Abtak Media Google News

રશિયાની ફાઇ-પાવર્ડ મિલિટરી ડેલિગેશનને આગામી પાંચ દિવસ નેતૃત્વ પુરૂ પાડશે

સંરક્ષણ પ્રધાન અ‚ણ જેટલી રશિયાના નાવોસિબિંસ્ક અને મોસ્કો ખાતે આજથી એક અઠવાડીયા સુધી હાઇ પાવર મિલિટરી ડેલીગેશનમાં ખાસ નેતૃત્વ પુરૂ પાડશે. રશિયાએ ટેકનોલોજીમા અમેરિકા સાથેના લાંબાગાળાના સંબંધોમાંથી હાથ સેરવીને ભારત સાથે હાથ મિલાવ્યો છે.

જેટલી દ્વારા રશિયન ડેપ્યુટી પી.એમ. રોગોઝાન અને ડિફેન્સ મીનીસ્ટર જનરલ સર્ગી સોયગુ સાથે ભારત-રશિયાના પ્રથમ સાયંસ ટેકનોલોજી કમિશન અને ૧૭માં ઇન્ટર ગર્વમેેન્ટસ કમિશન અંતગત આજથી ત્રણ દિવસ ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન પુરૂ પાડશે આ ચર્ચા પ્રધાનમંત્રી મોદીની અમેરિકાના પ્રવાસના જૂજ દિવસો પહેલા જ કરવામાં આવશે.

જેના દ્વારા ભારતે વધુ એક મોટા સોદામાં ઉમેરો કર્યો છે. રશિયા દ્વારા આ પ્રકારના પ્રોજેકટ દ્વારા ૧૦.૫ બિલિયન ડોલરના કરારો ને મંજુરી આપી છે.

આ રેન્જમાં એસ-૪૦૦ એર ડીફેન્સ મિસાઇલ સિસ્ટમ ફોર ગ્રીગોરીવિચ કલાસ ફ્રાઇગેટસ અને ૨૦૦ કામોવ- ૨૨૬ ટી લાઇટ હેલિકોપ્ટર્સ તથા સેક્ધડ ન્યુ કિલયર પાવર્ડ સબમરિન આઇ.એન.એસ. ચક્ર સહીતના શસ્ત્રોનો સમાવેશ થાય છે.

પરંતુ ભારત દ્વારા હજુ અર્થતંત્ર અને ટેનિકલ વિયાબિલીટીના પણ મલ્ટી બિલિયન ડોલરના સંયુકત વિકાસ અને ઉત્પાદનો દ્વારા ફીફથ-જનરેશન ફાઇટર એરક્રાફટ (એફ.જી.એફ.એ.) જેને સુખોઇ અથવા પીએકે.એફ.એ. સહીતના જોડાણો હજુ હાથ પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.