Abtak Media Google News

દેશમાં શૌર્યની અજોડ મિશાલ જૂનાગઢનું ઐતિહાસિક યુદ્ધ

અબતક, રાજકોટ

જામ સતાજીએ જામનગરના સ્થાપક જામ રાવલની ત્રીજી પેઢીએ ગાદી ઉપર આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણથી 139 પેઢીએ હતા, એવું પરંપરાગત રીતે, બારોટના ચોપડાને આધારે માનવામાં આવે છે.

રાજગાદી ઉપર વિક્રમ સવંત 1625 થી 1664 સુધી રહ્યાં. કુલ વર્ષ 39 વર્ષ રાજ કર્યું. જામ સતાજી એક બુદ્ધિશાળી, વિચક્ષણ રાજવી હતા.

ગુજરાતના તે સમયના સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને તેઓએ સમજાવ્યું કે “તમારો ચલણી રૂપિયો અને જામનગરની ચલણ કુંવરી (કોરી)ના લગ્ન કરીશું” એટલે પોતે ખંડિયા રાજા હોવા છતાં સાર્વભૌમ સવંતત્ર શાસકની માફક પોતાનું અલગ ચલણ “જામ શાહી કોરી” ચાલુ કર્યું હતું ! તે અંગેની નીચે મુજબની હકીકત જામનગરના આધારભૂત ઈતિહાસના પુસ્તક “યદુવંશ પ્રકાશ” આપેલ છે !

પોતાની સ્વતંત્ર, ટંકશાળ ઉભી કરી અને વેપાર-વાણિજ્યને ખૂબ પ્રોત્સાહન આપ્યું.

જૂનાગઢ જીતી લેવાં મોકલ્યો, એ ખબર જૂનાગઢના નવાબ અમીનખાનને થતાં જામ (સતાજી સાથે પોતાને સારો સંબંધ હોવાથી તેઓ)ની મદદ પત્રથી માગી હતી.

એક વખત જામ સતાજી કીલેશ્ર્વર પોતાના રથ ખેડાવી જતા હતા રસાલા સહિત તેમાં માણસની ભૂલને હિસાબે રથની કાંઢ ચૂકી હતી અને બળદ માટા હતા ગુવાણા સિમાડામાં પહોંચ્યા ત્યારે બળદ પગ મડાય તેવી સ્થિતિમાં રહ્યો નહીં ત્યારે જામ સતાજીએ જસાવજીને કહ્યું કે ભાણદલ પાસેથી બળદની જોડ માંગી લાવા તે જેસો વજીર ગુવાણામાં બળદની જોડ માંગતા ભાણજીદલ પાસે આવ્યો. ભાણજી દલ એ સમયે ચારીમાં ડાયરો ભરીને બેઠેલા ત્યાં આવીને જસાવજીરે ભાણજી કાકાને ને રામરામ કરી જાણ કરી કે જામસાહેબ કીલેશ્ર્વર પધારે છે જે આપના ગામને સિમાડે છે અને રથના બળદને પગમાં ઈજા થઈ છે તો તેનના માટે બળદ જોડે લેવા આવેલ છું ત્યારે ભાણજી દલએ જવાબ આપ્યા કે, “જામ સાહેબે માંગી માંગીને બળદની જોડ માંગી ? માંગવું જ હોય તો “માથા” મંગાયા !” ડાયરામાં લોકો હસવા લાગ્યા !

જસા વજીરને અપમાન લાગ્યું ! પણ કાંઈ બોલ્યા નહીં !

સર્જ દલ સખાતિયા બિરાધ ખીર બાનિય સહસ્ત્ર ત્રીજ સથીય કાણુ સોડ પત્રથય કિયે સપાથ લાડક જસા જોધ ભડક મરદ ભારમલય ચડે હું ભાણ ચલીય..

જામનગરના જામ સતાજીએ ત્રીસ હજારનું લશ્કર તૈયાર કરી જસો વજીર, ભાણજીદલ, ભારમલજી યાને ભારાજી (જે જાંબુડાવાળાના દાદા) આ ત્રણની સરદારી નીચે જામનગરની વિશાળ, બહાદુર સેના જૂનાગઢની રાહે રવાના થયા.

30,000 જેટલું વિશાળ સૈન્ય ખરેખર જામનગરના રાજ્વી જામ સત્તાજી દ્વારા મોકલ્યું હોઈ શકે ? તેની ઐતીહાસીક હકિકત તપાસના કેટલાંક તટસ્થ ઈતિહાસના લેખકોનું લખાણ વાંચતા તે હકીકત સાચી અને સત્ય જણાયેલ છે.

જાણીતા પ્રતિષ્ઠિત ઈતિહાસના અંગ્રેજ લેખક ભવફહિયત સશક્ષભફશમ દ્વારા, 1931માં પ્રકાશિત થયેલ અ હફક્ષમ જ્ઞર છફક્ષષશ ફક્ષમ ઉીહયયા માં સ્પષ્ટ જણાવ્યું છે કે, જામ સત્તાજી 50,000 સુધીનું લશ્કર એકઠુ કરી શકતા હતા, જે ભારતભરમાં અકબર પછી બીજા નંબરનું હતું. જેથી અકબર પણ સત્તાજીથી ડરતો હતો !

બિજી મહત્વની સાબીતી એ છે કે કોઈ પણ રાજા પોતાનું બધુ સૈન્ય બિજાની મદદ માટે ન મોકલે, તેથી 50,000નું સૈન્ય હોય તો તેમાંથી 30,000 સૈન્ય મોકલ્યું હોઈ શકે છે.

30,000 જેટલું વિશાળ સૈન્ય મોકલેલ તે બધા ઈતિહાસના પુસ્તકોમાં વાંચવા મળે છે. તેથી 50,000નું સૈન્ય જામ સતાજી રાખતા હોય તદન શક્ય લાગે છે !

એમ કોઈ તાકાત વગર, એક નાના રાજાથી દિલ્હીના બાદશાહ સામે બાથ ભરવાનો વિચાર પણ ન થઈ શકે !

વેપાર-ધંધાઓને પ્રોત્સાહન આપીને તેમજ પોતે ગમે તે સંપ્રદાય પાળતા હોય, પરંતુ તમામ સંપ્રદાયોને પ્રોત્સાહન, ટેકો આપીને લોકપ્રિયતા મેળવી હતી અને પોતાની પ્રજાના ટેકાથી જ રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત કરી હતી, પોતાની લશ્કરી તાકાત એટલી વધારી કે જરૂર પડ્યે તો ભારતના બાદશહ સહિત કોઈની પણ સામે લડી શકે અને પોતાના ક્ષાત્ર-ધર્મમાં એવી અતુટ શ્રદ્ધા કે: આશરે આવે તેનું રક્ષણ કરવુંં અને હિમ્મત પણ એવી કે ક્ષત્રિયધર્મ માટે દેલ્હીના બાદશાહ સામે લડવાની તૈયારી.

આવી વિચ્ક્ષણ રાજકીય, વિચક્ષણ બુદ્ધિ ચાતુર્ય, હિમ્મત, પ્રજાનો ટેકોએ બહુ દુર્લભ જોવા મળે છે. છતાં ભારતનું દુર્ભાગ્ય એ હતું કે આવા મહાન રાજ્વીની દેશના સાહિત્યકારો અને ઈતિહાસકારોએ પણ સુથારની પુત્રી છું. મને મારા પિયરના રાજાની ફોજ છે એવા સમાચાર મળ્યા એટલે તમોને પણ જાણ કરવા આવી છું. તેના પતિએ કહ્યું કે આજે રાત્રે જ જામનગરની ફોજ ઉપર હુમલાની તે લોકોની યોજના છે, એવું જાણવા મળેલ છે.

આવી હતી એ સમયમાં રાજા પ્રત્યેની રાજ-ભક્તિ ! રાજ-ભક્તિ ભાવ આ પ્રસંગ પરથી જામનગરના રાજા ઉપર પ્રજાના કેટલા ભાવ હશે તે જોઈ શકાય છે.

આ શબ્દો સાંભળી ભાણજી દલની છાતી ગજ ગજ ઉછળવા લાગી અને કહ્યું બેટા આ વિજયનો યશ તારા ફાળે જશે ! એમ કહી હાથમાંથી સોનાનો વેંઢ ઉતારી બાઈને દીકરી સમજી આપી દીધો ! કાપડામાં આપ્યો, વિજયની ખુશાલીમાં.

જસા વજીરે સૌ સાથે ચર્ચા કરીને એવી જાતનું પરીયાણ ર્ક્યું કે “આપણે બાદશાહી ફોજની તોપો પહેલા નકામી કરવી” ભાણજી દલ અને ભારાજીને કહું કે આમ નહીં કરીએ તો આપણે પહોંચી શકીએ તેમ નથી. માણસો તો ઠીક પરંતુ ‘તોપો’, ખીલા-બળ તેમની પાસે વિશેષ છે, તે ્રાપણે યુક્તિ કરવી પડશે કે પ્રથમ એક તાપોના કાનમાં ખિલા જડીને તોપો નકામી કરવી અને બાદમાં તેમના ઉપર સીધુ આક્રમણ કરવું.

જેશા વજીરને સઘળી હકીકતથી વાકેફ કર્યા. ત્યારે જસાવજીરે ભાણજી દલને કહ્યું ભાણજી કાકા તમો તોપોના કાનમાં ખીલા ધરબીને નકામી કરો અને પછી હું બાદશાહી ફોજ ઉપર હલ્લો કરીશ. આ વાત ભાણજી દલે માન્ય રાખી અને અંધારા થવાની રાહ જોવા લાગ્યા અને ત્યાંજ સૈન્ય પડાવ નાખ્યા.

અંધારૂ થયું એટલે મસાલો સળગાવવાનો હુકમ દઈ. ભાણજી દલ જાડેજાએ પોતાના અમુક વિશ્ર્વાસુ અને વીર માણસોને સાથમાં લઈ અને તોપો ખોટી કરવા ચાલી નિકળ્યા.

મસાલો સળગાવીને જે દિશામાં કોઈ નહતું એ દિશામાં સળગેલી મસાલો ઝાડ સાથે બાંધી દીધી !

Uperkot Banner

આ બાજૂ મશાલો સળગી એટલે તેમના અજવાળા જોયા એટલે બાદશાહના સેનાપતિએ પોતાના તોપચીઓને હુકમ કર્યો કે જામનગરની ફોજ આવે છે, માટે તોપોનો મારો ચાલુ કરો. આ હુકમ મળતાં જ એક પછી એક તોપો ફૂટવા લાગી અને દારૂના ધુમાડાના જે ગોટે-ગોટા નિકળે તે ધુમાડાનો અને અંધારાનો લાભ લઈને ભાણજી દલ જાડેજાએ પોતાના સાથીઓને મારી પાછળ પાછળ આવો અને ધ્યાન રાખો એમ કહીને ઝડપથી તોપોના કાનમાં ખીલા ધરબવા લાગ્યા અને એક પછી એક તોપ નકામી કરવા લાગ્યા !

ઘણી પોતાના કાનમાં ખીલા ધરબયા હશે ત્યાં તોપચીને ખબર પડી કે તોપો ફૂટકી નથી, તેથી કોઈ તોપોના કાનમાં ખીલા ધરબે છે, એટલે તોપોના રક્ષકોએ તુરંત જ તપાસ કરવા અંધારામાં માણસોને જોયા ! એટલે તેમના ઉપર તુંટી પડ્યા ભાણજી દલની પાછલ રક્ષણ કરવા વાળા 350 માણસો ભાણજી દલ જામનગરના સૈન્યનું ભવ્ય સ્વાગત કર્યું. સુલેહ કરવા પ્રાર્થના કરી, પોતાની ભુલની માફી માગી તેમજ ઉપકારના બદલામાં ચુર, જોધપુર અને ભોડ એ ત્રણ પરગણાં (દરેકમાં 12 બાર ગામ સાથે) આપ્યાં. તે લઈને જેશા વજીર જામનગર આવ્યા.

આમ વિક્રમ સંવત 1630માં જૂનાગઢના યુદ્ધમાં અકબરના સૈન્યને સમગ્ર ભારતમાં પહેલીવાર કોઈએ હરાવેલ હતું. (સૌરાષ્ટ્રના લેખક શંભુ પ્રસાદ દેસાઈના મતે આ લડાઈ વિક્રમ સંવત 1637માં લડાઈ હતી.)

અકબર ને કરારી હાર આપી હતી અકબરે કલ્પના ન કરી હોય એવી ભારે શિકસ્ત હતી, જેમાં પહેલીવાર કોઈ હિન્દુ રાજાએ અકબરનો શસ્ત્ર-સરંજામ, હાથી,ઘોડા પાલખીઓ અને તોપો પણ કબ્જે લીધા હતા. જે ભારતમાં પહેલીવાર બન્યું હતું.

આ અજોડ યુદ્ધ, ઈતિહાસમાં અમર છે અને તે પછી જામનગરના રાજવી જામ સત્તાજીને લોકો “પશ્ર્ચિમ ભારતના પદશાહ” કહેવા લાગ્યા.!

સરદાર મીરજાખાને અકબરને જઈને કહ્યું કે જામનગરના જામની ફોજે રાત્રીની વખતે આપણા લશ્કર ઉપર હુમલો કરેલ હતો. તેથી હાર થઈ હતી !

પ્રસિદ્ધ લેખક ભવફહિયત સશક્ષભફશમ “અ હફક્ષમ જ્ઞર છફક્ષષશ ફક્ષમ ઉીહયયા” નામના પ્રસિધ્ધ ઈતિહાસિક પુસ્તકમાં લખે છે કે, ભાણજી દલ જાડેજાને જ્યારે જૂનાગઢની મદદ માટે મોકલ્યા ત્યારે તેને જામ સત્તાજી પાસે એક હાથીની માંગણી કરી પરંતુ જામના મામાએ હાથી આપવાની ના પાડી અને હાથીના બદલે પાડા લઈ જાવ તેમ મશ્કરી કરી, તે ઉપરથી ભાણજી એ ત્યાં પ્રતિજ્ઞા કરી કહ્યું કે એક હાથીને બદલે બાદશાહના અનેક હાથી લાવું તો જ મારૂ નામ ભાણુજી દલ સાચું, જેથી છાવણી ઉપર ચિંતાની જેમ છાપો મારી, બાદશાહ અકબરના બાવન હાથીઓ કબ્જે કરી જામને ભેટ ર્ક્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.