત મહેતા, હર્ષિત શાહ  ઉપરાંત જુનીયર પ્રિન્સમાં દોશી જશ, શ્રેય મહેતા, શાહ કવિશ, શાહ મિત તથા જુનીયર પ્રિન્સેસમાં ક્રિશા કામદાર, શાન્વી ખારા, હિર શાહ, ક્રિષા હિરાણીને વિજેતા જાહેર કરી ઈનામો આપવામાં આવેલ હતા. જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્માબેન વાણી, ડો.અમી મહેતા,નીકાતાબેન નંદાણી, ડો.કુંતલ જાડેજા, પ્રશાંતભાઈ પુજારાએ ઉપસ્થિત રહી સેવા આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.