- જામ ખંભાળિયા : બજાણા ગામે વીજ ટાવર ધરાશાયી થતા 2 શ્રમિકના મો*ત
- વીજ ટાવરના વાયર ખેંચવાની કામગીરી દરમિયાન બની ઘટના
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં વીજ ટાવર પડતા એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વીજ ટાવર ધરાશાયી થતાં 2 લોકોના મો*ત નિપજ્યાં છે. તેમજ બજાણા ગામે વાડી વિસ્તારમાં ટાવરના વાયર ખેંચવાની કામગીરીમાં દરમિયાન આ દુર્ઘટના બની છે. આ ઉપરાંત વાયર ખેંચવાની કામગીરીમાં ટાવર ધરાશાયી થયું છે. ટાવર ધરાશાયી થતાં 2 પરપ્રાંતિય મજૂરના મો*ત થયા છે, ત્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડાયા છે.
જામનગરમાં વીજશોક લાગતા આધેડનું મોત
આવો જ એક બનાવ જામનગરમાં સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, જામનગરમાં પણ એક આધેડના મો*તના સમાચાર સામે આવ્યા છે. તેમજ જામનગરમાં હાઈટેન્શન વીજલાઈનમાં વીજશોક લાગતાં આધેડનું મો*ત નીપજ્યું છે. આ ઉપરાંત એક કારખાનાની અગાસી પર કામ કરી રહેલા આધેડને ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈનમાં વીજશોક લાગતાં નીચે પટકાતાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેનું મો*ત થયું હતું. હાઈટેન્શન વીજલાઈનમાંથી વીજ શોક લાગતાં 55 વર્ષીય અજય ભુવા નામના આધેડનું કરુણ મો*ત નીપજ્યું હતું. તેમજ વીજ શોક લાગ્યા બાદ તેઓ અગાસી પરથી નીચે પટકાયા બાદ નીચે પડવાને કારણે તેમને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પણ થઈ હતી.
ખેડામાં બ્રિજ પરથી પટકાતા શ્રમિકનું મો*ત
બીજી તરફ ખેડાના મહુધા રોડ પર બિલોદરા બ્રિજ પરથી 40 ફુટ નીચે પટકાતા એક મજુરનું મો*ત નીપજ્યું છે. ત્યારે હાલમાં બિલોદરા બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે સમારકામ દરમિયાન કોઈપણ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રિજ સમારકામ કામગીરી દરમિયાન મજુર બ્રિજ નીચે પટકાતા મો*ત નીપજ્યું છે. આ ઉપરાંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલ જઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોકટરે તેને મૃ*ત જાહેર કર્યો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે.