Abtak Media Google News

મહારાષ્ટ્રીયન યુવતી, તેની બહેન બનેવી અને દંપતી સહિત પાંચ શખ્સો સામે નોંધાતો ગુનો

જામ-જોધપુર તાલુકાના બગધરા ગામે  યુવાન સાથે મહારાષ્ટીયન યુવતી પરણાવી તક શોધી ફરાર થઈ જતા યુવાન દવારા તપાસ કરતા યુવતી રાજકોટ મુકામે   યુવકને પરણાવી દીધી ક્ષય યુવાન દવારા છેતરનારટોળકી વિરૂદ્ધ જામ-જોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં સવા મહિના થયા અરજ છતા પોલીસ ફરીયાદ લેવામાં ઠાગા ઠૈયા કરી રહી છે

જામજોધપુર તાલુકાના બગધરા ગામના સુભાષ ભગવાનજીભાઈ કોટડીયા   જેમના લગ્ન થતા ન હોય તેમના પરીચીત દ્વારા મોટી ગોપના ઇશાકભાઇ ધુધા અને આલુબેન ધુધાનો સર્પક થયો હતો અને યુવાન માટે ક્ધયા શોધવા જણાવતા ઇશાકભાઇ તથા આલુ બહેન સુભાષ ભાઈ માટે ક્ધયા શોધી તેમને રાજકોટ લઈ ગયેલ અને નાગપુર (મહારાષ્ટ નીવાસી) રાણીબેન ગાયકવાડ નામની યુવતી બતાવી અને અપરણીત છે તેમ જણાવી યુવતીના બહેન બનેવી સોઢા અજયસિંહ તેમજ રીયા અજયસિહ પણ હતા ત્યારબાદ યુવતી સાથે યુવાન સુભાષભાઈએ લગન કરવા હોય તો એક લાખ સીતેર હજાર આપવા પડશે પૈસા લઈ સુભાષભાઈ સાથે નાગપુર નિવાસી રાણી બેન વિજયભાઈ સાથે લગ્ન કરાવી આપેલ અને યુવાને નક્કી થયેલ રકમ યુવતીની બહેન બનેવીને ચુકવી આપેલ આ રકમમાથી ત્રીસ હજાર રૂપિયા ઇશાકભાઇ તથા આલુબહેને રાખેલ આ રીતે લગ્ન કરાવી આપેલ લગ્નના ચાર પાચ દિવસ પછી આ યુવાનની નાગપુરની પત્ની રાણી બેન એ તેમના સગાનો ફોન આવતા પોતાની માતાને એટક આવેલ છે તેવું બહાનુ બતાવી પોતાનો સામાન લઈ યુવાનની પત્ની રાણી પોતાનો સામાન લઈ નાગપુર ગયેલ ત્યારબાદ પુવાન સુભાષને પણ તેમના સાસુ ની તબીયત વધુ બીમાર હોય તે કહી નાગપુર બોલાવેલ અને આ યુવાન સુભાષ પાસે નાગપુર મુકામે વધુ ત્રીસ હજાર રૂપિયાની માગ કરી જે રકમ ત્યારે સુભાષ પાસે ન હોય યુવતી ના સગાઓ દવારા ઘમકી આપી છટા છેડાનું કહેતા યુવાન મહામુસીબતે નાગપુરથી પોતાના ઘરે બગધરા આવેલ ત્યારબાદ યુવાન સુભાષ દ્વારા તપાસ કરાતા યુવતી રાણી અગાઉ રાજકોટ વિજય વાઘેલા સાથે લગ્ન કરેલ હોય પરણતી તજ હતી જે હકીક્તપણ છુપાવીહતી આમ યુવાન સુભાષ ને પોતાની સાથે છેતરપીડી થઈ હોવાનો અહેસાસ થતા યુવાન દ્વારા તા 7/2/2023ના રોજ જામ-જોધપુર તાબાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નાગપુર સ્થિત યુવતી રાણીબેન વિજયભાઈ ગાયકવાડ યુવતીના બહેન બનેવીની ઓળખ આપનાર રાજકોટ સ્થિત સોઢા અજ્ય સિંહ ભીખુભા અજયસિહ સોઢા તેમજ મોટી ગોપ ગામના ઇશાભાઈ ગુલમહમદ ધુધા અલુબેન ઇશાકભાઇ ધુધા તેમન એક અજાણી મહિલા વિરૂદ્ધ આ ટોળકી વિસદ્ધ છેતરપીડી કરી વિશ્વાસઘાત કરી પૈસા પડાવવા અંગે અરજી કરેલ પણ હજુ સવા મહિનો થઈ ગયા છતાં પોલીસ દ્વારા કોઇ ફરિયાદ નોંધેલ નથી તેમજ નક્કર કાર્યવાહી કરેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.